SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮૩ [HWal WE WILABLEBlissfill itle IllutillwillHHHHH-Hill Paltahillfillllllllllllllllllllllllllllllllllllllllllllllll ullllllllllll,સાWilli kilal Rulethalalit hiu i :httitutiitili[Littltbttitutilisittilitilitમાનવામાં s os e 9 - - છEOS પ્રકીર્ણક પ્રકીર્ણક (TUMN) શબ્દનો પ્રયોગ ચતુશરણ, આતુર પ્રત્યાખ્યાન, મહા પ્રત્યાખ્યાન વગેરે આગમતુલ્ય ગ્રંથો માટે પણ કરવામાં આવે છે, પરંતુ અહીંયા આ પ્રકીર્ણક શબ્દનો પ્રયોગ આગમની એવી સામગ્રી માટે કરવામાં આવ્યો છે જેનું વિભાજન દ્રવ્યાનુયોગના બીજા અધ્યયનોમાં કરી શકાયું નથી. આ પ્રકીર્ણક અધ્યયનમાં આ વિવિધ સામગ્રીઓનું સંકલન કરવામાં આવ્યું છે જેનું વર્ગીકરણ અન્યત્ર કરી નહિ શક્યા. આ અધ્યયનમાં મુખ્યત્વે સ્થાનાંગ સૂત્રમાં વર્ણન કરેલ વિવિધ ભેદોનું સંકલન છે. અનુયોગકાર, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને પ્રજ્ઞાપના સૂત્રમાંથી પણ કેટલીક સામગ્રીઓ સંગ્રહિત કરવામાં આવી છે. અઢાર પ્રકારના પાપ અને તેનાથી વિરમણ (ત્યાગ-અટકવું), આશીવિશ્વના પ્રકાર અને એનું પ્રભાવક્ષેત્ર, ઋદ્ધિના ત્રણ પ્રકારો, વિકથાના ભેદોપભેદ, તુલ્યના છે પ્રકાર, છ પ્રકારની દિશાઓ, સાત પ્રકારના ભય, આયુર્વેદના આઠ અંગો, રોગોત્પત્તિના નવ કારણો, નવ પ્રકારના પુણ્યો, નવતત્ત્વો, દાનના દસ ભેદો, દુઃષમ અને સુષમ કાળના લક્ષણો, દશવિધ (દસ પ્રકારના) અનન્તકો, દસ પ્રકારના શસ્ત્રો, દસ પ્રકારના બળ, એજનના ચાર પ્રકાર, ચલનના ભેદો વગેરેનું વર્ણન આ અધ્યયનનું મુખ્ય પ્રતિપાદન છે. આશીવિશ્વના બે પ્રકાર કહેવામાં આવ્યા છે - ૧. જાતિ આશીવિષ અને ૨. કર્મ આશીવિષ. જાતિ આશીવિષ અંતર્ગત વીંછી, દેડકો, સાંપ અને મનુષ્ય આશીવિષને લેવામાં આવ્યું છે તથા કર્મ આશીવિષ અંતર્ગત પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, ગર્ભજ મનુષ્ય અને દેવોને લેવામાં આવ્યા છે. નરકમાં આ આશીવિષનો ઉલ્લેખ થયેલો નથી. આ જ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં પણ આ આશીવિષ નથી. તાત્પર્ય એટલું જ છે કે જે જીવ વિશેષ વિકસિત છે એનામાં જ આ આશીવિશ્વ રહેલું છે. ઋદ્ધિના ત્રણ પ્રકારોમાં દેવોની ઋદ્ધિ, રાજાઓની ઋદ્ધિ અને આચાર્યોની ઋદ્ધિનો ઉલ્લેખ છે. આ બધી ઋદ્ધિઓ નચિત્ત અને મિશ્રના ભેદ થકી ત્રણ-ત્રણ પ્રકારની હોય છે. એના અન્ય વિશિષ્ટ ભેદ પણ હોય છે. દેવોની કૃદ્ધિ વિમાન. વૈકિય૩૫ અને પરિચારણા (સંગ-સહવાસ) રૂપે, રાજઓની ઋદ્ધિ, અતિયાન નિર્માણ (પ્રયાણ) અને સેના-વાહન-કોષ વગેરરૂપે તથા આચાર્યની ઋદ્ધિ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપે પણ પ્રતિપાદન કરવામાં આવેલી છે. જૈનદર્શનમાં પ્રાય: ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ચર્ચા તો મળે જ છે, પરંતુ એમાં પુરુષાર્થ ચતુય વિષયક કહેવામાં આવ્યું નથી. અહીંયા વિનિશ્ચય (જાણવા યોગ્યના અર્થ)ના ત્રણ ભેદ દર્શાવવામાં આવ્યા છે - ૧. અર્થ, ૨. ધર્મ અને ૩. કામ. શૂરવીર ચાર પ્રકારનાં હોય છે – ૧. ક્ષમાશૂર, ૨. તપઃશુર, ૩. દાન-શૂર અને ૪. યુદ્ધ-શૂર. ચાર કારણો વડે વિદ્યમાન (અસ્તિત્વમાં રહેલ) ગુણોનો નાશ થતો હોવાનું મનાય છે, તે ચાર કારણ છે - ૧. ક્રોધ, ૨. ઈર્ષ્યા, ૩. અકૃતજ્ઞતા અને ૪. દુરાગ્રહ. વ્યાધિના વાત, પિત્ત, કફ અને એનો સન્નિપાત આ ચાર ભેદ હોય છે. સત્યના ચાર પ્રકાર હોય છે - ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય અને ૪. ભાવ. વિકથાના ચાર પ્રકાર પ્રખ્યાત છે – ૧. સ્ત્રીકથા, ૨. ભક્ત કથા, ૩. દેશકથા અને ૪. રાજકથા. એના ચાર-ચાર ઉપભેદોનું કથન પ્રસ્તુત અધ્યયનમાં થયેલું છે. દંડના પાંચ પ્રકાર હોય છે - ૧. અર્થ દંડ, ૨. અનર્થ દંડ, ૩. હિંસા દંડ, ૪. અકસ્માત્ દંડ અને ૫. દૃષ્ટિ વિપર્યાસ (મિથ્યાજ્ઞાન) દંડ. REFFFHE TIIIIIIIIIIIIIIIIIII III IIIIEWillllllllllllllllllli li[ li[ll HilliiFullHI IIIIIIIIIIIIIIIIIIIIII IIIIkIIIIIELilii tulas =iittee - REFLE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy