SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દર ધમકથાનુગ : એક સમીક્ષત્મિક અધ્યયન અહીં એક પ્રશ્ન ચિંતનીય છે: કન્જક પરિવ્રાજક, વૈદિક પંરપરાને અનુયાયી હતા, તે પછી એણે ધર્મ પરિવર્તન કેમ કર્યું ? ઉત્તરમાં જણાવવાનું કે, આ જાતિપરિવર્તન નહીં પણ વિચારપરિવર્તન છે. ભારતીય જાતિમાં વિચારપરિવર્તનની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. સ્કન્દક, અંબડ વગેરે અનેક પરિવાજ, જેઓ પ્રભુ મહાવીરની પાસે દીક્ષિત થયા હતા, તેમનું પરિવર્તન સ્વયં વિચાર અને રુચિ અનુસાર થયું હતું. સંભવ છે કે જૈન, બુદ્ધ અને આજીવક પણ વૈદિક ધર્મમાં દીક્ષિત થયા હોય. એ ન તે જાતિ પરિવર્તન હતું અને ન તે રાષ્ટ્રીય ચેતનામાં પરિવર્તન હતું. આ કાર્ય વિચારપરિવર્તન પૂરતું જ મર્યાદિત હતું. એટલે બધા ધર્મવાળા આ પરિવર્તનને વિને રે કટોક સ્વીકારતા હતા. આજે જે ધર્મ પરિવર્તનને દર ઝડપથી આગળ વધી રહ્યો છે તે વિચારપરિવર્તન નહીં, પરંતુ જાતિ પરિવર્તન છે અને અર્થતંત્ર પર આધારિત છે, જેથી પરસ્પર સંઘર્ષની સ્થિતિ ઉત્પન્ન થાય છે. પુદ્ગલ પત્રિાજક એકવાર ભગવાન મહાવીર આલભિકા નગરીના શંખવન ઉદ્યાનમાં પધાર્યા. શંખવન ઉદ્યાનની પાસે ‘પુદ્ગલ પરિવ્રાજક' રહેતા હતા. એને વિર્ભાગજ્ઞાન થયું, એટલે તે પાંચમા દેવલોકમાં રહેતા દેવની સ્થિતિ અંગે જાણવા લાગ્યો. મને અતિશય જ્ઞાન ઉત્પન્ન થયું છે ! દેવોની જઘન્ય સ્થિતિ દશહજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ સ્થિતિ, દશ સાગરોપમની છે. એની આગળ દેવ અને દેવલોક નથી'. સમગ્ર નગરમાં આ ચર્ચા પ્રસરી ગઈ. ભગવાને કહ્યું: ‘પુગલ પરિવ્રાજકનું કથન અસત્ય છે. હું કહું છું કે દેવોની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. તેમજ ઉત્કૃષ્ટતમ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે.” પુદ્ગલ પરિવ્રાજકે આલભિકા નગરીના નિવાસીઓ પાસેથી આ વાત સાંભળી, એને પિતાના જ્ઞાન પર સંશય થયો. એનાથી એનું વિર્ભાગજ્ઞાન નષ્ટ થઈ ગયું. તે પિતાનાં ધર્મોપકરણ લઈને ભગવાન મહાવીર પાસે આવ્યા. મહાવીર પાસે શંકાનું નિવારણ કર્યું અને સામાધન થઈ ગયા પછી તે ભગવાન મહાવીરના શાસનમાં દીક્ષિત થયે, તથા કર્મોને અંત આણી સિદ્ધિ પ્રાપ્ત કરી. ધર્મ કથાનુયોગમાં “મોગલ પરિવાયગે શબ્દ આપવામાં આવ્યો છે. પં. બેચરદાસ દેશીએ પણ “મોગલ” શબ્દને પ્રયોગ કર્યો છે અને ‘પાગલ’ શબ્દ એમણે પાઠાન્તરમાં આપ્યો છે. જ્યારે સૈલાના સંસ્કરણમાં અને જૈન વિશ્વભારતી લાડનૂ સંસ્કરણ બંનેમાં પાગલ પરિવ્રાયગ’ શબ્દને જ મુખ્ય ગણવામાં આવ્યો છે.. શિવ રાજર્ષિ હસ્તિનાપુર નગરમાં શિવ” નામને રાજા હતા અને એને ધારિણી' નામે પટરાણી હતી. રાત્રિના ત્રીજા પ્રહરમાં એને એ અધ્યવસાય ઉપન્ન થયો કે, “મારો પુત્ર મોટો થઈ ગયું છે, હું એને રાજયને કાર્યભાર સોંપીને ૧દેશા પ્રેક્ષક પ્રવ્રજ્યા ગ્રહણ કરું.' તે પ્રમાણે તેણે પ્રવજ્યા ગ્રહણ કરી અને એ અભિગ્રહ કર્યો કે “જીવનપર્યન્ત નિરંતર બેલાની તપસ્યા દ્વારા દિચક્રવાલ તપકર્મથી બને હાથ ઊંચા રાખીને મારે રહેવાનું ક૯૫ છે.” આ પ્રમાણે અભિગ્રહ કરીને પ્રથમ ‘બેલાં તપસ્યાનાં પારણાંના દિવસે શિવ રાજર્ષિ આતાપના ભૂમિ પરથી નીચે ઊતરે છે અને વલ્કલનાં વસ્ત્ર ધારણ કરી વાંસની બડી અને કાવડ લઈને પહેલાં પૂર્વ દિશાના સોમ મહારાજા પાસેથી આજ્ઞા લે છે અને પૂર્વ દિશામાં રહેલાં કંદ, મૂલ, ફળ, છાલ, પુષ્પ વગેરે વનસ્પતિ ગ્રહણ કરે છે. પછી કાવડને નીચે મૂકીને એણે વેદિકાની સાફસૂફી કરી. અને પછીથી લીંપીને એને શુદ્ધ કરી. પછી ડાભ અને કળશ હાથમાં લઈ ગંગાનદી પર આવ્યું. એમાં ડૂબકી લગાવી, પછી ઝૂંપડીમાં આવી ડાભ-કુશ અને રેતી વડે વેદિકાનું નિર્માણ કર્યું. અરણીનાં લાકડાં ધસીને અગ્નિ સળગાવ્યો. અગ્નિની ડાબી બાજુ સાત વસ્તુ રાખીઃ સસ્થા, (ઉપકરણવિશેષ) વલ્કલ, દીપ, શસ્યાનાં ઉપકરણ, કમંડલ, દંડ અને પિતાનું શરીર. પછી મધ, ઘી, ચેખાને અગ્નિમાં હોમ કરી વૈશ્વ દેવની પૂજા કરી. અતિથિની પૂજા કરીને આહાર ગ્રહણ કર્યો. બીજીવાર આ પ્રમાણે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એમ બધા લોકપાલની આજ્ઞા લઈને તે પારણું કરતે. દિચક્રવાલ તપ, આતાપના, પ્રકૃતિની ભદ્રતા વગેરેને લીધે શિવ રાજર્ષિને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. એના કારણે તેઓ સાત દ્વીપ અને સાત સમુદ્રને જોવા લાગ્યા. એમણે એવી ઉદ્દઘોષણા કરી : “લેકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે.” ભગવાન મહાવીર હસ્તિનાપુર નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ઈંદ્રભૂતિ ગૌતમે શિવરાજર્ષિને અતિશય જ્ઞાનની ચર્ચા સાંભળી, એટલે એમણે ભગવાન મહાવીરને નિવેદન કર્યું: “ભગવાન, સત્ય શું છે?' પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : “શિવ રાજર્ષિનું કથન મિથ્યા છે. જબૂદીપ વગેરે બધા વૃત્તાકાર છે. વિસ્તારમાં એકબીજાથી બેગણું છે. તથા અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે.' શિવરાજર્ષિએ ભગવાન મહાવીરની આ વાત સાંભળી. તે એને પિતાના જ્ઞાન અંગે સંશય ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy