SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન મેઘકુમાર શ્રમણ મેઘકુમાર રાજા શ્રેણિકના પુત્ર હતા. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી તે દક્ષિત થયા. બધાથી નાના હેવાને કારણે એમને દ્વારની પાસે સ્થાન મળ્યું. શ્રમના આવવા-જવાને માગ હોવાથી જનારાઓના પગ મેધમુનિના શરીર સાથે અથડાતા હતા. પગની ધૂળથી એમનાં વસ્ત્ર ધૂળવાળાં થઈ ગયાં. એમને શાંતિથી ઊંઘ પણ આવી નહીં. એટલે એમની આંખ લાલ થઈ ગઈ અને શરીર શિથિલ થઈ ગયું. ભગવાન મહાવીરે એમને એમને પૂર્વભવ સંભળાવીને સાધનામાં સ્થિર કર્યા. તુલના-નંદની સાથે બૌદ્ધ સાહિત્યમાં પણ મેઘકુમારની માફક સઘદિક્ષિત નંદને ઉલેખ છે. તે પોતાની નવવિવાહિત પત્ની નંદાનું સ્મરણ કરી વિચલિત થઈ જાય છે. બુધે એને એક વાંદરી બતાવીને પૂછયું : “શું તારી પત્ની આનાથી પણ સુંદર છે ?' એણે કહ્યું: ‘તે તે ઘણી જ સુંદર છે. તે પછી બુધે તેને ત્રયન્નિશ સ્વર્ગની અપ્સરાઓ બતાવે છે અને પૂછે છે : “શું તારી જનપદકલ્યાણી નંદા આનાથી વધુ સુંદર છે ?” ત્યારે નંદ નિવેદન કરે છે : “ભગવાન, આ અપ્સરાઓની સમક્ષ તો તે કાંઈપણું નથી.' બુદ્ધ એને પ્રતિબંધ આપતાં કહે છે: “તે પછી તું કેમ એની પાછળ પાગલ બની ગયું છે ? તું ધર્મની સાધના કર. તને આનાથી પણ સુંદર અપ્સરાઓ પ્રાપ્ત થશે.’ નંદ પુનઃ શ્રમણ-ધર્મની આરાધના કરવા લાગે. પણ તેનું વિષય તરફનું લક્ષ દૂર થયું નહીં. સારિપુત્ર વગેરે એંસી મહાશ્રાવક(ભિક્ષુઓ)એ એને ઉપહાસ કરતાં કહ્યું: “આ તે અપ્સરાઓ માટે સાધના કરી રહ્યો છે. એ સાંભળી એને ખૂબ દુઃખ થયું અને તે સાધનામાં લાગી ગયે. મેઘકુમાર અને નંદુ બને સાધનાથી વિચલિત થયા. પણ ઘટનાક્રમમાં ઘેડો ફેર છે. શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને પૂર્વભવમાં ભોગવેલ દારુણ વેદનાનું સ્મરણ કરાવ્યું અને માનવજીવનની મહત્તા બતાવીને એને શમણુધર્મ માં સ્થિર કર્યો. ત્યારે તથાગત બુદ્ધ નંદને આગામી ભવોનાં કમનીય સુખ દર્શાવી એને સંયમમાં સ્થિર કર્યો. “સંગામાચર જાતકમાં એ પણ સ્પષ્ટ જોવા મળે છે કે નંદ મેઘકુમારની જેમ પૂર્વભવમાં હાથી હતો. મકાઈ અને કિમ મકાઈ અને કિંકમ બને રાજગૃહ નગરના ગાથાપતિ હતા, એમણે ભગવાન મહાવીરનું ત્યાગ–વૈરાગ્યયુક્ત પ્રવચન શ્રવણ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. ઉત્કૃષ્ટ સંયમ અને તપની આરાધના કરીને તેઓ વિપુલગિરિ પર્વત પર મુક્ત થયા. અર્જુન માલાકાર રાજગૃહમાં અર્જુન નામને મળી હતી. બંધુમતી એમની પત્ની હતી. પુષ્પારામ એને બગીચે હતે. આ ઉદ્યાનની સમીપમાં મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું. અજુનમાલીના પૂર્વજો આ વક્ષના ઉપાસક હતા, અર્જુનમાલી પણ બચપણથી જ એને ઉપાસક હતા. રાજગૃહમાં “લલિત' નામનું એક મિત્રમંડલ હતું, જે ઉશ્રુંખલ અને સ્વછંદ હતું. એમણે બંધુમતી સાથે અમાનવીય વ્યવહાર કર્યો. જેનાથી અજુન માલાકારને ખૂબ જ રોષ ચઢયો. પણ એને પહેલેથી જ બાંધીને ત્યાં એક બાજુ ગબડાવી રાખવામાં આવ્યો હતો. પોતાની પત્ની સાથે આવો બિભત્સ વ્યવહાર થતો જોઈને એનું લોહી ઊકળી આવ્યું. ના ધ્રુજવા લાગી. એણે મનમાં ને મનમાં રાજને પણ ધિકકાર આપ્યો અને પિતાના કુલદેવ મુદગરપાણિયક્ષ પર પણ ગુસ્સે આવ્યો કે “એની મૂર્તિ સમક્ષ પોતાની પત્નીના શીલને ભંગ કરવામાં આવી રહ્યો છે. તું દેવતા થઈને પણ ટગરટગર જોઈ રહ્યો છે?” દેવે પોતાના ભક્તના સંતપ્ત આત્માને જોયે. તત્કાલ યક્ષ અજુનમાલીના શરીરમાં પ્રવિષ્ટ છે. એનું અદ્ભુત પૌરષ જાગી ઊઠયું. તડાતડ અવાજની સાથે એનાં બધાં બંધન તૂટી ગયાં. યક્ષનું મુદ્દગર ઉઠાવીને એક જ પ્રકારમાં અર્જુન માલાકારે યે મિત્રો અને પોતાની પત્નીને મારી નાંખ્યાં, તોપણ એને ક્રોધ શાંત થયે નહીં. ક્રોધથી કાળઝાળ થયેલ તે દરરોજ મુદ્દગર લઈને બગીચા બહાર ફરતો અને રસ્તા પરથી પ્રસાર થતા વટેમાર્ગમાંથી દરરોજ છ પુરુષ અને એક સ્ત્રીને મારી નાખ્યા પછી જ તે મોંમાં અન્નજળ મૂકતે. નગરમાં ભયંકર આતંક છવાઈ ગયો. રાજાએ નગરનાં દ્વાર ૧. (ક) સુરનિપાત-અટ્ટકથા પૃ. ૨૭ર " (ખ) ધમ્મપદ–અકથા ખંડ, ૧, પૃ. ૯૬–૧૦૫ ૧, (ક) સંગામાચર જાતક, સંખ્યા ૧૦૨ (હિંદી અનુ.) ખંડ ૨, પૃ. ૨૪૮–૨૫૪ (ખ) ભગવાન મહાવીર : એક અનુશીલન (દેવેન્દ્રમુનિ) પૃ. ૪ર૦ થી રપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy