________________
'કાયિકી' જે ક્રિયા શસ્ત્ર આદિ ઉપકરણોથી કરવામાં આવે છે તે આધિકરણિકી' જે ક્રિયા દ્વેષપૂર્વક કરવામાં આવે છે તે 'પ્રાષિકી', જે ક્રિયા બીજા પ્રાણિઓને કષ્ટકારી હોય તે પારિતાપનિકી' તથા પ્રાણિઓના પ્રાણોના અતિપાત કરવાની ક્રિયા 'પ્રાણાતિપાતિકી” ક્રિયા કહેવાય છે. જીવના ચૌવીશ જ દંડકોમાં આ પાંચ પ્રકારની ક્રિયાઓ જોવા મળે છે.
ક્રિયાથી આશ્રવ થાય છે. આશ્રવ પછી કર્મબંધ થાય છે. જો ક્રિયા કપાયયુક્ત છે તો બંધ અવશ્ય થાય છે અને જો ક્રિયા કષાયરહિત છે તો માત્ર આશ્રવ થાય છે. બંધ નહિ. એટલા માટે બે પ્રકારના ક્રિયા સ્થાન કહ્યા છે - (૧) ધર્મસ્થાન અને (૨) અધર્મસ્થાન. ધર્મપૂર્વક કરેલી ક્રિયા ધર્મસ્થાનનું સૂચક છે તથા અધર્મપૂર્વક કરેલી ક્રિયા અધર્મસ્થાનનું સૂચક છે. ક્રિયા શબ્દનો પ્રયોગ ચારિત્રના અર્થમાં પણ થાય છે. એટલા માટે “જ્ઞાન ક્રિયાભ્યાં નીક:” અથવા “નાિિરચાર્દિ મી” કથન પ્રસિદ્ધ છે આમ જ્ઞાનના આચરણરૂપ જે ચારિત્ર છે તે ધર્મસ્થાન ક્રિયા’ છે. શેષ બધી ક્રિયાઓ અધર્મસ્થાનની અંદર સમાવિષ્ટ થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુપ્તિ આદિ ક્રિયાઓમાં રૂચિતે "ક્રિયારૂચિ” કહેવાય છે. આ એક પ્રકારથી ધર્મસ્થાન ક્રિયારૂચિ જ છે. સાધકને અધર્મપરક ક્રિયાનો ત્યાગ કરી ધર્મપરક ક્રિયા અપનાવવી જોઈએ. સદોષ ક્રિયાઓમાં ક્રિયાનો ત્યાગ કરવો જ સાધનાના હિતમાં છે. આશ્રવ :
આત્માની સાથે કર્મ પુદ્ગલોનું ચીટકવું બંધ' કહેવાય છે. બંધના પૂર્વ કર્મયુગલોના આગમનને આશ્રવ’ કહેવામાં આવે છે. જો આશ્રવ ન હોય તો બંધ પણ ન થાય. બંધના પૂર્વ આશ્રવનું થવું અનિવાર્ય છે. કર્મોનો આશ્રવ સાવદ્ય કે પાપકારી ક્રિયાઓના કારણે થાય છે. આશ્રવના મુખ્યરૂપે પાંચ દ્વાર છે – (૧) મિથ્યાત્વ, (૨) અવિરત, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. મિથ્યાત્વ જીવનો જીવન અને જગત પ્રત્યેનો અસમ્યફ દૃષ્ટિકોણ છે. બીજા શબ્દોમાં સમ્યકત્વનો વિપરીતભાવ મિથ્યાત્વ છે. મિથ્યાત્વીની કુદેવ, કગુરુ અને કુધર્મ પર શ્રધ્ધા હોય છે, સુદેવ, સુગુરુ અને સુધર્મ પર નહિ, જીવાદિ તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા ન થવી પણ મિથ્યાત્વ છે. હિંસાદિ પાપોથી વિરત ન થવું અવિરતિ' છે. પ્રમાદનો અર્થ છે- આત્મસ્વરૂપનું વિસ્મરણ. ક્રોધાદિ ભાવ કષાય' કહેવાય છે. યોગ મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું નામ છે. આ પાંચ કારણો સિવાય બીજા કારણ પણ આશ્રવના ભેદોમાં બતાવ્યા છે. પરંતુ તેનો સમાવેશ આ પાંચ વારોમાં જ થઈ જાય છે. તત્વાર્થસૂત્રમાં આશ્રવના આ પાંચ દ્વારોની ગણના બંધ હેતુઓમાં કરવામાં આવી છે. કર્મગ્રંથમાં પણ આને બંધહેતુ કહ્યા છે તથા બંધ હેતુઓના પ૭ ભેદોમાં મિથ્યાત્વના ૫, અવિરતિના ૧૨, કષાયના ૨૫ અને યોગના ૧૫ ભેદોની ગણના કરવામાં આવી છે. આશ્રવના દ્વાર જ એક પ્રકારથી બંધના હેતુ થાય છે કારણ કે તેના હોવાથી જ બંધ થાય.
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં આશ્રવના આ પાંચ ભેદ વર્ણિત છે - (૧) હિંસા, (૨) મૃષા, (૩) અદત્તાદાન, (૪) અબ્રહ્મ અને (૫) પરિગ્રહ. તેનું ત્યાં વિસ્તારથી વર્ણન છે. જેનો સમાવેશ દ્રવ્યાનુયોગના આશ્રવ અધ્યયનમાં કરવામાં આવ્યો છે. - અહિં એક વાત બીજી પણ ઉલ્લેખનીય છે કે યોગના બે રૂપ છે- શુભ અને અશુભ. તેમાં શુભયોગથી પુણ્યનો આશ્રય થાય છે તથા અશુભયોગથી પાપકર્મનો આશ્રવ થાય છે. આશ્રવના પછી બંધ કષાયથી થાય છે. કોઈપણ કર્મની સ્થિતિનો બંધ કષાયથી જ થાય છે. અનુભાગ બંધ પણ કષાયથી થાય છે. પરંતુ પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી થાય છે સ્થિતિબંધનો એ નિયમ છે કે જેટલી કષાયની તીવ્રતા થશે તેટલો જ સ્થિતિબંધ વધારે થશે. પણ તે બંધ ભલે પુણ્યકર્મનો હોય કે પાપ પ્રકૃતિનો. અનુભાગ બંધ આનાથી ભિન્ન છે. કષાયના વધવાથી પાપકર્મનો અનુભાગ બંધ વધારે થાય છે તથા કષાયના ઘટવાથી પુણ્યકર્મનો અનુભાગ વધે છે.
આશ્રવનો નિરોધ સંવર' કહેવાય છે. સાધક આશ્રવને રોકી સંવરની સાધના કરે છે. આશ્રવના ભેદોથી વિપરીત સંવરના ભેદો હોય છે. નવતત્ત્વોમાં ૧. જીવ, ૨. અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૫. આશ્રવ, ૬. સંવર, ૭. નિર્જરા,
૧. વિશેષાવશ્યકભાષ્ય - ગાથા-૩ ૨. “મિથ્યાત્વવિરતિપ્રમઃ પાયો : વૈધ હેતવ:” તત્વાર્થસૂત્ર ૮/૧
27
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org