SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની સુશિષ્યાએ કર્યું. છાપકામ પ્રારંભ થયું. ઘણા વર્ષો સુધી અટકી ગયું. કારણ કે પ્રાકૃત ભાષાનો છાપકામ અને પ્રૂફરીડર સારો ન મળ્યો. જેમને કામ આપ્યું તે પણ બહુજ ધીમી ગતિમાં. દિલીપભાઈ સ્કેન-ઓ-ગ્રાફિક્સ પ્રેસવાળાનો સંપર્ક થયો. માંગીલાલ શર્માના પ્રયત્નથી કાર્યને દ્રુતગતિ મળી. ન અમદાવાદથી ગુરૂદેવે આબુપર્વત ઓલીપર પધાર્યા ત્યાંથી સાંડેરાવમાં બાંકલીવાસ પો૨વાળ ભવનનું ઉદ્દઘાટન કરાવી સાદડી મારવાડ ચાતુર્માસ માટે પધાર્યા. ત્યાંજ સંજયમુનિ બિમાર પડવાથી ચાતુર્માસ પછી ઉદયપુર થઈને આબુપર્વત પધાર્યા. છેલ્લા સાડા ત્રણ વર્ષ આબુ-અંબાજીમાં રહ્યા. ગુરૂદેવનું સ્વાસ્થ્ય અનુયોગ (હિન્દી)નો કાર્ય પૂર્ણ થયા પછી અનુકૂલ ન રહ્યો. તેઓએ પોતાનો સંકલ્પ પૂર્ણ કરી લીધો. સન્ ૮૨માં તેઓ બિમાર પડ્યા હતા. થોડા સ્વસ્થ થઈ કામમાં જોડાયા. યથાશક્તિ કાર્ય કર્યો. એમના નિર્દેશનમાં ૧૮ વર્ષમાં હિન્દી ભાષાનો સંસ્કરણ પૂરો કરી આપ્યો. એ કાર્ય માટે જ પુનર્જન્મ મળ્યો હતો. પૂરો થતા જ સ્વાસ્થ્ય બગડી ગયો પણ છેલ્લે સુધી મને નિર્દેશ આપતા રહ્યા. કાર્યને વેગ મળ્યો. ચરણાનુયોગ ગુજરાતી ભાષાંતરના બન્ને ભાગ છપાયા. પહેલા ભાગનો વિમોચન ટ્રસ્ટના અધ્યક્ષ નવનીતભાઈએ કર્યો અને બીજો ભાગ અર્પણ ક૨વાનો લાભ ગુરૂદેવની દીક્ષા તિથિના દિવસે માંગીલાલને મળ્યો. ગણિતાનુયોગનો ભાષાંતર કરવા માટે ડૉ. કનુભાઈ શેઠને આપ્યો હતો. ફરી-ફરી સંશોધન થવાના કારણે એ પણ ઘણા વર્ષો સુધી અટકી ગયો. હિન્દીના બીજા સંસ્કરણમાં પણ પાઠો છૂટવાના કારણે સંપાદન માટે પં.દેવકુમારજીને આપ્યો. ફરી ગુજરાતી અનુવાદ થયો. સંશોધન થયા પછી પ્રેસમાં છાપવા આપ્યો. ૧૦ ડિસેમ્બર-૨૦૦૦ની સાલએ ગ્રન્થ તૈયાર થઈને આવ્યો. ગોંડલ સંપ્રદાયના વાણીભૂષણશ્રી ગિરીશમુનિજીએ આબુપર્વત પધાર્યા. એમની દીક્ષા જયંતિ અને વિમોચન સમારોહ યોજ્યો. મહાવીર કેન્દ્રના સુધર્મા હોલમાં ગણિતાનુયોગનું વિમોચન કરી નવનીતભાઈ, બચુભાઈ, જયંતિભાઈ સંઘવીએ ગુરૂદેવને અર્પણ કર્યો. ગુરૂદેવ ઘણા જ ખુશ થયા. તેઓ ત્યાં કાર્યક્રમમાં લગભગ બે કલાક બેસી રહ્યા. ગ્રન્થને જોતા રહ્યા. ડૉ. દિવ્યપ્રભાજીએ તેમના ભાષણમાં જ્યારે કાર્ય પૂર્ણ કરાવવાનો સંકલ્પ કર્યો ત્યારે ઘણા જ ખુશ થયાં.' એ એમનો છેલ્લો કાર્યક્રમ હતો. ૧૭ ડિસેમ્બર બપોરે ૧૨-૩૦ કલાકે સાધુવંદના વગેરે સાંભળતા અને છેલ્લે 'સિદ્ધે શરણં બોલતાં' 'ત્યારે તેમની વધારે તબીયત બગડી ગઈ. ડૉ. મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી વગેરેની હાજરીમાં જ્યારે તેમને સંથારાના પચ્છખાણ આપવા લાગ્યો અને એમનો હાથ પકડી પૂછ્યો ત્યારે તેઓ આશીર્વાદરૂપે જોરથી હાથ પકડયો અને હુંકારો આપ્યો. પોણાત્રણ વાગ્યા સંથારો પછખાવ્યો. સાંજે તેમને દ૨૨ોજની જેમ ઠંડી હોવાના કારણે જ્ઞાન ભંડારના ઓરડામાં સુવડાવ્યા. રાત્રે ત્રણ વાગ્યા મારે સ્વાધ્યાય સંભળાવવાનો વારો આવ્યો. સાડા ત્રણે તેઓએ મારી તરફ જોયો ત્યાં ઓરડામાં બધી બાજુ આગમના ચોપડાના અલમારા જોતા-જોતા વિલીન થઈ ગયા. એમ છેલ્લે સુધી આગમના ઉંડાણમાં જ રહ્યા. ૧૯ ડિસેમ્બર બપોરે ત્રણ વાગે હજારોની જનમેદની વચ્ચે પ્રતાપજી કપૂરજી સાંડેરાવના પરિવારના હસ્તે 'કમલ' કનૈયા વિહારમાં અગ્નિ સંસ્કાર થયો. મારા ઉ૫૨ વધારે જવાબદારી આવી. હિમ્મતથી અનુયોગના કાર્યમાં આગળ વધ્યો. વિહારનો ક્રમ ચાલુ થઈ ગયો. ઉત્તર ગુજરાતમાં વીજાપુર સુધી જઈને ફરી આબૂ આવ્યા. ડૉ. મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી પાસે લક્ષિત સાધનાની દીક્ષા થઈ. પછી ઉદયપુર-દિલ્હીનો ઉગ્રવિહાર કરી અલવર ચાતુર્માસ કર્યો. હરમાડામાં ગુરૂદેવની પ્રથમ પુણ્યતિથિ કરી. પછી સમદડીમાં મહાસતીજી દર્શનપ્રભાજી પાસે બે દીક્ષા આપી, ગણિતાનુયોગનો સારાંશ લખવાની ભાવના જાગી. તે તૈયાર કર્યો. ગણિતાનુયોગનો બીજો ભાગ છપાયો. અમદાવાદમાં મહામંત્રી શ્રી સૌભાગ્યમુનિજી 'કુમુદ' સાથે ચૌમાસાનો પ્રવેશ કર્યો. તે સમયે જ આનો બચુભાઈ બલદેવભાઈના હસ્તે વિમોચન થયું. વ્યાખ્યાન, ગૌચરી વગેરેથી લગભગ મુક્ત થઈ દ્રવ્યાનુયોગના કાર્યમાં લાગી ગયો. દિવાળી સુધી પહેલો ભાગ થઈ ગયો. તેનું વિમોચન કૃષ્ણકાંતભાઈ પટેલ મુંબઈવાળાએ કર્યું. 22222 234 R Jain Education International 49 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy