SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક વર્ષોથી સેવારત કુરડાયા નિવાસી શ્રી શિવજીરામજીના સુપુત્ર શ્રી માંગીલાલજી શર્મા પણ આ કાર્યમાં જોડાયા. તેમણે ખૂબ શ્રમ કર્યો. આખરે અંતિમ મુકામ પર પહોંચી ગયા. જે પ્રિય ક્ષેત્રમાં પૂજ્ય ગુરૂદેવશ્રી ફતેહચંદજી મ.સા. ૭ વર્ષ ઠાણાપતિ વિરાજ્યા હતા અને ૫૦ વર્ષ પૂર્વે જ્યાં આ અનુયોગનું કાર્ય પ્રારંભ થયેલું ત્યાં જ એ પૂર્ણ થયું. જોધપુર જે. કે. કોમ્પ્યુટરમાં દ્રવ્યાનુયોગ છાપવા આપ્યું. પ૦૦ પાના તૈયાર થયા, પ્રુફ જોયું પરંતુ બરાબર સેટ ન થયું. આખરે કાર્ય રદ કરવું પડયું. ફરીથી શ્રી ચંદજી સુરાનાને આગ્રાથી બોલાવ્યા. તેમની દેખભાળમાં દ્રવ્યાનુયોગનું છાપવાનું કામ શરૂ થયું. હરમાડાથી વિહાર કરી આબુ પર્વત પહોંચ્યા. હવે પ્રુફ રીડીંગનું કામ ચાલુ થયું. શ્રી સુરાનાજી ત્રણ વાર પ્રુફ જોતાં પછી શ્રી માંગીલાલજી જોતા, ફરી હું (વિનયમુનિ) તથા પૂજ્ય ગુરૂદેવ જોતા. આ પ્રકારે ગ્રંથનું છાપવાનું કામ આગળ વધતું ગયું. ભા.-૧ તૈયાર થયો. જેનો શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ અમદાવાદવાળાએ વિમોચન કર્યું. સાંડેરાવ ચોમાસું થયું. પછી સાદડી, નારલાઈ, સોજત વિગેરેમાં પ્રૂફરીડીંગ પરિશિષ્ટ વિગેરે કાર્ય ચાલતું રહ્યું. સોજતમાં પૂજ્યશ્રી મરૂધરકેસરીજી મ.ની પુણ્યતિથિ પર પ્રવર્તક શ્રી રૂપચંદજી મ.નાં સાનિધ્યમાં દ્રવ્યાનુયોગના દ્વિતીય ભાગનું શ્રી નેમીચંદજી સંધવી કુશાળપુરાવાળાએ વિમોચન કર્યું. બધા અધ્યયનનું આમુખ ડૉ. ધર્મચંદજીએ લખ્યું. સોજતથી વિહાર કરી આબુપર્વત ઓલીતપ કરાવવા પધાર્યા. પરિશિષ્ટ, વિષયસૂચિ વિગેરેનું કામ ચાલ્યું. ત્રીજા ભાગને સંપન્ન કરવામાં લાગ્યા. અંબાજીમાં ચાતુર્માસ થયું. ચાતુર્માસમાં ઓમપ્રકાશ શર્માએ સ્થાનાંગ સૂત્રના મૂળપાઠની પ્રેસકોપી કરી. નિરયાવલિકાદિનું પં.રૂપેન્દ્રકુમારજીએ સંપાદન કર્યું. શ્રી બલદેવભાઈ, શ્રી નવનીતભાઈનો અતિઆગ્રહ થવાથી અમદાવાદ તરફ વિહાર થયો. ૧ જાન્યુઆરી ૧૯૯૬ના દિવસે શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈની અધ્યક્ષતામાં 'અનુયોગ લોકાર્પણ સમારંભ' થયો. જેમાં અમદાવાદમાં વિરાજીત ઘણા મુનિરાજ, મહાસતીજી પધાર્યા. શ્રી દીપચંદભાઈ ગાર્ડી વિગેરે અનેક વિશિષ્ટ વ્યક્તિ આવ્યા. ગુજરાતી પ્રકાશનનો નિર્ણય થયો. ટ્રસ્ટને લગભગ ૨૦ લાખનું યોગદાન મળ્યું. આ પ્રકારે ૫૦ વર્ષોના પ્રબલ પુરુષાર્થથી અને બધાના મહત્વપૂર્ણ યોગદાનથી ગુરૂદેવની ઈચ્છા પૂર્ણ થઈ. અનુયોગના હિન્દી સંસ્કરણનું કાર્ય પૂર્ણ થયું. આ અનુયોગના કાર્યને સંપૂર્ણ કરવા માટે પૂજ્ય ગુરૂદેવે દ્વિદલનો ત્યાગ કર્યો તેમજ તેની બનેલી વસ્તુઓ મિઠાઈ, નમકીનનો ૩૦ વર્ષની યુવાવસ્થામાં ત્યાગ કર્યો, એક જ ટાઈમ અન્ન લેવું, વચમાં ઘણા વખત એક રોટલી પર રહ્યા અને છેલ્લા ૧૮ વર્ષ અન્ન-પાણીનો પણ ત્યાગ કર્યો. એકમાત્ર ગાયનું દૂધ અને ફ્રુટ પર રહ્યા, કેટલી ઊંચી સાધનાથી આ ગ્રંથ તૈયાર થયો તેમજ ડૉ. મહાસતી મુક્તિપ્રભાજી વગેરે સાધ્વીઓએ કાર્ય ચાલ્યો ત્યાં સુધી આયંબિલ એકાસણા કરાવ્યા. કાર્યના પ્રારંભમાં જ આચારાંગ મૂળ કંઠસ્થ કરાવ્યો તેઓએ પણ વિગત્યાગ વગેરે ઘણા પછખાણો કરી આ કાર્યને પૂર્ણ કરવામાં મદદરૂપ થયા. હું પણ યથાશક્તિ પચ્છખાણ કરીને સારો શ્રમ કરીને પૂર્ણ કરવામાં સમર્થ થયો છું. અનુયોગના ગુજરાતી ભાષાંતરનું કાર્ય પ્રારંભ થયું. ધર્મકથાનુયોગ મૂળમાત્ર જે પ્રારંભમાં છપાયો હતો એ જ રાખ્યો એની વિશદ પ્રસ્તાવના ડૉ. જગદીશચંદ્ર જૈન એ અંગ્રેજીમાં લખી. ધર્મકથાનુયોગના બન્ને ભાગનું ગુજરાતી ભાષાંતર ગુજરાત યુનિવર્સિટી પ્રાકૃત વિભાગના પ્રોફેસર આર.એમ.શાહ, અમદાવાદવાળા કર્યો. બન્ને ભાગ છપાણા. પહેલા ભાગનું વિમોચન પ્રાકૃતના ઉચ્ચસ્તરીય વિદ્વાન્ ડૉ. હરીવલ્લભ ભાયાણીએ દ્વારા અને બીજા ભાગનું કે. એમ. ગાંધી મુંબઈવાળા દ્વારા થયેલ. ચરણાનુયોગનું ગુજરાતી ભાષાંતર ડૉ. મુક્તિપ્રભાજી અને EK 2222222Q Jain Education International 48 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy