SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Sત્રી 250. 0 0 ગ્ર વર્ષ પછી અમદાવાદમાં આ ટ્રસ્ટની સ્થાપના થઈ. પછી સર્વપ્રથમ ધર્મકથાનુયોગના હિન્દી ભાષાંતર માટે જે છે, .દેવકુમારજીને આપવામાં આવ્યું. આ ટ્રસ્ટની સ્થાપના પછી રાજસ્થાન તરફ વિહાર યાત્રા પ્રારંભ થઈ. ઉદેપુર, પાલી થઈને આબુ માઉન્ટ મહાવીર ઉદ્ઘાટન પર પધાર્યા. ચૈત્ર મહિનાની આયંબિલની ઓળી ત્યાં કરાવી. ફરી અમદાવાદમાં રાજસ્થાની છે ક ઉપાશ્રયમાં ચોમાસુ થયું. ચોમાસા પછી વિહારયાત્રા મુંબઈ તરફની પ્રારંભ થઈ. મુંબઈ સાયનમાં દરિયાપુર સંપ્રદાયનાં : શ્રી શાંતિલાલજી મ.સા. અને આગમ અભ્યાસી આત્માર્થી શ્રી વિરેન્દ્રમુનિજી. ગોંડલ સંપ્રદાયનાં પૂજ્ય છે? શ્રી જસરાજજી મ.સા., બોટાદ સંપ્રદાયનાં શ્રી નવિનચન્દ્રજી મ.સા. આદિ સંતોનું મિલન થયું અને બોટાદ સંપ્રદાયનાં શ્રી અમીચંદજી મ.સા.એ અનુયોગનાં માટે વિશેષ પ્રેરણા આપી, 2 પૂજ્ય ગુરૂદેવની વિચારધારા સંપ્રદાયવાદી ન હોઈ સમન્વય પ્રધાન રહી છે, તે દકિોણથી શ્વેતામ્બર હ પરંપરાના ૪૫ આગમોના આધાર લઈ કાર્ય કરી રહ્યા હતા પરંતુ કેટલાક સંકુચિત વિચારવાળા શ્રાવકોએ વિશેષ - ૨ દબાણ કર્યું અને ૩૨ આગમ પ્રમાણે જ અનુયોગનો કામ કરવાનો નિર્ણય થયો. મહાસતીજી શ્રી મુક્તિપ્રભાજી, દિવ્યપ્રભાજીનો સર્વપ્રથમ પરિચય ઘાટકોપરમાં થયો અને અનુયોગના જ જે કાર્યથી પ્રભાવિત થઈ તેમણે આ કાર્યમાં સહયોગ આપવાનું શરૂ કર્યું. ખાર ચાતુર્માસમાં અનુયોગ ટ્રસ્ટનાં કાર્યકર્તા પહોંચ્યા, શ્રી લાલા શાદીલાલજી જૈનનાં નેતૃત્વમાં મીટીંગ થઈ અને નિર્ણય થયો કે એક જ કાગળ પર બે કોલમ રહે જેમાં એક બાજુ મૂળ તથા એક બાજુ હિન્દી અનુવાદ અપાય તો જ આ ગ્રંથો ઉપયોગી થાય”, તે પ્રમાણે એક પાનાના બે કોલમમાં મૂળ-અનુવાદ વ્યવસ્થિત કરવામાં છે. આવ્યા. અનુવાદ પણ સારી રીતે સમજાય તેવો હોવો, મૂળના અનુસારે જ શબ્દાનુલક્ષી થવો એટલા માટે પાઠોને આ વિસ્તૃતથી સંક્ષિપ્ત કરવો અને સંક્ષિપ્ત પાઠને વિસ્તૃત કરવો, સમાન પાઠ એક જ વાર આપવો. બીજીવારનો પાઠ ટિપ્પણમાં ઉલ્લેખ કરવો. એવી રૂપરેખાથી મૂળ-અનુવાદ તૈયાર કરવામાં જોડાયા. પ્રાકૃત પાઠના સામે જ અનુવાદ આવવાથી શબ્દના અર્થનો બોધ પણ વાંચવાવાળાને થઈ જાય છે. આગ્રાથી શ્રીચંદજી સુરાણાને બોલાવ્યા અને તેમને ધર્મકથાનુયોગ ફરી છાપવા આપ્યો. જે મૂળ માત્ર પહેલાં આ છપાયું છે તે ગુજરાતી સંસ્કરણ સાથે આપવાનું નક્કી થયું. $ ચાતુર્માસ પછી કાંદાવાડીમાં મુક્તિપ્રભાજી પાસે ઉત્તમ સાધનાજીને દિક્ષા આપી. પછી ગુરૂદેવનાં પ્રોસ્ટેટનાં બે ઓપરેશન શિવાજી પાર્કમાં થયા. ત્યાંથી સ્વાથ્ય લાભ અને અનુયોગના લખાણના કામ માટે લોનાવલા ગયા. છે ત્યાં બે મહિના રોકાઈ ફરી મુંબઈ આવ્યા. સ્વાથ્યના કારણે વાલકેશ્વર મુંબઈ ચોમાસું થયું. મહાસતી * શ્રી મુક્તિપ્રભાજીનું ચોમાસું પણ ત્યાં હતું ધર્મકથાનુયોગ ભા.-૧ સાનુવાદનું બાકી કાર્ય કરવામાં આવ્યું. 2 ચોમાસા પછી શ્રી મુક્તિપ્રભાજી મ.સા. પાસે અપૂર્વસાધનાજીને દિક્ષા આપી હૈદ્રાબાદ ચાતુર્માસ માટે ) વિહાર થયો. ત્યાં ગણિતાનુયોગનું ફરીથી સંપાદનનું કાર્ય શરૂ થયું. વાંચકોને જણાવવાનું કે તેનું પહેલા સંસ્કરણ કે હું નીકળ્યું હતું પણ તરત જ તેની પ્રતિઓ સમાપ્ત થઈ ગઈ. ટ્રસ્ટે ફરી છાપવાનો નિર્ણય લીધો. સંશોધન થવા લાગ્યું. ઘણો પરિશ્રમ થયો લગભગ ૩૦૦ પાના વધ્યા. છતાં કેટલાક પાઠ ધ્યાનમાં આવ્યા જે દ્રવ્યાનુયોગના હિન્દીનાં ત્રીજા ભાગના પરિશિષ્ટમાં આપ્યા. તે પાઠો ગણિતાનુયોગના ગુજરાતી સંસ્કરણમાં યથાસ્થળ આપવામાં * આવ્યા છે. ન હૈદ્રાબાદમાં પણ સ્વાથ્ય બગડ્યું. બે ઓપરેશન થયા. સ્થિતિ ગંભીર હોવાથી મુંબઈ લાવ્યા. જૈન ક્લીનીકમાં SallAAAAAAAAAAAAABAC .00 _ _____ %ઉUS HealAAAAAAAALAAR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy