SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન શ્રમણે બ્રાહ્મણ ધર્મના પ્રતિષ્ઠિત પંડિતે હતા. વશિષ્ટધર્મસૂત્રના ઉલ્લેખ અનુસાર પરિવ્રાજકે પિતાનું મસ્તક મુંડાવેલું રાખવું જોઈએ. એક વસ્ત્ર કે ચર્મ ખંડ ધારણ કરવો જોઈએ. ગાય માટે લાવેલ ઘાસ વડે પિતાના શરીરને ઢાંકવું જોઈએ. તથા એણે જમીન પર સૂવું જોઈએ. મલાલસેકરે ‘ડિક્ષનરી ઑફ પાલી પ્રેપર નેસ આદિમાં પરિવ્રાજકની વ્યાખ્યા આપી છે. એકવાર શ્રમણ ભગવાન મહાવીર કૃતંગલા નામની નગરીમાં પધાર્યા અને છત્રપલાશ ચૈત્યમાં બિરાજયા. ભગવાનનું પ્રવચન સાંભળવા લેકસમૂહ ઊમટી પડ્યો. કૃદંગલા નગરીની સમીપમાં જ શ્રાવતી નામે નગર હતું. ત્યાં “કાત્યાયન પરિવ્રાજકને શિષ્ય “સ્કન્દક પરિવ્રાજક રહેતા હતા. તે ચાર વેદ, ઇતિહાસ, નિઘંટુ અને ષષ્ઠિતંત્ર (કાપિલીય શાસ્ત્રોમાં નિપુણ હતું. તે સાથે તે ગણિતશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, આચારશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, બ્રાહ્મણ, નીતિશાસ્ત્ર તથા અન્ય દર્શનેમાં પારંગત હતો. ત્યાં “પિંગલ' નામને નિગ્રંથ શ્રાવક રહેતો હતો. તેણે સ્કન્દક પરિવ્રાજકને આક્ષેપાત્મક ભાષામાં પૂછયું : માગધ, આ લેક સાન્ત છે કે અનંત છે ? જીવ સાન્ત છે કે અનંત છે ? સિદ્ધિ સાન્ત છે કે અનંત છે? સિદ્ધિ સાન્ત છે કે અનંત છે ?' તિહાસ, નિર્ધા અને શિક્ષણશાસ્ત્ર, આચાર, પSિ સતિશાસ્ત્ર તથા અન્ય કયા પ્રકારનું મરણ પામીને જીવ સંસારને ઘટાડે છે અને વધારે છે ? શું તું મારા પ્રશ્નોના ઉકેલ આવી શકશે ?” સ્કન્દક પરિવ્રાજક પ્રશ્નો સાંભળીને શંકાશીલ થઈ ગયો. એની સમજમાં એ ન આવ્યું કે શો ઉત્તર આપો. પિંગલે વારંવાર આ પ્રશ્નોનું પુનરાવર્તન કર્યું. પરંતુ ઉત્તર ન મળ્યો એટલે સ્કન્દક વિચારવા લાગ્યો : “એનું સાચું સમાધાન શું હોઈ શકે ?” એ સમયે એને જાણ થઈ કે, છત્રપલાશ ઉદ્યાનમાં ભગવાન મહાવીરનું આગમન થયું છે, એટલે સ્કન્દક પરિવ્રાજકે ત્રિદંડ, કંડી, રુદ્રાક્ષમાલા, મૃત્પાત્ર, આસન, પાત્રપ્રમાર્જનને વસ્ત્રખંડ, ત્રિકાષ્ટિકા, અંકુશ તથા કુશની મુદ્રિકા ધારણ કરીને કૃતંગલા તરફ પ્રસ્થાન કર્યું. આ વખતે ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું : “તું તારા પૂર્વ પરિચિતને જોઈશ.” ગૌતમે જિજ્ઞાસા કરતાં ભગવાનને કહ્યું : “પિંગલ નિગ્રંથે સ્કન્દકને પ્રશ્નો પૂછયા છે પણ તે એના ઉત્તર આપી શક્યો નથી. એટલે તાપસી ઉપકરણોને ધારણ કરીને તે અહીં આવવા માટે પ્રસ્થાન કરી ચુક્યો છે.' ગૌતમે ફરી પૂછયું : “ભગવન, શું તે આપને શિષ્ય બનશે ?” ભગવાને હકારમાં ડોકું હલાવ્યું. ભગવાન અને ગૌતમને વાર્તાલાપ ચાલી રહ્યો હતો, એટલામાં ગૌતમને દૂરથી આવતે સ્કન્દક દેખાય. ગૌતમ પિતાના સ્થાન પરથી ઊઠયા અને કન્દકની સામે ગયા અને મધુર વાણીમાં બોલ્યા : “સ્કન્દક, તારું સ્વાગત છે, સુસ્વાગત છે. હે માગધ, તે સાચું છે કે પિંગલ નામના નિગ્રંથ શ્રાવકે આપને કેટલાક પ્રશ્નો પૂછયા છે, જેના ઉત્તરો આપ આપી શકયા નથી ? એના ઉતારી લેવા આપનું અહીં આગમન થયું છે ?' ગણધર ગૌતમ દ્વારા પિતાના મનની વાત સાંભળીને સ્કન્દક પરિવ્રાજકને ખૂબ આશ્ચર્ય થયું. ગૌતમે કહ્યું : “મારા ધર્મ ગુરુ, ધર્મોપદેશક મહાવીર સર્વજ્ઞ છે. આપના માનસિક વિચારોથી તે સમગ્ર રીતે પરિચિત છે. એમણે જ મને જણાવ્યું છે કે આપ કયા ઉદ્દેશથી અહીં આવ્યા છે. ચાલે, એમને શ્રદ્ધાનિગ્ધ હૃદયથી વંદન–નમસ્કાર કરે.” કન્ડકે ભગવાનને વંદન કર્યા. પ્રભુએ કહ્યું : “માગધ, શ્રાવસ્તીમાં રહેનાર પિંગલ નિર્ગથે તને “લેક, જીવ, મેક્ષ, સિદ્ધ વગેરે સાત છે કે અનન્ત છે ?, એવા પ્રકારના પ્રશ્નો પૂછયા હતા ને ?' સ્કન્દકે કહ્યું: “હા ભગવાન, પૂછડ્યા હતા.' મહાવીર : “વ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી લોક ચાર પ્રકારના છે. દ્રવ્ય દૃષ્ટિથી એક અને સાંત છે, ક્ષેત્ર દૃષ્ટિથી તે અસંખ્ય કોટાનકેટિ એજન આયામ વિષ્કમ્પકવાળે છે. એની પરધિ અસંખ્ય કેટાનકેટિ જન છે, કાલની દષ્ટિએ ૧. (ક) વશિષ્ઠ ધર્મ સૂત્ર, ૧૦૩-૧૧ ૨. (ક) ડિક્ષનરી ઑફ પાલી પર નેમ્સ, આવૃત્તિ ૨, પૃ. ૧૫૮ વગેરે. મલાલસેકર ' , , , (ખ) મહાભારત, ૧૨/૧૯૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy