SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુણ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૦૩ મહાવીર શાસનમાં નંદા વગેરે શ્રમણીએ. નંદા, નંદવતી, નંદેત્તરા, નંદશ્રેણિકા, મરુતા, સુમરુતા, મહામરુતા, મરુ દેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમનાયિકા અને ભૂતદત્તા એ બધી શ્રેણિકરાજાની રાણુઓ હતી. આ બધીએ ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી દીક્ષા ગ્રહણ કરી હતી. ઉત્કૃષ્ટ જપતપની આરાધના કરી તેઓએ મુક્તિ પ્રાપ્ત કરી હતી. કાલી વગેરે શ્રમણીઓ કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વિરકૃષ્ણ, રામકૃષ્ણ, પિત્રસેનકૃષ્ણ અને મહાસેનકૃષ્ણા એ દશેય મહારાજા શ્રેણિકની રાણીઓ હતી. તીર્થકર મહાવીરને ઉપદેશ ગ્રહણ કરી તે બધી દીક્ષા લે છે. અને રત્નાવલી, કનકાવલી, લઘુસિંહ નિષ્ક્રીડિત, મહાસિંહ નિષ્ક્રીડિત, સપ્ત સપ્તમિકા ભિક્ષ પ્રતિમા, અષ્ટ અમિકા ભિક્ષુ પ્રતિમા, નવ નામિકા ભિક્ષુ પ્રતિમા, દશ દશમિકા, ભિક્ષ પ્રતિમા, લઘુસવતે ભદ્ર પ્રતિમા, મહત સર્વતોભદ્ર પ્રતિમા, ભદ્રોતર પ્રતિમા, મુક્તાવલી, આયંબિલ વર્ધમાન તપ વગેરે ઉત્કૃષ્ટતમ તપની આરાધના કરી તે બધી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. આ પ્રમાણે સમાટ શ્રેણિ, કની તેવીસ મહારાણીઓએ ભગવાન મહાવીરના શાસન દરમિયાન માત્ર સંયમ ગ્રહણ કર્યો એટલું જ નહીં, પણ એટલા ઉત્કૃષ્ટ તપની આરાધના કરી કે જેને વાંચીને વાચક વિસ્મય પામ્યા વગર રહે નહી. જયંતી શ્રમણે પાસિકા વસંદેશની રાજધાની કોશાંબી હતી. ત્યાં “ચંદ્રાવતરણ” નામનું ચૈત્ય હતું. ત્યાં જયંતી નામની શ્રાવિકા રહેતી હતી. જયંતી શ્રાવિકા શ્રમણે માટે શય્યાતરના રૂપે વિખ્યાત હતી. જે કઈ નવા સંત-સાધુ ત્યાં આવતા તેઓ જયંતીની પાસે વસતિની માગણી કરતા. ભગવાન મહાવીરનું પાવન પ્રવચન સાંભળી તે ખૂબ પ્રસન્ન થઈ. એણે ભગવાનને પ્રશ્ન કર્યો? હે ભદ્ર, જીવ એકદમ ગુરુત્વ કેવી રીતે પ્રાપ્ત કરે છે ?' મહાવીરઃ “જયંતી, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ અભ્યાખ્યાન, પશુન્ય, પરંપરિવાદ, રતિ–અરતિ, માયામૃષાવાદ અને મિથ્યાદર્શનશલ્ય આ આઢાર પાપનું સેવન કરવાથી છવને ગુરુત્વ પ્રાપ્ત થાય છે.' જયંતી : “ભગવદ્ , આત્મા લઘુત્વ કેવી રીતે પ્રાપ્ત કરે છે ?' મહાવીર : “પ્રાણાતિપાત વગેરે અઢાર પ્રકારનાં પાપોનું સેવન ન કરવાથી આત્મા લઘુત્વ પ્રાપ્ત કરે છે. પ્રાણાતિપાત વગેરેની પ્રવૃત્તિથી જે પ્રમાણે આત્મા સંસારની વૃદ્ધિ કરે છે, પ્રલંબ કરે છે. અને સંસારમાં ભ્રમણ કરે છે, એવી રીતે એની નિવૃત્તિથી સંસારને ઘટાડે છે, હસ્વ કરે છે અને એને ઉલંધી પણ જાય છે.' જયંતી : “ભગવાન ! મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા છવને સ્વભાવથી પ્રાપ્ત, થાય છે કે પરિણામથી ? મહાવીર : “મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા છવમાં સ્વભાવથી હોય છે, પરિણામથી નહીં'. જયંતી : “ભન્ત, છ માટે સૂવાનું સારું છે કે જાગવાનું સારું છે ?' મહાવીર : “કેટલાક જીવો માટે સૂવું તે સારું છે અને કેટલાક જીવો માટે જાગવું તે સારું હોય છે.' જયંતી : “ભગવાન, એમ કેવી રીતે ?” મહાવીર : “જયંતી, જે જીવ અધાર્મિક છે, અધર્મનું અનુસરણ કરે છે, અધર્મમાં આસક્ત છે અને અધર્મ દ્વારા પિતાનું જીવિલેપાર્જન કરે છે, એ છો સુવે તે જ સારું છે. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ સમુદાયના શેક તેમજ પરિતાપનું કારણ બને નહીં એટલા માટે અધાર્મિક જીવ માટે સૂવાનું ઉત્તમ છે.' “હે જયંતી ! જે જીવ ધાર્મિક, ધર્માનુરાગી, ધર્મપ્રિય અને ધર્મજીવી છે, એને માટે જાગૃત રહેવું તે સારું છે. ધાર્મિક પુરુષ જ્યાં સુધી જાગૃત રહે છે ત્યાં સુધી પ્રાણીઓનાં અદુઃખ તથા અપરિતાપ માટે કાર્ય કરતા રહે છે. એટલે આવા પુરુષે જાગૃત હોય તે પિતાના માટે તથા અન્ય માટે ધાર્મિક કાર્યોનું નિમિત્ત બને છે. એટલે એ જાગૃત રહે તે શ્રેયસ્કર છે. જયંતી : ‘કે, શું બધા ભવસિદ્ધિક આત્માઓ મેલગામી હોય છે ?' મહાવીરઃ “હા, જે ભવસિદ્ધિક છે, તે બધા આત્માએ મોક્ષગામી હોય છે.' જયંતી: “ભગવાન, એ બધા ભવસિદ્ધિક છવ મુક્ત થઈ જશે તે, શું સંસાર એનાથી ખાલી નહિ થઈ જાય?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy