________________
જે આર્ટ અને રૌદ્રધ્યાનોનો ત્યાગ કરી ધર્મ અને શુક્લલેશ્યામાં લીન છે. પ્રશાન્તચિત્ત અને દાન્ત છે. પાંચ સમિતિઓથી સમિત અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત અને જિતેન્દ્રિય છે તે શુક્લલેશ્યામાં પરિણત હોય છે.
લેશ્યાના સંબંધમાં જાણવા યોગ્ય બિંદુ નીચે પ્રમાણે છે -
(૧) જીવ જે લેશ્યાના દ્રવ્યોને ગ્રહણ કરી મરે છે તે તેજ લેશ્યાવાળા જીવોમાં ઉત્પન્ન થાય છે.
(૨) પૌલિક હોવા છતાં પણ લેશ્મા આઠ કર્મોની ઉત્તપ્રકૃત્તિમાં કયાંય સમાવિષ્ટ થતી નથી. એનું તાત્પર્ય એ છે કે તે કર્મરૂપ નથી, પરંતુ ૨૧ પ્રકારના ઔદિયક ભાવોમાં ગતિ અને કષાયની સાથે લેશ્યાની પણ ગણના કરી છે. ઔદિયકભાવરૂપ હોવાથી લેશ્યાનો કર્મ પરિણામની સાથે પણ સંબંધ જોડાય છે. કષાયોદયથી અનુરંજિત માનવાથી લેશ્યાને ચારિત્રમોહકર્મની સાથે તથા યોગથી પરિણત માનવાથી નામકર્મની સાથે સંબંધ કરી શકાય છે. પરંતુ અહિં જાણવા યોગ્ય એ છે કે કષાયની અભાવમાં પણ ૧૨માં અને ૧૩માં ગુણસ્થાનમાં શુક્લલેશ્યા જોવા મળે છે. તેથી સિદ્ધ થાય છે કે લેશ્યાનો સંબંધ કષાયથી નહિ પણ યોગથી જ છે.
(૩) પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી છયે લેશ્યાઓ હોય છે. સાતમા ગુણસ્થાનમાં તેજો, પદ્મ અને શુક્લલેશ્યાઓ હોય છે, જ્યારે આઠમાંથી તેરમા ગુણસ્થાન સુધી માત્ર શુક્લલેશ્યા હોય છે.
(૪) એક લેશ્યા અન્ય લેશ્યાને પ્રાપ્ત થઈ તેના વર્ણાદિમાં પરિણમન કરી શકે છે. પરંતુ આકાર, ભાવમાત્રા, પ્રતિભાગ ભાવમાત્રાની અપેક્ષાએ પરિણમન થતું નથી.
(૫) નારકીના જીવોમાં સમુચ્ચયથી કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા હોય છે. ભવનપતિ, વાણવ્યંતર, પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયમાં તેજોલેશ્યા મળી ચાર લેશ્યાઓ છે. તૈજસ્કાય, વાયુકાય અને વિકલેન્દ્રિય જીવોમાં કૃષ્ણથી કાપોતસુધી ત્રણ લેશ્યાઓ છે. વૈમાનિક દેવોમાં તેજો, પદ્મ અને શુક્લ એ ત્રણ લેશ્યાઓ છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં છએ લેશ્યાઓ છે. જ્યોતિષી દેવોમાં એકમાત્ર તેજોલેશ્યા છે.
આધુનિક વ્યાખ્યાકાર લેશ્યાને આભામંડળનું પ્રમુખ કારણ માને છે. વ્યક્તિનું આભામંડળ ( તેની લેશ્યાઓનું પરિચાયક હોય છે.
ક્રિયા :
સામાન્યરીતે આપણે જે કોઈ કાર્યને પૂર્ણ કરવા માટે જે પ્રવૃત્તિ કરીએ છીએ તેને 'ક્રિયા' કહેવાય છે. તે ક્રિયા જીવમાં પણ હોઈ શકે છે અને અજીવમાં પણ હોઈ શકે છે. પરંતુ જૈનદર્શનની પારિભાષિક ક્રિયાનો સંબંધ જીવથી છે. જ્યાં સુધી જીવમાં મન, વચન અને ક્રિયાનો યોગ છે ત્યાં સુધી જ તેમાં ક્રિયા માનવામાં આવે છે. જ્યારે જીવ અયોગી અવસ્થા અર્થાત્ શૈલેષી અવસ્થાને અથવા સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તે અક્રિય થઈ જાય છે. એનું તાત્પર્ય એ છે કે યોગ વગરની ક્રિયા થતી નથી. ક્રિયાનું કારણ અથવા માધ્યમ યોગ છે.
દ્રવ્યાનુયોગમાં ક્રિયાના વિવિધ પ્રકારે વિભાજન ઉપલબ્ધ છે. જે નિમિત્ત, હેતુ, ફળ અથવા સાધનથી ક્રિયા કરવામાં આવે છે તે જ નિમિત્ત, હેતુ, ફળ અથવા સાધનના આધારે ક્રિયાનું નામકરણ કરવામાં આવે છે. એટલા માટે ક્રિયાના અનેક વિભાજન છે. સ્થાનાંગ સૂત્રમાં ક્રિયાના બે પ્રકાર કહેતા દશેક બીજા પણ વિભાજન કર્યા છે. જેમાં કેટલાક વિભાજન આ પ્રમાણેના છે કે જેનો સમાવેશ ક્રિયાના પાંચ પ્રકારો અને પચ્ચીસ પ્રકારોમાં થઈ જાય છે.
કષાયની ઉપસ્થિતિમાં જે ક્રિયા થાય છે તે 'સામ્પરાયિકી ક્રિયા' કહેવામાં આવે છે તથા જે કષાયરહિત અવસ્થામાં ક્રિયા થાય છે તે 'એર્યાપથિકી ક્રિયા' (ઈરિયાપથિકી ક્રિયા) કહેવાય છે. આનો આશય એ છે કે ક્રિયા કષાય નિરપેક્ષ છે. ક્રિયાની નિષ્પત્તિમાં યોગ આવશ્યક છે, કષાય નહિ.
ક્રિયાના વિવિધ વિભાજનમાં કાયિકી આદિ પાંચ ક્રિયાઓનું વિભાજન પ્રસિદ્ધ છે. તે પાંચ ક્રિયાઓ છે - (૧) કાયિકી, (૨) આધિકરણિકી, (૩) પ્રાઢેષિકી, (૪) પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાતિકી. જે ક્રિયામાં કાયાની પ્રમુખતા હોય તે
Jain Education International
26
For Private & Personal Use Only
www.jainelibrary.org