________________
૮. બંધ અને ૯. મોક્ષની ગણના થાય છે. સાત તત્ત્વોમાં પુણ્ય અને પાપની ગણના થતી નથી ત્યારે પુણ્ય અને પાપનો સમાવેશ આશ્રવમાં કરવામાં આવે છે. નવતત્ત્વોની ચર્ચા પણ દ્રવ્યાનુયોગનો વિષય છે.
વેદ :
વૈદિક પરંપરામાં ચાર વેદ પ્રસિદ્ધ છે -(૧)ૠગ્વેદ, (૨) યજુર્વેદ, (૩) સામવેદ અને (૪) અથર્વવેદ. પરંતુ જૈનદર્શનમાં વેદ શબ્દનો પ્રયોગ સ્ત્રી, પુરુષ આદિના પરસ્પરના સહવાસની વાસનાના અર્થમાં થયો છે. બીજા શબ્દોમાં કામ-વાસનાનો અનુભવ "વેદ” છે. વેદ ત્રણ પ્રકારના છે - (૧) સ્ત્રીવેદ, (૨) પુરુષવેદ અને (૩) નપુંસકવેદ. વેદ શબ્દ બાહ્ય લિંગનું સૂચક નથી. સ્ત્રી-આદિને બાહ્યલિંગ હોવા છતાં પણ વેદનું હોવું આવશ્યક નથી. વીતરાગી પુરુષોને બાહ્યલિંગ તો રહે છે. પરંતુ કામ-વાસનારૂપ વેદનો ક્ષય થઈ જાય છે. નવમાં ગુણસ્થાન પછી ત્રણ વેદોમાંથી કોઈનો પણ ઉદય હોતો નથી.
સ્ત્રીવેદનું તાત્પર્ય છે સ્ત્રીના દ્વારા પુરુષથી સહવાસની ઈચ્છા. પુરુષવેદનો અર્થ છે પુરુષ દ્વારા સ્ત્રીના સહવાસની અભિલાષા. નપુંસકવેદથી બંનેની સાથે જ સહવાસની અભિલાષા થાય છે.
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સમુચ્છિમ તિર્યંચપંચેન્દ્રિય, સમુચ્છિમ મનુષ્ય અને સમસ્ત નારકી જીવોમાં નપુંસકવેદ હોય છે. દેવોમાં બે વેદ હોય છે - (૧) સ્ત્રીવેદ અને (૨) પુરુષવેદ. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોમાં ત્રણ વેદ જોવા મળે છે. ચાર ગતિઓના ચોવીસ દંડકોમાં મનુષ્યનો જ એક દંડક એવો છે જે અવેદી પણ થઈ શકે છે.
મૈથુન પ્રવૃત્તિ પાંચ પ્રકારની કહી છે - (૧) કાયપરિચારણા, (૨) સ્પર્શપરિચારણા, (૩) રૂપપરિચારણા, (૪) શબ્દ પરિચારણા અને (૫) મનઃપરિચારણા. કાયાથી સહવાસ ’કાય-પરિચારણા' છે. માત્ર સ્પર્શથી મૈથુન સેવન 'સ્પર્શ પરિચારણા' છે. આ પ્રમાણે રૂપ અને શબ્દથી પરિચારણા સંભવ છે. પરિચારણાનો અંતિમભેદ મનઃપરિચારણા છે. એમાં મનથી જ મૈથુન
સેવન કરવામાં આવે છે.
કષાય :
જીવના સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ 'કષાય' છે. કષાય જ કર્મબંધનો મુખ્ય હેતુ છે. રાજવાર્તિકમાં "કષાય” શબ્દની વ્યુત્પત્તિ કરતા કહ્યું છે - “વત્યાત્માનં દિનત્તિ કૃતિ વાયઃ"રે અર્થાત્ જે આત્માના સ્વભાવને કર્યુ છે હિંસિત કરે છે તે 'કષાય’
છે. સર્વાર્થસિદ્ધિમાં કષાયોને કષાય નામક ન્યગ્રોધાદિની ઉપમા દીધી છે. જે રીતે ન્યગ્રોધાદિ સંશ્લેષના કારણે થાય છે તે જ રીતે ક્રોધાદિ કષાય પણ કર્મબંધમાં સંશ્લેષનું કાર્ય કરે છે.
કષાય ચાર પ્રકારના પ્રતિપાદિત છે - (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ, ક્રોધનો અર્થ છે સંરંભ યા રોષ. ક્રોધથી અશાંતિ ઉત્પન્ન થાય છે તથા ક્ષમાશીલતા ભંગ થાય છે. માન કષાય અહંકારનું પ્રતિક છે તથા વિનય નાશક છે. માયાકષાય સરળતા નાશક છે. સત્યથી દૂર લઈ જાય છે. આને છલ, કપટ આદિ શબ્દોથી પરિભાષિત કરવામાં આવે છે. માયાવી વ્યક્તિ અંદર અને બહારથી અલગ-અલગ હોય છે. લોભ કષાય જીવમાં તૃષ્ણા અને ઇચ્છાઓને પ્રોત્સાહન આપે છે અને ઉત્તરાધ્યયનસૂત્રમાં સર્વનાશક કહ્યું છે.
આ ચારે કષાય એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના બધા ચોવીસ દંડકોમાં જોવા મળે છે. જૈનદર્શનમાં પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં પણ ક્રોધાદિ કષાયોને સ્વીકાર કરવો જૈનદર્શનની સૂક્ષ્મતાના દર્શન છે.
આધુનિક વિજ્ઞાનમાં પણ વનસ્પતિમાં ચેતના અને ભય, ક્રોધાદિ આવેગોની ઉત્પત્તિ સ્વીકાર કરી છે.
કષાયોનું વર્ણન રાગ-દ્વેષના રૂપમાં પણ કરવામાં આવે છે. ક્રોધ અને માનનો દ્વેષમાં તથા માયા અને લોભનો રાગમાં
૧.
૨.
3.
૪.
નવતત્ત્વો પર ડૉ. સાગરમલ જૈનના દ્રવ્યાનુયોગના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં વિસ્તારથી વિચાર કર્યો છે. તત્વાર્થવાર્તિક, ભારતીય જ્ઞાનપીઠ ૨/૬, પૃ. ૧૦૮
સર્વાર્થસિદ્ધિ, ભારતીય જ્ઞાનપીઠ ૬૪, પૃ. ૨૪૬
ક્રોધો રોષઃ સંરંમ: ફત્યર્થાન્તરમ્ - ધવલાટીકા ૬/૧, ૯ / ૧, ૨૩૨૪૧૪
Jain Education International
28
For Private & Personal Use Only
www.jainelibrary.org