________________
દાખલ કર્યા. ત્રણ નાના-નાના ઓપરેશન થયા પણ સફળતા ન મળી. ડૉ. કોલાબાવાળાએ બતાવ્યું કે સ્ટિકચર બનવાથી સ્થિતિ ગંભીર છે. ઓપરેશન બહુ મોટું છતાં પ્રયત્ન કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવે સાગારી સંથારો કરી લીધો. તે સમયે પૂજ્ય ગુરૂદેવે પોતાના હૃદયની ત્રણ વાત વિશેષરૂપથી મને રજુ કરી -
(૧) અનુયોગનું પ્રકાશન થવું. (૨) આગમોનું શુદ્ધ આધુનિક ઢંગથી ગુટકા સાઈઝમાં પ્રકાશન થવું. (૩) વૃદ્ધ સાધુ-સાધ્વીનું સેવા કેન્દ્ર થવું. આ ત્રણ ઈચ્છા બતાવી તે દિવસથી મારું (વિનયમુનિ) આ બાજુ લક્ષ્ય કેન્દ્રિત થયું. ૭ કલાક ઓપરેશનમાં લાગ્યા, ત્રણ દિવસમાં હોશમાં આવ્યા, ૪ મહિના હોસ્પિટલમાં રહ્યા, શ્રી મુક્તિપ્રભાજી મ.સા.ની વૈરાગિન 'ઉજુ'એ ખૂબ જ સેવાનો લાભ લીધો. તેમજ કાંતિભાઈ વેકરીવાળાની સેવા અનોખી રહી.
સ્વાસ્થ્ય થોડું સ્વસ્થ થયા પછી ડોકટરની સલાહથી વિશ્રામ માટે દેવલાલી પધાર્યા. ચોમાસું થયું. ત્યાંની હવા અનુકૂળ રહી ત્યાં જ "વર્ધમાન મહાવીર સેવા કેન્દ્ર”ની સ્થાપના થઈ. ત્યાં અનેક સાધુ-સાધ્વીની સેવા હાલ પણ થઈ રહી છે. તેમની પ્રેરણા અને આશીર્વાદથી તે કેન્દ્રએ ઘણું જ વિશાળરૂપ લીધું છે. ત્યાં એક મોટી હોસ્પિટલ પણ બનેલ છે. ટ્રસ્ટી અંબુભાઈ અને વ્યવસ્થાપક હંસમુખભાઈ વગેરેની સેવા પ્રશંસનીય છે. પૂજ્ય ગુરૂદેવનાં સ્વાસ્થ્યની અસ્વસ્થતામાં મહાસતીજી મુક્તિપ્રભાજીએ પોતાની શિષ્યાઓ સાથે ખૂબ સેવા કરી. સેવા કેન્દ્રના ઉદ્ઘાટન સમયે ધર્મકથાનુયોગ મૂળનું વિમોચન શ્રી તારાચંદજી પ્રતાપજી સાંડેરાવવાળાનાં વરહસ્તે થયું.
ઉદ્ઘાટન પછી વિહાર કરી અમદાવાદ થઈ સોજતરોડ પૂજ્ય પ્રવર્તક શ્રી મરૂધરકેસરીજી મ.સા., સ્વામીજીશ્રી વ્રજલાલજી મ.સા. તથા યુવાચાર્ય મધુકરજી મ.સા.નાં અંતિમ દર્શન કરી આબુ પર્વત પધાર્યા. આયંબિલ ઓળી કરાવી. ત્યાં જ દીક્ષા અર્ધ-શતાબ્દી સમારોહ થયો. ધર્મકથાનુયોગ સાનુવાદ ભા.-૧નો શ્રી મેઘરાજજી મિશ્રીમલજી સાકરિયા સાંડેરાવવાળાએ વિમોચન કર્યું. ચોમાસું આબુમાં જ થયું. થોડું-થોડું લેખનકાર્ય ચાલતું હતું. ખંભાત સંપ્રદાયનાં પં.શ્રી મહેન્દ્રૠષિજી મ.સા. એ પણ કામમાં જોડાયા. મહારાષ્ટ્રથી વિહાર કરી મહાસતીશ્રી મુક્તિપ્રભાજી ઠાણા-૧૧ આબુ પર્વત પધાર્યા. તેવો દિલ્હી તરફ પધારી રહ્યા હતા. ત્યારે પૂજ્ય ગુરૂદેવે ફરમાવ્યું કે "અનુયોગનું કામ વ્યવસ્થિત કરાવી આગળ વધો.” તેમણે ગુરૂદેવનાં વચનોને આત્મસાત્ કરી ચરણાનુયોગની ફાઈલો લઈને પાલી ચાતુર્માસ કર્યું અને પૂજ્યશ્રીનું સાંડેરાવ ચાતુર્માસ થયું. પછી સાદડી મારવાડમાં પૂજ્યશ્રી અને મહાસતીજી એક મહિનો રોકાયા. ચરણાનુયોગનું વર્ગીકરણનું કાર્ય પૂર્ણરૂપથી જોયું પણ સંતોષપ્રદ ન લાગ્યો. બધા ચરણાનુયોગના કામમાં સંલગ્ન થઈ ગયા. પછી સોજત સીટી થઈ બધા આબુ પર્વત આવ્યા. ધર્મકથાનુંયોગ સાનુવાદના બીજા ભાગનું લાલા હરીશજી જૈન ખાર મુંબઈવાળાએ વિમોચન કર્યું.
પૂજ્ય ગુરૂદેવ, મહાસતીશ્રી મુક્તિપ્રભાજી, શ્રી દિવ્યપ્રભાજી ચરણાનુયોગનાં મૂળપાઠનું સંશોધન કરતા હતા. શ્રી અનુપમાજી અને શ્રી ભવ્યસાધનાજી સુંદર અક્ષરોમાં લખતા, શ્રી રાજેશજી ભંડારી અને શ્રી રાજેન્દ્ર મહેતા ટાઈપ કરતા, શ્રી વિરતિ સાધનાજીએ પાઠ મેળવતા તેમજ સ્ફૂર્તિ હોવાના કારણે તીવ્ર ગતિથી લખતા, મને (શ્રી વિનયમુની)ને કામમાં લગાવવા માટે શ્રી દિવ્યપ્રભાજી, અનુપમાજીએ વિશેષ પ્રેરણા આપી. હું ટાઈપ કરેલાનું નિરીક્ષણ તથા પાઠ મેળવવો વિગેરે કાર્ય કરતો. વિષયોને કોપીમાં લખતો, કયો વિષય કયા અનુયોગનો છે તેનું વિવરણ તૈયાર કરતો, કાર્યમાં બધા સંકળાયેલા હોવાથી કાર્યે તીવ્ર ગતિ પકડી.
ધાનેરા બધાનું ચાતુર્માસ નક્કી થયું. ગામની બહાર વલાણી બાગમાં લખાણના કામમાં લાગ્યા. શ્રી દર્શનપ્રભાજી વિગેરે વ્યાખ્યાન આદિ કાર્ય સંભાળતા રહ્યા. આગ્રાથી ગણિતાનુયોગનું પુનઃમુદ્રણ થઈને આવ્યું. ત્યાંથી બધા અંબાજી પહોંચ્યાં. ફરી કામમાં લાગ્યા. ત્યાં આદિનાથ ભવન માટે જમીન લીધી અને ગુરૂદેવની પ્રેરણાથી મોટી ધર્મશાળા વગેરે પણ થયા. ત્યાં જ શ્રી તિલોકમુનિનું પદાર્પણ થયું. એમનો છેદ સૂત્રોનો અનુભવ સારો થવાથી ચરણાનુયોગમાં માર્ગદર્શન મળ્યું. પછી બિયાવર આગમ સમિતિ માટે છેદસૂત્રોનું સંપાદન કાર્ય
ZY2_222222
ર
Jain Education International
46
For Private & Personal Use Only
www.jainelibrary.org