SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ધર્મકથાનુયોગ ઃ એક સમીક્ષાત્મક અધ્યયન મુનિએ વિહાર કર્યો, પણ ભોગ તરફ આસક્ત મુનિ કેટલાક સમય બાદ ફરીથી પાછા ત્યાં જ આવી ગયા. પુંડરીકે સમજાવવા પ્રયત્ન કર્યો. પણ જ્યારે તેઓ ન સમજ્યા ત્યારે એમને રાજ્ય આપી પોતે જ શ્રમણવેશ ધારણ કરી લીધું. ત્રણ દિવસની સાધના તેમજ આરાધના કરવાને લીધે પુંડરીકમુનિ તેત્રીસ સાગરની સ્થિતિને ઉપભોગ કરનારા દેવ બન્યા અને કંડરીક ભાગોમાં આસક્ત થઈને ત્રણ દિવસનું આયુષ્ય ભોગવીને તેત્રીસ સાગરની સ્થિતિવાળા સાતમાં નરકને મહેમાન બન્યું. જે સાધક વર્ષો સુધી ઉત્કૃષ્ટ સાધના કર્યા પછી સાધનામાંથી ચલિત થઈ જાય છે તેની દુર્ગતિ થાય છે અને જે જીવનની સંધ્યાએ પણ ઉત્કૃષ્ટ સાધના કરે છે, તે સદ્ગતિને પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત કથાનકમાં ઉત્થાન અને પતન તથા પતન અને ઉત્થાનનું સજીવ ચિત્ર પ્રાપ્ત થાય છે. સ્થવિરાવલી શ્રમણ ભગવાન મહાવીર પછી અનેક સ્થવિર ભગવંતોએ શાસનની સેવા કરી છે. એ સ્થવિરેને ઉલેખ કલ્પસૂત્ર અને નંદીસૂત્ર વગેરેમાં છે. ભગવાન મહાવીર પછી ગણધર ગૌતમ, આર્ય સુધર્મા અને જંબૂ-એ ત્રણ કેવલજ્ઞાની થયા. પ્રભવ, શય્યભવ, યશભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને સ્થૂલિભદ્ર વગેર શ્રુતકેવલી થયા. મહાગિરિ. સુહસ્તિ, ગુણસુંદર, કાલકાચાર્ય, ઋન્દિલાચાર્ય, રેવતીમિત્ર, મંગૂ, ધર્મ, ચંદ્રગુપ્ત, આર્ય વ્રજ એ દશ આચાર્યો દશ પૂર્વધર હતા. એના પછી ધીમે ધીમે પૂર્વોનું જ્ઞાન ન્યૂન થવા લાગ્યું. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ એક પૂર્વધર આચાર્ય હતા. જેનધર્મમાં અનેક પ્રતિભાસંપન્ન જોતિર્ધર આચાર્ય થયા. એની સંક્ષિપ્ત સૂચનાઓ અહીં આપવામાં આવી છે. આ તિર્ધર આચાર્યો અંગે વિવિધ ગ્રંથોમાં વિવિધ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે. પણ વિસ્તાર થવાના ભયથી અમે તે અંગે કંઈ ન લખતાં, તે અંગે મૂલ ગ્રંથે જોવા માટે અમે પ્રબુદ્ધ પાઠકેને નિવેદન કરીએ છીએ. આ પ્રમાણે ધર્મકથાનયોગ અંગે તીર્થ કરના શાસનના શ્રમોની કથા પૂર્ણ થાય છે, તૃતીય સ્કલ્પમાં તીર્થકરને શાસન દરમિયાન થયેલી શ્રમણીઓની કથાઓ આપવામાં આવી છે. દ્રૌપદી ભગવાન અરિષ્ટનેમિના શાસનમાં દ્રૌપદી શ્રમણને ઉલેખ છે. દ્રૌપદીના પૂર્વભવનું એમાં વર્ણન છે. દ્રૌપદી કેટલાક ભવ પૂવે નાગશ્રી બ્રાહ્મણ હતી. એણે તુંબડાનું શાક બનાવ્યું, પરંતુ જ્યારે તેણે એ શાક ચાખ્યું તો તે કડવું અને વિષાક્ત માલુમ પડ્યું. ઉપાલંભના ભયથી તેણે તે છુપાવી રાખી મૂકયું. પરિવારના લેક જમી પરવારી ચાલી નીક૯યા. એટલામાં ધર્મ રુચિ અણગાર ભિક્ષા લેવા આવ્યા. નાગશ્રી માનવીના રૂપમાં નાગણ હતી. એણે મુનિના પાત્રમાં પેલું તુંબડાનું વિષાસક્ત શાક પધરાવી દીધું. માનવ સાધારણ લાભ માટે ભયંકર કુત્સિત કુર કર્મ કરી બેસે છે. જેનું ફલ અત્યંત દારુણ આવે છે. ધર્મરુચિ મુનિ આહાર લઈને ગુરુનાં ચરણમાં આવી પહોંચ્યા. ગુરુજીએ તે ચાખ્યું અને એમણે એને જમીનમાં પરઠી દેવાનો આદેશ આપ્યો. ધર્મરુચિ તે પરઠવા જાય છે તે વખતે એક ટીપું શાક જમીન પર નાંખી તેની શી પ્રતિક્રિયા થાય છે તે જોવા બેઠા. કીડીઓ આવી અને એને સ્પર્શ કરતાં મરી ગઈ. મુનિનું હૃદય હલી ઊઠયું. એમણે જીવોની રક્ષા માટે તે વિષાક્ત શાક જાતે ખાઈ સમાધિપૂર્વક પોતાના જીવનને અંત આણે. નાગશ્રીનું પાપ છૂપું ન રહી શકયું. એને સર્વ તરફથી તિરસ્કાર–ફિટકાર મળ્યો. વળી એના શરીરમાં સોલ મહારોગ પેદા થયા. તે હાય-હાય કરતી મરી ગઈ. તે છઠ્ઠી નારકીમાં ઉત્પન્ન થઈ. અને ઘણા લાંબા સમય સુધી તે ફરી ફરી નરક તેમજ તિર્યંચ યોનિમાં જન્મ લેતી રહી. લાંબા સમય પછી તે સુકુમાલિકા નામે એક શ્રેષ્ઠીની પુત્રી બને છે. પણ તે વખતે પણ પાપનાં ફલને અંત આવ્યો ન હતો. એના શરીરને સ્પર્શ તલવારની ધાર જેવો તીક્ષ્ણ અને અગ્નિની માફક ઉષ્ણ હતા. એટલે કે ઈપણ એની સાથે વિવાહ કરવા તૈયાર ન હતું. ત્યાં સુધી કે ભિખારી પણ રાત્રિમાં તેને છોડીને ભાગી જાય છે. તે એને સ્પર્શ સહન ન કરી શક્યો. પિતાએ દાનશાળા શરૂ કરી, ત્યાં જેન આયિકાઓનું આગમન થયું. એણે એની પાસે યંત્ર-તંત્ર આપવાની માગણી કરી. આર્થિકાઓએ પોતાના ધર્મ અંગે સમજણ આપી અને સુકુમાલિકાએ સાવધર્મને સ્વીકાર કર્યો. પણ એના અંતરમાનસની મલિનતા સાફ થઈ ન હતી, એટલે તે પુનઃ શિથિલાચારિણી બની ગઈ અને એકલી રહેવા લાગી. એક્વાર એકાતમાં તે આતાપના લઈ રહી હતી ત્યારે તેણે એક વેશ્યાને પાંચ પુરષોથી વીંટાયેલી જોઈ. કોઈ એને પગ દબાવતો હતો તો કઈ ચામર ઢોળતો હતો. સુકુમાલિકામાં ભોગની લાલસા જાગૃત થઈ. એણે એવો સંકલ્પ કર્યો કે જે મારા તપનું ફલ મળવાનું હોય તે હું આવી રીતે સુખ ભોગવું. તે મરીને દેવગણિકાના રૂપમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી રાજા દ્રુપદની કન્યા દ્રૌપદી બની. દ્રૌપદીના સ્વયંવરનું આયોજન થયું. શ્રીકૃષ્ણ પાંડવ વગેરે એ સ્વયંવરમાં હાજર થયા. નિદાનકૃત હેવાને કારણે એણે પાંચ પાંડવોને પસંદ ર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy