SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ PPY 5* * * * მე 5 * * * * * * * * * * * * * *saga ૨૭-૨૮ વર્ષની ઉંમરે આપે શ્રમણ” માસિકમાં એક જર્મન વિદ્વાનનો લેખ વાંચ્યો તેમાં લખ્યું હતું કે – જૈન આગમોમાં આત્મજ્ઞાનની સાથે અણુવિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન આદિ વિષયની ઘણી જ સામગ્રી સંગ્રહિત ( છે. પરંતુ આજ દિન સુધી તેનું એવું સંસ્કરણ થયું નથી કે જે વાંચીને તે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે.” આ છે કે લેખ વાંચી પૂજ્ય ગુરૂદેવને આગમોને આધુનિક રીતે સરળ શૈલીમાં સંપાદન કરવાનો સંકલ્પ જાગ્યો. છે આગમોના શુદ્ધ સંસ્કરણ કરવાનો તેઓએ પ્રયત્ન શરૂ કર્યો. આપશ્રીની ઉત્કૃષ્ટ ભાવના હતી કે "આત્મ શું જીજ્ઞાસુ સાધક આગમોનું અધિકાધિક સ્વાધ્યાય કરે તેમજ પ્રાકૃત ભાષામાં જ અર્થ સમજવા સક્ષમ બને.” તેથી છે જ પૂજ્ય ગુરૂદેવે આગમોના મૂળપાઠોનો હિન્દી શીર્ષકો સાથે જ સંસ્કરણ તૈયાર કર્યું. પાઠોને વ્યવસ્થિત કરવા, સહજરૂપથી ફે સમજી શકાય તે રીતે સરળ બનાવવા, પદચ્છેદ કરવા, નાના-નાના પદચ્છેદ (ફકરા) બનાવી કાર્યનો પ્રારંભ કર્યો છે હ સર્વપ્રથમ "મૂળસુત્તાણિ”નું સંપાદન કર્યું. જે વર્ધમાન વાણી પ્રચારક કાર્યાલય લાડપુરાથી પ્રકાશિત થયું. $ છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થયું. આ કાર્યને જોઈ પ.પૂ.શ્રી ફુલચંદજી મ.સા. “પુષ્કભિખુપ્રભાવિત થઈ આ શૈલીને સમજીને મુંબઈ નિર્ણય સાગર પ્રેસમાં સત્તાગમે” બે ભાગમાં છપાવ્યું. પરંતુ તેમણે અનેક જગાએ પોતાની માન્યતાનુસાર પાઠોમાં પરિવર્તન કર્યું અને પદચ્છેદ વિગેરે આપ્યા નહિં જે પાઠકો માટે વિશેષ લાભદાયક હ સાબિત નહીં થયો. ૩૦ વર્ષની ઉંમરે આપના અંતઃકરણમાં આગમોને અનુયોગ શૈલીમાં વર્ગીકૃત કરી શોધાર્થી ઓ તેમજ 8 જીજ્ઞાસુઓ માટે સરળ બનાવવાની ઉત્કૃષ્ટ ભાવના જાગૃત થઈ. આ કાર્ય બહુ જ શ્રમ સાધ્ય, વ્યય સાધ્ય તેમજ - ? સમૂહ સાધ્ય છે. તે જાણવા છતાં તેમાં સંલગ્ન થઈ ગયા. આપશ્રીમાં અધ્યવસાયની દૃઢતા, આગમો પ્રતિ અનન્ય છે. શ્રદ્ધા અને લોક ઉપકારની ભાવના પ્રબળ હોવાના કારણે એકલા જ આ લક્ષ્ય પ્રતિ સમર્પિત થવા તૈયાર થયા. અનુયોગ વર્ગીકરણનો વિશેષ લાભ એ છે કે “આગમોનો કયો વિષય ક્યા વિષય સાથે સંબંધિત છે તે રૂપરેખા સ્પષ્ટરૂપથી સામે આવે છે. આ જૈન આગમોનું કોમ્યુટર છે.” આજ દિન સુધી આચાર્ય તેમજ વિદ્વાનોનું 3 આ તરફ અલ્પ પ્રમાણમાં ધ્યાન હતું. જો કે પરિશ્રમ સરળ ન હતો. છતાં પૂજ્ય ગુરૂદેવે દઢ સંકલ્પ કર્યો. - રાજસ્થાનની પવિત્ર ભૂમિ હરમાડા ક્ષેત્રના આંગણે પુષ્પ નક્ષત્રના પવિત્ર દિવસે વિ.સ. ૨૦૦૫માં આગમોના વિષયોને સર્વપ્રથમ રેલ્વેની ટિકીટો પર લખ્યા પછી કાગળની કાપલીઓમાં સ્થળ સહિત વિષયોનું સંકલન કર્યું. ત્યારબાદ ઊંડાણથી એક-એક વિષયને પરિશ્રમપૂર્વક શોધ કરી. ત્યારબાદ વિચાર કર્યો કે યોગ્ય શ્રતધર પાસે છે તેનો પરામર્શ કરાવવો જોઈએ. સંવત્ ૨૦૧૨ જયપુરનાં ચાતુર્માસ દરમ્યાન ઉપાધ્યાય કવિ પૂ. શ્રી અમરચંદજી મ.સા.ને મળી વાત ર કરી. પરંતુ કવિશ્રીની તબિયત બરોબર ન હોવાથી યોગ્ય માર્ગદર્શન મળ્યું નહીં. ત્યાં જ ધાનેરા નિવાસી જયપુરના વેપારી રમણીકભાઈ મોહનલાલ શાહ એમના કાર્યથી પ્રભાવિત થઈ તેમણે યથાશક્તિ યોગદાન આપ્યું. ચાતુર્માસ બાદ હરમાડામાં પૂ.શ્રી ચાંદમલજી મ.સા.ની દિક્ષા થઈ. પંડિત શ્રી મિશ્રી લાલજી મ.સા. મુમુક્ષુ”ને સેવામાં રાખી પૂજ્ય ગુરૂદેવના આશીર્વાદ લઈ આપ ફરીથી કવિશ્રીની સેવામાં અનુયોગ સંપાદન માટે માર્ગદર્શન મેળવવા આગ્રા પધાર્યા. 'નિશીથ ભાષ્ય” જે મહત્વપૂર્ણ ગ્રંથ છે. તેની હસ્તલિખીત પ્રત બે જ મળતી હતી તે પણ ખૂબ જ જીર્ણ તેમજ અશુદ્ધ તેથી વાંચવામાં કષ્ટ પડતું હતું. તેના સંપાદનનું કવિશ્રીના મનમાં વિચાર આવ્યું. તેઓએ ગુરૂદેવને ચર્ચા કરી પૂજ્ય ગુરૂદેવે કવિશ્રીના નિર્દેશનમાં તેના સંપાદનનું કાર્ય તેમજ પૂફરીડીંગ આદિ કાર્ય ૧૪ મહિનાના છે * અલ્પ સમયમાં પૂર્ણ કર્યું. સંવત્ ૨૦૧૫નું ચાતુર્માસ આગ્રામાં જ કર્યું. ત્યાં પંડિત દલસુખભાઈ માલવણિયાનું ? , આગમન થયું અને તેઓ આપશ્રીની નિષ્ઠા તેમજ કાર્યશૈલી જોઈ પ્રભાવિત થયા તેમણે કહ્યું. અમારી પાસે હમણાં જ સમય નથી ક્યારેક આવીને અનુયોગ કાર્ય જોઈશ.” છે 24 25 26 2024 25 2026 2025 2 6 WISHAAAAAAAAAAAAAAAA 42 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy