________________
૨૫૮૪
w
illllllllllllllllllllllllllllllllllllllllllllllithill tilithililiitilitlhilliiiliillllllllllllllllli iliticlinitiativelih&liliilllllllllllllllllliiniiiiiiiiiiiiiiiiiiiiiuluilibrilliliitillllllllllliIII IIIIIIIIIIIraniાતાજી
નિધિ (ભંડાર)નો અર્થ માત્ર ધન જ એટલો નથી. નિધિના પાંચ પ્રકાર છે – ૧. પુત્રનિધિ, ર. મિત્રનિધિ, ૩. શિલ્પનિધિ, ૪. ધનનિધિ અને ૫. ધાન્યનિધિ. સુતેલો મનુષ્ય પાંચ કારણો વડે જાગૃત થાય છે – ૧. શબ્દ વડે, ૨. સ્પર્શ વડે, ૩. ભૂખ વડે, ૪. નિદ્રાના ક્ષય વડે અને ૫. સ્વપ્ન-દર્શન વડે. તુલ્ય (સમાન)નું આ અધ્યયનમાં સવિસ્તાર પ્રરૂપણ કરવામાં આવેલું છે. તુલ્ય છ પ્રકારના કહેવામાં આવ્યા છે – ૧. દ્રવ્ય તુલ્ય, ૨. ક્ષેત્ર તુલ્ય, ૩. કાળ તુલ્ય, ૪, ભેદ તુલ્ય, ૫. ભાવતુલ્ય અને ૬. સંસ્થાન તુલ્ય. આ તુલ્યતા (સમાનતા) આપેક્ષિક (નિર્ભરિત) હોય છે. જેવી રીતે એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલ સાથે દ્રવ્યરૂપે સમાન (તુલ્ય ) હોય છે. એક પ્રદેશાશ્રિત પુદ્ગલ બીજા એક પ્રદેશાશ્રિત પુદ્ગલ સાથે ક્ષેત્ર રૂપે તુલ્ય છે.
વચનના સાત વિકલ્પ કહેવામાં આવ્યા છે – ૧. આલાપ (વાર્તાલાપ), ૨. અનાલાપ (મૌન), ૩. ઉલ્લાપ (કેડુ બોલવું), ૪. અનુલ્લાપ, ૫. સંલાપ (સંવાદ), ૬. પ્રલાપ (નિરર્થક બોલવો) અને ૭. વિપ્રલાપ (વ્યર્થ વિસંવાદ). ભયના સાત સ્થાન કહેવામાં આવ્યા છે - ૧. ઈહલોક, ૨, પરલોક, ૩. આદાનભય, ૪, અકસ્માત ભય, ૫. આજીવભય, ૬. મરણભય અને ૭. અશ્લોક ભય.
દાનના દસ પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે - ૧. અનુકંપા દાન, ૨. સંગ્રહ દાન, ૩. ભયદાન, ૪. કારુણ્ય દાન, ૫. લજ્જા દાન, ૬. ગૌરવ દાન, ૭. અધર્મ દાન, ૮, ધર્મદાન, ૯, કરિષ્યતિ દાન (ભવિષ્યમાં તે મને આપશે માટે આપવું) અને ૧૦. કૃતમિતિ દાન (એણે પહેલા આપ્યું છે માટે આપવું).
કેટલાક મહત્વપૂર્ણ બિંદુઓ (ઘટકો) પર પણ અહીં આ અધ્યયનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રશ્ન ઉપસ્થિત થયો કે જીવ કોના વડે ભયભીત થાય છે ?” ભગવાને પ્રત્યુત્તર આપ્યો - જીવ દુઃખ વડે ભયભીત થાય છે. તે દુઃખ પણ જીવોના પ્રમાદ વડે ઉત્પન્ન થાય છે. એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે દેવલોકમાં ઉત્પન્ન થનારા છદ્મસ્થ મનુષ્ય અંતસમયે ક્ષીણ ભોગી થવાથી ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષ પરાક્રમ વડે વિપુલ ભોગપભોગને ભોગવવામાં સમર્થ છે કે નહીં ?' સમાધાન કરવામાં આવ્યું કે તેઓ ભોગવવામાં સમર્થ છે. આવા પ્રકારના બીજા પણ પ્રશ્નો અહીંયા લેવામાં આવ્યા છે.
પ્રસ્તુત દ્રવ્યાનુયોગનું આ અંતિમ અધ્યયન હોવાથી એમાં એના ઉપસંહારરૂપે કહેવામાં આવ્યું છે કે -
इय जीवमजीवे य, सोच्चा सद्दहिऊ ण य । सव्वनयाणमणुमए रमेज्ज संजमे मुणी ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org