SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ UG અનુયોગની અપૂર્વયાત્રા શ્રુતજ્ઞાનનું ક્ષેત્ર અતિ વિસ્તૃત છે. તેને કેવળજ્ઞાનની સમકક્ષ ગણના કરવામાં આવી છે. તેના ચૌદ ભેદ-પ્રભેદમાં 'સમ્યક્શ્રુત' એક મુખ્ય ભેદ છે, જે દ્વાદશાંગ ગણિપિટકરૂપ છે. જેનો મુખ્ય હેતુ સમ્યક્ત્વ વિશુદ્ધિ, વૈરાગ્યની વૃદ્ધિ તથા ચારિત્રની શુદ્ધિ. આગમોના અભ્યાસ સિવાય આત્માની વિશુદ્ધિ કે સિદ્ધિ થતી નથી. આ પ્રકારના સતત ચિંતન, મનનના કારણે જ ગુરૂદેવના મનમાં ભાવના પ્રદિપ્ત થઈ કે "આગમોના સ્વાધ્યાયની પરંપરા પરિપુષ્ટ થાય.” એના ફળસ્વરૂપ અનુયોગ સંકલન કાર્યનો પ્રારંભ થયો. સર્વપ્રથમ પૂજ્ય ગુરૂદેવના વૈરાગ્યકાળનો સંક્ષિપ્ત પરિચય વાંચકોને આપવાની ઈચ્છા ધરાવું છું : - પૂ. ગુરૂદેવને સાત વર્ષની નાની વયમાં વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. પીહ, શાહપુરા, સ૨વાડ વગેરે ક્ષેત્રોમાં પ્રારંભિક અધ્યયન કર્યા બાદ ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, કોષ વગેરેનું અધ્યયન કર્યું. ૧૮ વર્ષની વયે સાંડેરાવમાં વૈશાખ સુદ-૬, સંવત્ ૧૯૮૮ના રોજ જૈનાચાર્ય શ્રીસ્વામીદાસજી મ.સા.ની પરંપરાના પૂજ્ય શ્રી ફતેહચંદજી મ.સા., શ્રી પ્રતાપચંદજી મ.સા.ની પાસે દીક્ષા લીધી. તે સમયે પૂજ્ય મરૂધરકેસરીજી મ.સા., સ્વામીજીશ્રી છગનલાલજી મ.સા., પૂ.શ્રી ચાંદમલજી મ.સા., પૂ. શ્રી મોતીલાલજી મ.સા., પૂ. શ્રી શાર્દુલસિંહજી મ.સા. વગેરે અનેક મુનિરાજ બિરાજમાન હતા. પૂજ્ય યુવાચાર્યશ્રી મધુકરમુનિજી અને આપશ્રીએ અનેક આગમોનું સાથે-સાથે અધ્યયન કર્યું. એ બંનેમાં અગાઢ સંબંધ હતો. પંડિત શોભાચંદજી ભારિલ્લ પાસે ન્યાયગ્રંથોનું અધ્યયન કર્યું. પચ્ચીસ વર્ષની વયે પંડિત બેચરદાસજી પાસે પાલીમાં ભગવતી સૂત્ર તેમજ પન્નવણા સૂત્રની ટીકા વાંચી. કારણ કે આગમોનું જ્ઞાન હોવું આવશ્યક છે. જ્ઞાનથી જ શ્રદ્ધા સ્થિર થાય છે. મનમાં વૈરાગ્યવૃત્તિ દૃઢ થાય છે. કર્મ શું છે ? આત્મા શું છે ? કર્મ અને આત્માનો સંબંધ કેવો હોય છે ? આશ્રવ શું છે ? સંવર શું છે ? શુભ-અશુભ શું છે ? આદિની સમજણ જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી જ ક્રિયા સાર્થક થાય છે. શાસ્ત્રમાં “જમ નાળ તો વય” કહ્યું છે. જ્ઞાનનો મૂળ આધાર આગમ છે. તેથી સર્વપ્રથમ આગમનું જ્ઞાન આવશ્યક છે. ત્યારબાદ અન્ય દર્શનોનાં અન્ય વિષયોનું જ્ઞાન હોય. પણ આગમજ્ઞાનની ઉપેક્ષા કરી અન્ય વિષયોનું જ્ઞાન ક્યારેક- ક્યારેક શ્રદ્ધા અને ચારિત્રથી પણ વિચલિત કરી આપે છે. એટલે જ્ઞાન અને અધ્યયન જે પણ હોય તેનો લક્ષ્ય આગમ જ્ઞાનને સુદૃઢ અને સુસ્થિર કરવાનો હોય ત્યારે જ આપણી જ્ઞાન સાધના સાર્થક થઈ શકે. આગમ જ્ઞાનનો અર્થ માત્ર આગમના પાઠનો અર્થ કે બોધમાત્ર જ નથી પરંતુ તેનો ગૂઢાર્થ હોવો જરૂરી છે. જો આગમ જ્ઞાનની વિશેષ સમજણ હોય તો વક્તા પોતાના પ્રવચનને પ્રભાવશાળી અને રુચિકર બનાવી શકે છે. વિવેચનની ક્ષમતા, વિશ્લેષણની યોગ્યતા તે આગમના અધ્યયનથી જ આવે છે, સામાન્ય સાહિત્યથી નહીં. ગંભીર વિવેચન સ્થાયી અસર કરે છે અને આજના બુદ્ધિજીવી લોકો પર પ્રભાવ પાડી શકે છે. આગમ જ્ઞાનમાં પરિપક્વતા અને વ્યાપકતા હોય તો પ્રવચન સ્વતઃ પ્રશ્નોત્તર દ્વારા લોકભોગ્ય અને લોક રુચિકર થઈ લોકોને સંતોષ આપવામાં સમર્થ થઈ શકે છે. આ વિચારોના કારણે જ આપશ્રીની આગમજ્ઞાન પ્રતિ રૂચિ દિન-પ્રતિદિન વધતી ગઈ. 1:ཀུབ 2, 2ཚེ བས 26 བས 2 གུས 2 བས 2ན བྱས 2 བས 2& བབ 2ཚེ བས 2་ བབ ཏི 41 Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy