________________
तत्थ णं कासवे णामं थेरे ते समणोवासए एवं वयासी
संगियाए अज्जो ! देवा देवलोएसु उववज्जंति,
पुव्वतवेण पुव्वसंजमेणं कम्मियाए संगियाए अज्जो ! देवा देवलोएसु उववज्जंति ।
सच्चे णं एस अट्ठे, नो चेव णं आयभाववत्तव्वयाए ।
तए णं ते समणोवासया थेरेहिं भगवंतेहिं इमाई एयारूवाइं वागरणाई वागारिया समाणा हट्टतुट्ठा થેરે भगवंते वंदइ नमसइ वंदित्ता नमंसित्ता परिणाई पुच्छंति, पुच्छित्ता उट्ठाई उवादियंति उवादियत्ता उट्ठा उट्ठेति उट्ठत्ता थेरे भगवंते तिक्खुत्तो वंदंति णमंसंति वंदित्ता णमंसित्ता थेराणं भगवंताणं अंतियाओ पुवइयाओ चेइयाओ पडिनिक्खमंति पडिनिक्खमित्ता जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया ।
तणं तेरा अन्नया कयाइ तुंगियाओ पुप्फवइचेइयाओ पडिनिग्गच्छंति पडिनिग्गच्छित्ता बहिया जणवयविहारं विहरंति ।
ते काणं तेणं समएणं रायगिहे नामं नयरे होत्था -ખાવ- પરિયા વડિયા |
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी इंदभूई नामं अणगारे - जाव- संखित्तविउलतेयलेस्से छट्ठछट्टेणं अनिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं तवसा अप्पाणं ભાવેમાણે -ખાવ- વિદરફ ।
तसे भगवं गोयमे छट्ठक्खमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ, बीयाए पोरिसीए झाणं झियायइ, तइयाए पोरिसीए अतुरियमचवलमसंभंते मुहपोत्तियं पडिलेहेइ, पडिलेहित्ता भायणाइं वत्थाई पडिलेहेइ, पडिलेहित्ता भायणाइं पमज्जइ, पमज्जित्ता भायणाई उग्गाहेइ उग्गाहेत्ता, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ नमंसइ वंदित्ता नमंसित्ता एवं वयासी
-
Jain Education International
તેમાંથી કાશ્યપ નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું -
"આર્યો સંગિતા (રાગ-આસક્તિ)ના કારણે દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.”
આ પ્રમાણે હે આર્યો ! (વાસ્તવમાં) પૂર્વ તપથી, પૂર્વ સંયમથી, કર્મક્ષય ન હોવાથી તથા રાગ આસક્તિથી દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
આ વાત (અર્થ) સત્ય છે અને અમે પોતાના આત્મભાવ (પોતાનો અહંભાવ) બતાવવાની દૃષ્ટિથી નથી કહ્યું.
ત્યારબાદ તે શ્રમણોપાસક, સ્થવિર દ્વારા (પોતાના પ્રશ્નોના) કહેલા આ ઉત્તરોને સાંભળી ઘણા હર્ષિત અને સંતુષ્ટ થયા અને સ્થવિર ભગવંતોને વંદન નમસ્કાર કરે છે અને વંદન, નમસ્કાર કરીને અન્ય પ્રશ્ન પણ પૂછે છે. પ્રશ્ન પૂછયા પછી સ્થવિર ભગવંતો દ્વારા દીધેલા ઉત્તરોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે ત્યાંથી ઉઠે છે અને ઉઠીને ત્રણવાર વંદન નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને તે સ્થવિર ભગવંતોની પાસેથી અને પુષ્પવર્તિક ચૈત્યથી નીકળી જે દિશાથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા.
અહીં તે સ્થવિર ભગવંત પણ કોઈ એક દિવસે તુંગિકા નગરીનાતે પુષ્પવર્તિક ચૈત્યથી નીકળી અનેનિકળીને બહાર (અન્ય)જનપદોમાં વિચરણ ક૨વા લાગ્યા.
તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું. ત્યાં (શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, પરિષદ્ વંદના કરી) યાવત- (ધર્મોપદેશ સાંભળી) પરિષદ્ પાછી ફરી.
તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી(શિષ્ય)ઈન્દ્રભૂતિ નામક અનગાર હતા -યાવ- તે વિપુલ તેજોલેશ્યા ને પોતાના શરીરમાં સંક્ષિપ્ત કરી રાખતા હતા. તે નિરંતર છઠ્ઠછઠ્ઠની તપસ્યાથી તથા સંયમ અને તપથી પોતાની આત્માને ભાવિત કરતા -યાવત્- વિચરતા હતા. (ત્યારબાદ) તેના પછી છઠ્ઠના પારણાના દિવસે ભગવાન(ઈન્દ્રભૂતિ)ગૌતમસ્વામીએપ્રથમપ્રહરમાં સ્વાધ્યાય કરી, દ્વિતીય પ્રહર (પોરસી)માં ધ્યાન કર્યું, તૃતીય પ્રહરમાં માનસિક ચપલતાથી રહિત, આકુળતાથી રહિત થઈ મુખવસ્તિકાનું પ્રતિલેખન કર્યું, પ્રતિલેખન કરીને પાત્ર અને વસ્ત્રોનું પ્રતિલેખન કર્યું, પ્રતિલેખન કરીને તે પાત્રાનું પ્રમાર્જન કર્યું અને પાત્રોનું પ્રમાર્જન કરીને તે પાત્રોને લઈ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિરાજમાન હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું -
P-117
For Private & Personal Use Only
www.jainelibrary.org