SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યાય બંધ કરાવ્યાં અને એ ઢંઢેરો પીટાવ્યું કે કોઈપણ નગરની બહાર જાય નહીં. સમગ્ર રાજગૃહનગરી એક કેદખાનામાં ફેરવાઈ ગઈ. એમાં બેઠાબેઠા બધા અકળાતા હતા. પણ એમાંથી કઈમાં સાહબ ન હતું. - ભગવાન મહાવીરનું રાજગૃહમાં શુભ આગમન થયું. જે મહાનગરીમાં ભગવાને ચૌદ વર્ષ વર્ષાવાસ કર્યો હતો, જ્યાં પ્રભુના ભક્તોની કાંઈ કમી ન હતી, તેમછતાં કોઈની પણ એવી હિંમત ન હતી કે અજુનમાલી સામે ઝઝૂમે. જ્યારે સુદર્શને ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળ્યા ત્યારે એનું શૌર્ય જાગૃત થઈ ગયું. તે પોતાના પરિવારના માણસે તથા અન્ય વ્યક્તિઓનો ઈન્કાર હોવા છતાં ભગવાનનાં દર્શન માટે ચાલી નીકળ્યા. નગરનાં દ્વાર ખેલવામાં આવ્યાં અને પછી તરત જ બંધ કરી દેવામાં આવ્યાં. થોડેક દૂર ગયા પછી અર્જુનમાલી હાથમાં મગર ઘુમાવતો. ગાંડાની માફક દોડતા દોડતાં સુદર્શનની સામે આવી પહોંચ્યો. એની રૌદ્ર આકૃતિ જોઈને સામાન્ય વ્યક્તિ ધ્રુજી ઊઠે, પણ સુદર્શન તો ત્યાં ધ્યાનમુદ્રામાં ઊભો રહી ગયો. એણે સુદર્શન પર પ્રહાર કરવા માટે મુગર ઉઠાવ્યું. પણ એને ઉઠાવેલે હાથ એમને એમ સ્થિર રહી ગયો. પાછળ હટીને તે પ્રહાર કરવા આગળ વધ્યો, પણ જાણે કે શરીરમાં લકવા પડી ગયો ! હતપ્રભ જેવો તે વિચારવા લાગ્યો : “આ શું થઈ ગયું ?' સુદર્શનના દૌર્ય અને તેજની સામે યક્ષનું તેજ નિસ્તેજ થઈ ગયું. તે સવહીન થઈને ધડાક દઈને પડી ગયું અને પિતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યું. અર્જુનને લઈને સુદર્શન ભગવાનના ચરણોમાં પહોંચી ગયો. ભગવાનને ઉપદેશ સાંભળીને અર્જુન માલાકાર એમને ચરણે પડી કહેવા લાગ્યો: ‘મારો ઉદ્ધાર કરો. મેં જીવનભર પા૫ કર્યા છે, નિરપરાધ સ્ત્રી-પુરુષોનાં ખૂન કર્યા છે, હું મોટો પાપી છું. હું મારા પિતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માગું છું.' ભગવાને એને દીક્ષા આપી. તે બેલા-બેલાની તપસ્યા કરતો અને પારણું માટે તે જ્યારે નગરમાં આવતા ત્યારે લેકે તેના પર આક્રોશપૂર્વક ઢેફાં ફેંકતા અને મારતાબૂડતા. પરંતુ તે પિતાના આમાને કસરત અને સુવર્ણની જેમ ઉજજવલ બનાવતો. અંતે તે પોતાનાં કર્મો નષ્ટ કરી મુક્ત બન્યો. ખૂબ અદ્ભુત અને અનેખું છેઆ કથાનક. એક ક્રૂર હત્યારે મહાપુરુષનું સાંનિધ્ય પામીને પાવન બની ગયે. પારસપુરુષને સ્પર્શ લેહરૂપી જીવનને એક ક્ષણમાં સુવર્ણ બનાવી દે છે. બૌદ્ધ સાહિત્યમાં પણ અંગુલિમાલ ડાકુનું વર્ણન આવે છે. એ માણસોની આંગળીઓની માળા બનાવીને ધારણ કરતું હતું. એની આંખોમાંથી લોહી ટપકતુ હતું. તથાગત બુદ્ધને મારવા માટે તે આવ્યો, પણ ભગવાન બુદ્ધના તેજસ્વી વ્યક્તિત્વથી તે હતપ્રત થઈ ગયે તથા અહિંસાને પૂજારી બની ગયે. જે કાર્ય મોટામેટા તાંત્રિક અને માંત્રિક ન કરી શકે તે કાર્ય એક સંત કરી શકે છે. કાશ્યપ આદિ શ્રમણ કાશ્યપ, ક્ષેમક, તિકાર, લાશ, હરિનંદન, વાસ્તુક, સુદર્શન, પૂર્ણભદ્ર, સુમનભદ્ર, સુપ્રતિષ્ઠિત, મેઘકુમાર–એ બધા દીક્ષા પર્યાયનું પાલન કરી વિપુલ પર્વત પર મુક્ત થયા. એમના જીવન અંગે વિશેષ સામગ્રીનો અભાવ છે. માત્ર કેવલનગર, ઉદ્યાન અને દીક્ષા પર્યાયને સંકેત જ પ્રાપ્ત થાય છે. જાલિ મયાલિ વગેરે કુમાર જલિ, મયાલિ, પુરુષસેણ, ઉપજાતિ, વારિણ, દીર્ઘદન્તકુમાર, લષ્ટદંત, હલ્લ, બેડાયસ, અભય એ બધા કુમાર સમ્રાટ શ્રેણિકના પુત્રો હતા. તેઓ ભગવાન મહાવીરને ઉપદેશ શ્રવણુ કરી દીક્ષા લે છે તથા શ્રમણ બની ગુણરત્ન સંવત્સર વગેરે તપની આરાધના કરી અનુત્તર વિમાનમાં દેવ બને છે. એ પ્રમાણે દીર્ધસેન, મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ, દ્રમ, તુમસેન, મહાકૂમસેન, સિંહ, સિંહસેન, પુણ્યસેન એ રાજકુમારે પણ શ્રેણિક સમ્રાટના પુત્ર હતા. એમણે પ્રત્રજ્યા ગ્રહણ કરી વિવિધ તપની આરાધના કરીને અનુત્તર વિમાનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. આ આખ્યાન જે અત્રે આપવામાં આવ્યું છે તે કેવલ સંકેત માત્ર છે. પણ આ બધાં પાત્રો ઐતિહાસિક છે. ઐતિહાસિક હોવાથી તે ઘણાબધા ઈતિહાસથી અસ્પર્શયેલાં પાસાંઓ પર પ્રકાશ પાડવા સમર્થ છે. જૈન, બૌદ્ધ અને વૈદિક—એ ત્રણે પરંપરાઓએ શ્રેણિક અંગે વિસ્તારથી નિરૂપણ કર્યું છે. અમે યથાપ્રસંગે એના પર વિચાર કરીશું. પણ એ સ્પષ્ટ છે કે શ્રેણિકની છવીસ મહારાણીઓ અને અનેક પુત્ર તથા પૌત્રે ભગવાન મહાવીર પાસે પ્રવ્રયા ગ્રહણ કરી, સાધના વડે જીવનને પાવન કર્યું હતું. એનાથી એ સિદ્ધ થાય છે કે શ્રેણિક જૈન હતા, તેમજ ભગવાન મહાવીરના અનન્ય ભક્ત હતા. ધન્ય અણગાર ધન્યકુમાર કાકન્દીમાં રહેનાર ભદ્રા સાથે વાહીનો પુત્ર હતો. એની પાસે અપાર વૈભવ હતો. ભગવાનને ઉપદેશ શ્રવણ કરી વીર સૈનિકની જેમ તે સાધનાના પવિત્ર માર્ગ પર આગળ વધે છે. એમના તમય જીવનનું જે શબ્દચિત્ર અહીં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy