SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુણ : એક સમીક્ષાત્મક અધ્યયન પ્રસ્તુત કરવામાં આવ્યું છે, એને વાંચીને ભૌતિકવાદી તાર્કિક યુગમાં પણ વ્યક્તિનું મસ્તક શ્રદ્ધાથી નમી જાય છે. મજિઝમ નિકાયનાં મહાસિંહનાંદસુત્તમાં વર્ણન છે”: બુધે આવી ઉત્કૃષ્ટ તપની આરાધના કરી હતી. એમણે એમના સાધના– કાલમાં છ વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપની આરાધના કરી તે પણ આની સાથે સમાનતા ધરાવે છે. કવિ કાલિદાસે કુમારસંભવ મહાકાવ્યમાં પાવતીના તપનું રોમાંચકારી વર્ણન કર્યું છે. પણ ધન્યકુમારના તપની જેમ એમાં એનું સજીવ વર્ણન પ્રાપ્ત થતું નથી. ધન્યકુમારને તપનું વર્ણન વાંચીને વાચક મુગ્ધ થયા વિના રહેતા નથી. જૈન તપસાધનાની એ વિશિષ્ટતા છે કે એમાં બાહ્ય તપની સાથે સાથે આવ્યંતર તપને પણ મહત્વ આપવામાં આવ્યું છે. એમાં દેહદમનની સાથે ચિત્તવૃત્તિઓની શુદ્ધિ મુખ્યત્વે જોવા મળે છે. ધન્ય અણુગાર જેવા દઈ તપસ્વી હતા તેવા જ સ્થિર ધ્યાનયોગી પણ હતા. ધ્યાનની નિર્મલ સાધનાથી તપ એમને માટે તાપસ્વરૂપ ન હતું. શ્રમણ સાહિત્યમાં જ નહીં, સમગ્ર ભારતીય સાહિત્યમાં આ પ્રકારનું વર્ણન દુર્લભ છે. સૂનક્ષત્ર અણગાર સૂનક્ષત્ર અણગારને જન્મ કાઉન્ટી નગરીમાં થયો હતો. તે ભદ્રા સાથે વહીને પુત્ર હતું. સ્નેહના વાતાવરણમાં એમનું પાલનપોષણ થયું હતું. ભગવાન મહાવીરને ઉપદેશ શ્રવણ કરીને તેઓ શ્રમણ બન્યા અને ઉત્કૃષ્ણ તપની આરાધના કરી અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થયા. સુબાહુકમાર આદિ અન્ય મુનિ હસ્તશીર્ષનગરને સ્વામી અહીનશર્ટ હતા. સુબાહુકુમાર એને પુત્ર હતા. પાંચસો કન્યાઓ સાથે એનું પાણિગ્રહણ થયું. એમની સાથે તે પિતાનું જીવન પસાર કરતા હતા. એકવાર ત્યાં ભગવાન મહાવીરનું શુભ આગમન થયું. સુબાહુકુમારે શ્રાવક વ્રતને સ્વીકાર કર્યો. એમના દિવ્ય રૂપને નિહાળીને ગૌતમપ્રભુએ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો : “આ દિવ્ય, કાન અને પ્રિય રૂ૫ એને કેવી રીતે પ્રાપ્ત થયાં ? એણે પૂર્વજન્મમાં કેવું દાન કર્યું હતું ?' ભગવાને સુબાહુને પૂર્વભવ સંભળાવતાં કહ્યું : “હસ્તિનાપુર નગરમાં સુમુખ નામને ગાથાપતિ રહેતા હતા. સુદત્ત અણગાર કે જે એક માસથી ઉપવાસી હતા. એને અત્યંત ઉદાર ભાવનાથી સુમુખ ગાલાપતિએ આહારદાન આપ્યું. આ દિવ્ય દાનના ફલસ્વરૂપ એને આ મહાન ઋદ્ધિ તથા અદ્ભુત સૌન્દર્ય પ્રાપ્ત થયું છે. પ્રસ્તુત કથાનકમાં સુખપ્રાપ્તિનું પ્રધાનકારણુ સુપાત્ર દાન દર્શાવવામાં આવ્યું છે. દાનની અદ્દભુત શક્તિથી દિવ્ય ઋદ્ધિ અને સમૃદ્ધિ સહેજપણે ઉપલબ્ધ થાય છે. માનવ સમૃદ્ધિ તે ઈચ્છે છે. પણ દાનાદિ આપવામાં ખંચકાય છે. જેથી એને વિરાટ વૈભવની સંપ્રાપ્તિ થતી નથી. આ પ્રમાણે ભદ્રનંદી, સુજાતકુમાર, સુવાસવકુમાર, જિનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનંદીકુમાર, મહાચંદ્રકુમાર અને વરદત્તકુમાર એ બધા રાજકુમાર હતા. તે બધાએ ભગવાન મહાવીરના ઉપદેશામૃતનું શ્રવણ કરી દીક્ષા લીધી હતી. સુબાહુકુમાર વગેરે સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી દેવ બન્યા અને ત્યાંથી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કેટલાક એક ભવમાં અને કેટલાક રાજકુમાર પંદર ભવમાં મેક્ષ પ્રાપ્ત કરશે. પઘકુમાર શ્રમણ આદિ ચંપાનગરીમાં રાજ કણિકનું રાજ્ય હતું. એની રાણીનું નામ પદ્માવતી હતું. રાજા શ્રેણિકની એક રાણીનું નામ કાલી હતું. એને કાલ નામને પુત્ર હતા. કાલની રાણીનું નામ પદ્માવતી હતું. એને પદ્મકુમાર નામને પુત્ર થયું. એણે શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી, સાધના દ્વારા જીવનને તપાવ્યું અને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષમાં જશે. એ પ્રમાણે મહાપદ્મ ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન, પદ્મગુલમ, નલિનગુમ, આનંદ અને નંદન એ બધા શ્રેણિકના પત્રો હતા. એમણે પ્રભુ મહાવીર પાસે શ્રમણધર્મ ગ્રહણ કરી જીવનને પાવન બનાવ્યું. આ બધાના પિતા કાલ, સુકાલ, મહાકાલ, કંહ, સુકંહ, વીરકંહ, પિઉસેનકંહ, મહાસેનકંહ હતા. જે કષાયને વશીભૂત થઈને નરકમાં ગયા અને એમના પુત્રો સત્કર્મનું આચરણ કરી દેવક પ્રાપ્ત કરે છે. ઉત્થાન અને પતનનું દાયિત્વ માનવનાં સ્વયં કર્મો પર જ આધારિત છે. માનવ સાધનાથી ભગવાન પણ બની શકે છે અને વિરાધનાથી ભીખારી પણ બની શકે છે. ૧. બધિરાજકુમાર સૂન, દીર્ધનિકાય કમ્સપ સિંહનાદ સત્તા ૨, કુમારસંભવ, પાર્વતી પ્રકરણ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy