SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — —એક વાર નારદ હસ્તિનાપુર આવ્યા. દ્રૌપદીએ એમનું સન્માન ન કર્યું. નારદ ગુસ્સે થઈ ગયા. તે ઘાતકીખંડની અમરકંકાના અધિપતિ પરદાનાલંપટ પદ્મનાભની સમીપ ગયા. એમણે એની સમક્ષ દ્રૌપદીના રૂપલાવણ્યની અતિશય પ્રશંસા કરી. તેણે દેવની સહાયતાથી દ્રૌપદીનું હરણ કરાવ્યું. દ્રૌપદી પાસે એણે ભેગની યાચના કરી પણ તે તે પૂર્ણપણે પવિત્ર નારી હતી. પાંડવોને લઈને કૃષ્ણ અમરકંકા આવી પહોંચ્યા. એમણે પદ્મનાભને યુદ્ધમાં પરાજિત કર્યો અને એની રાજધાની ખેદાનમેદાન કરી નાંખી દ્રૌપદીને ઉદ્ધાર કર્યો. જીવનની સંધ્યા વેળાએ દ્રૌપદીના પુત્ર પાંડસેનને રાજય આપી પાંડવોએ તથા દ્રૌપદીએ શ્રમણુધર્મને સ્વીકાર કર્યો. પ્રસ્તુત કથાનકમાં જે દ્રૌપદીનું નિરૂપણ થયું છે, તે જૈન દૃષ્ટિથી થયું છે. વૈદિક મહાભારતમાં પણ દ્રૌપદીનું નિરૂપણ થયું છે. વૈદિક પરંપરામાં પાંચ ભરથારવાળી થવાનું એક કારણ એ આપવામાં આવ્યું છે કે એણે પૂર્વભવમાં પતિની કામનાની તપસ્યા કરી હતી. શંકરે સર્વ ગુણસંપન્ન પતિની પ્રાપ્તિ થાય એવું વરદાન પાંચવાર આપ્યું હતું, એટલે એને પાંચ પતિવાળી બનવું પડયું. વૈદિક મહાભારત અનુસાર દ્રુપદ ર જ દ્રૌપદીની ઉપત્તિ યજ્ઞાગ્નિમાંથી કરે છે અને એની ઉત્પત્તિનું કારણુ કુરુ વંશને વિનાશ બતાવવામાં આવ્યું છે. જૈન દૃષ્ટિએ કુરુવંશના વિનાશનું કારણ પાંડવે પ્રત્યે દુર્યોધનની ઈર્ષ્યા, હઠ અને અભિમાન છે. દુર્યોધન કપટ-ઘતમાં જીત્યા પછી દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવા ઇરછે છે, પણ શ્રીકૃષ્ણ પિતાની અલૌકિક શક્તિથી એનાં ચીર વધારે છે, જયારે જૈન પર પરામાં ચીર વધવાનું કારણ સતી દ્રોપદીના સ્વયં શીલને પ્રભાવ હોવાનું જણાવ્યું છે. દ્રૌપદીના શીલથી પ્રભાવિત થઈને જ શાસનદેવ મદદ કરે છે. જૈન પરંપરા અનુસાર દ્રૌપદી કુરુ વંશની મર્યાદા રાખનારી, વ્યવહારકુશલ, કુશાગ્ર બુદ્ધિશાળી, પતિપરાયણ, સ્વાભિમાનિની નારી હતી. પ્રસ્તુત કથાનકમાં શ્રી કૃષ્ણના નરસિંહરૂપનું વર્ણન મળે છે. નરસિંહાવતારની ચર્ચા શ્રીમદ્ ભાગવતમાં છે. એ વિષણુને અવતાર હતા. પરંતુ કૃણે કઈ વખતે નરસિંહનું રૂપ ધારણ કર્યું હોય એવો પ્રસંગ વૈદિક પરંપરાના ગ્રંથમાં જોવા મળતું નથી. પણ પ્રસ્તુત કથાનકમાં તે પ્રસંગનું સજીવ ચિત્રણ છે. પદ્માવતી વગેરે શ્રમણીઓ એકવાર ભગવાન અરિષ્ટનેમિ દ્વારિકામાં પધાર્યા. કૃષ્ણ મહારાજ ભગવાનને વંદન-નમસ્કાર કરવા ગયા. ઉપદેશ સાંભળીને પરિષદ્ ચાલી ગઈ. કૃષ્ણ મહારાજે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો : “દેવલોક સમાન આ દ્વારિકાનગરીને વિનાશ કરી રીતે થશે ?' ભગવાને કહ્યું : “મદિરા, અગ્નિ અને દૈપાયન ઋષિના કોપને કારણે દ્વારિકા નગરીને વિનાશ થશે.” કૃષ્ણ વિચારવા લાગ્યા : “જલિ, મયાલિ, ઉવયાલિ, પુરુષસેન, વીરસેન, પ્રદ્યુમ્ન, શાંબ, અનિરૂદ્ધ, દઢનેમિ, સત્યનેમિ વગેરે રાજકુમાર ધન્ય છે, જેમણે શ્રમણ ધર્મ ગ્રહણ કર્યો છે. પણ હું સંસારને પરિત્યાગ કરી શકતા નથી.” ભગવાને કહ્યું : “તમે વાસુદેવ નિદાનત હોવાથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી શકતા નથી. તમે ચિંતા ન કરે, તમે આગામી ઉત્સર્પિણી કાલમાં ‘અમમ' નામના બારમા તીર્થંકર બનશે.” શ્રી કૃષ્ણ નગરમાં ઢંઢરે પીટાવ્યું કે, “જે કંઈ અહંન્ત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લેવા ઇચ્છતા હોય તેઓ સહર્ષ દીક્ષિત થઈ શકે છે. દીક્ષાથીના જે કોઈ આશ્રિત કુટુંબીજને હશે એની વ્યવસ્થા સ્વયં કૃષ્ણ કરશે અને દીક્ષા મહોત્સવ પણ કૃષ્ણ કરશે.' શ્રીકૃષ્ણની પ્રેરણાથી એમની પટરાણી-પદ્દમાવતી, ગૌરી, ગાંધારી, લક્ષમણું, સુસીમા, જંબવતી, સત્યભામા અને રુકિમણી–એ આઠેયે પ્રવજયા ગ્રહણ કરી તથા શાંબકુમારની ભાર્યા મૂલશ્રી અર્થાત મૂલદત્તાએ પણ યક્ષિણ અર્યા પાસે પ્રત્રજ્યા લઈને પોતાનું જીવન પાવન કર્યું. પ્રસ્તુત કથાનકમાં દ્વારિકાનગરીના વિનાશની તથા શ્રીકરણના આગામી કાલમાં તીર્થકર થવાની મહત્વપૂર્ણ સૂચના છે, જેનું એતિહાસિક દૃષ્ટિએ વિશેષ મૂલ્ય છે. પિદિલ કથાનક તેતલિપુર નગરના રાજ કનકરથને આમા તેતલિપુત્ર” નામે હતું. ત્યાં મૂષિકાદારક'ની પુત્રી “પિટ્ટિલા’ પણ રહેતી હતી. પદિલાનું અદભુત રૂપ જોઈને તેતલિપુત્ર મુગ્ધ થઈ ગયે. બનેને વિવાહ થઈ ગયો. એ બન્નેમાં પરસ્પર અત્યંત અનુરાગ હતા. પણ બન્ને વચ્ચે એવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ કે તેતલિપુત્ર એના નામની પણ ઘણા કરવા લાગ્યો. એક દિવસ જેનાથી પદિલા વગર રહેવાતું ન હતું તે આજે એના નામને પણ પસંદ કરતા ન હતા. એને દિલાને ભોજન બનાવવાને તથા અતિથિઓની સેવાને ભાર સોંપ્યું. એક દિવસ “સુવ્રતા' નામની આર્યા શિષ્ય સહિત તેતલિપુર પધારી. તેઓ ભિક્ષાઅથે પફ્રિલાને ત્યાં આવી. એણે સાધ્વીઓને આહાર-દાન આપ્યા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy