________________
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
કઈ દિવસ તે નથી હેત એમ નહીં, કોઈ દિવસ ન હતા એમ નહીં, કઈ દિવસ નહીં રહે એમ પણ નથી. તે ત્રણે કાળમાં રહેશે. તે ધ્રુવ, શાશ્વત, નિયત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. ભાવદૃષ્ટિથી તે અનન્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યવરૂપ છે.'
સ્કન્દક ! દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ આ લોક સાંત છે. કાલ અને ભાવની અપેક્ષાએ અનંત છે. એટ લેક સાંત પણ છે અને અનંત પણ છે.
“જીવ અંગે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જ સમજવું જોઈએ. દ્રવ્યની અપેક્ષાએ જીવ એક અને સાંત છે. ક્ષેત્રની અપેક્ષાએ તે અસંખ્યાત પ્રદેશ છે અને સાન્ત છે. કાલની અપેક્ષાએ તે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, એટલે નિત્ય છે, એને કદી પણ અંત નથી. ભાવની અપેક્ષાએ અનંત જ્ઞાનપર્યવરૂપ છે, અનંત દર્શનાર્થવરૂપ છે, અને અનંત ગુરુલઘુ પર્યવરૂપ છે. એનો અંત નથી. આ પ્રમાણે, સ્કન્દક ! દ્રવ્ય ક્ષેત્રની અપેક્ષાએ જીવ અંતયુકત છે તેમજ કાલ અને ભાવની અપેક્ષાએ અંતરહિત છે.'
“આ પ્રકારે મોક્ષ પણ સાન્ત અને અનંત છે, દ્રવ્યની દૃષ્ટિએ મોક્ષ એક અને સાન્ત છે. ક્ષેત્રની દૃષ્ટિએ તે પિસ્તાલીસ લાખ જન આયામ વિષ્કલવાળા છે. કાલની દષ્ટિએ એમ કહી શકાય નહીં કે કોઈ દિવસ મેક્ષ હતે નહી, નથી અને રહેશે નહીં. ભાવની દૃષ્ટિએ તે અંતરહિત છે. એવી રીતે દ્રવ્ય અને ક્ષેત્રની દૃષ્ટિએ મોક્ષ અંતયુક્ત તથા કાલ અને ભાવ દૃષ્ટિએ અંતરહિત છે.”
સ્કન્દક! આ રીતે સિદ્ધ અંગે પણ તારે સમજવું જોઈએ. દ્રવ્યની દૃષ્ટિએ સિદ્ધ એક છે, અંતયુક્ત છે. ક્ષેત્રનો દૃષ્ટિએ સિદ્ધ અસંખ્ય પ્રદેશ અવગાઢ હોવા છતાં પણ અંતયુક્ત છે. કાલની દૃષ્ટિથી સિદ્ધને આદિ તે છે, પણ અંત નથી. ભાવની દષ્ટિએ જ્ઞાનદર્શન પર્યવરૂપ છે અને એને અંત નથી.”
મરણ અંગે પણ તારા આંતરમાનસમાં વિકલ્પ છે કે, ક્યા મરણથી સંસાર વધે છે તથા કયા મરણથી સંસાર ઘટે છે. મરણના બે પ્રકાર છે: બાલ-મરણ અને પંડિત–મરણ. બાલ-મરણના બાર પ્રકાર છે. તથા પંડિત-મરણના પાદપપગમન અને ભકત પ્રત્યાખ્યાન એમ બે પ્રકાર છે. તેમજ અવાંતર ભેદ પણ અનેક છે. પંડિત -મરણથી સંસાર ઘટે છે તથા બાલમરણથી સંસાર વધે છે.’
આ પ્રમાણે બધા પ્રશ્નના ઉત્તર સાંભળી કદક પરિવ્રાજક આહાદિત થયો. એણે દીક્ષિત થવાની ભાવના વ્યકત કરી. પ્રભુએ એને જૈનેશ્વરી દીક્ષા આપી. અને જ્ઞાનધ્યાનની સાધન વડે સ્કન્દક પરિવ્રાજક કર્મોને નાશ કરી મુકત થયે.
પ્રસ્તુત કથાનકથી એ જાણવા મળે છે કે ભગવાન મહાવીરના સમયમાં આ પ્રકારના અને પ્રત્યેક વ્યકિતના મસ્તકમાં ઘૂમી રહ્યા હતા. અનેક પરિવ્રાજક, સંન્યાસી અને શ્રમણે આ પ્રશ્ન પર ચિંતનમનન કરતા, પણ સાચા સમાધાનના અભાવમાં આમતેમ મૂર્ધન્ય મનીષીઓ કે ધર્મ પ્રવર્તક પાસેથી સમાધાન પામવા માટે ફરતા રહેતા હતા. તથાગત બુદ્ધની પાસે આ પ્રમાણે પ્રશ્ન લઈને કેટલાક લોકે આવતા તે તેઓ તેને અવ્યાકૃત કહીને ટાળી દેવાનો પ્રયાસ કરતા હતા.' પરંતુ ભગવાન મહાવીર એવા પ્રશ્ન પર કદી પણ મૌન રહેતા નહીં. તે એના સટીક ઉત્તર આપતા. જેથી સાધક યથાર્થ સત્ય-તથ્યને જાણુ સાધનામાર્ગમાં આગળ વધતે. ૧. તથાગત બુદ્ધે જે પ્રશ્નોને અવ્યાકૃત કહ્યા હતા તે આ પ્રમાણે છેઃ (૧) શું લેાક શાશ્વત છે? (૨) શું લેક અનંત છે? (૩) શું લેાક અશાશ્વત છે? (૪) શું છવ અને શરીર એક છે ? (૫) શું લેક અંતવાળે છે ? (૬) શું છવ અને શરીર ભિન્ન છે? (૭) શું મર્યા પછી તયાગત થતા નથી ? (૮) શું મર્યા પછી તથાગત થાય છે પણ ખરા અને નથી પણ થતા ? (૯) શું મર્યા પછી તથાગત નથી થતા કે થાય છે ?
મજિઝમનિકાય ચૂલમાલ્કય સુત્ત ૬૩, દોષનિકાય પરૂઠપાદ સુર ૧/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org