________________
લેશ્યા :
યોગી આત્માના શુભાશુભ પરિણામ 'લેશ્યા' કહેવાય છે. વેશ્યાનો સંબંધ યોગથી છે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી લેશ્યા છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ યોગનો અભાવ થવાથી વેશ્યાનો પણ અભાવ થાય છે. આવશ્યકસૂત્રની હરિભદ્રીયટીકામાં વેશ્યાને પરિભાષિત કરતા કહ્યું છે- “પયન્સન્મિાન+વિધેન વર્મા તિ શ્યા:” અર્થાત્ જે આત્માને અષ્ટવિધ કર્મોથી શ્વલીષ્ટ કરે છે તે વેશ્યા છે. એક અન્ય પરિભાષા લિમ્પતીતિ લેશ્યા ધવલાટીકાના અન આત્માને લિપ્ત કરે છે તે વેશ્યા છે. કર્મબંધનમાં પ્રમુખ હેતુ કષાય અને યોગ છે. યોગથી કર્મપુદ્ગલરૂપી રજકણ આવે છે. કષાયરૂપી ગંદથી તે આત્મા પર ચીપકે છે. પરંતુ કષાય ગંદને ભીનું કરવાવાળું પાણી "લેશ્યા” છે. સુકો ગુંદ રજકણને ચીપકાવી ન શકે. એ રીતે કષાય અને યોગથી વેશ્યા ભિન્ન છે. સર્વાર્થસિદ્ધિ, ધવલા ટીકા આદિ ગ્રંથોમાં કષાયના ઉદયથી અનુરંજિત યોગની પ્રવૃત્તિને વેશ્યા કહેવામાં આવે છે.
લેશ્યા મુખ્યરૂપે બે પ્રકારની હોય છે - (૧) દ્રવ્યલેશ્યા અને (૨) ભાવલેશ્યા. મન, વચન અને કાયાના માધ્યમથી જે આત્મભાવોની અભિવ્યક્તિ છે તે દ્રવ્યલેશ્યા છે. દ્રવ્યલેશ્યા પૌગલિક હોય છે અને ભાવ લેશ્યા અપૌલિક. દ્રવ્યલેશ્યામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. ભાવલેશ્યા અગુરુલઘુ હોય છે અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત હોય છે.
દ્રવ્ય અને ભાવ આ બંને પ્રકારની વેશ્યાઓના છ ભેદ છે - (૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલલેશ્યા, (૩) કાપોતલેશ્યા, (૪) તેજોવેશ્યા, (૫) પબલેશ્યા અને (૬) શુક્લલેશ્યા. આમાંથી પ્રથમ ત્રણ લેશ્યાઓ અધર્મ વેશ્યાઓ છે તથા તેજો, પદ્મ અને શુક્લ એ ત્રણ લેશ્યાઓ ધર્મલેશ્યાઓ છે. અધર્મલેશ્યાઓ દુર્ગતિગામિની, સંકલિષ્ટ, અમનોજ્ઞ, અવિશુદ્ધ, અપ્રશસ્ત અને શીત-રક્ષ સ્પર્શવાળી છે તથા ધર્મ લેશ્યાઓ સુગતિગામિની અસંકિલષ્ટ મનોજ્ઞ, વિશુદ્ધ, પ્રશસ્ત અને સ્નિગ્ધ-ઉષ્ણ સ્પર્શવાની છે. એ છએ વેશ્યાઓ ઉત્તરોત્તર શુભ છે.
વર્ણની અપેક્ષાએ કૃષ્ણલેશ્યામાં કાળો વર્ણ, નીલ લેગ્યામાં નીલો વર્ણ, કાપોતલેશ્યામાં કબુતરી વર્ણ, તેજો લેશ્યામાં લાલ વર્ણ, પદ્મલેશ્યામાં પીળો વર્ણ અને શુક્લલશ્યામાં શ્વેતવર્ણ હોય છે. રસની અપેક્ષાએ કૃષ્ણલેશ્યામાં કડવો, નીલલેશ્યામાં તીખો, કાપો લેક્ષામાં તૂરો, જો લેગ્યામાં ખાટો-મીઠો, પધલેશ્યામાં તૂરો-મીઠો અને શુક્લ લેગ્યામાં મીઠો રસ હોય છે. ગંધની અપેક્ષાએ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ દુર્ગધયુક્ત છે તથા તેજો, પદ્મ અને શુક્લલેશ્યાઓ સુગંધયુક્ત છે. સ્પર્શની અપેક્ષાએ કૃષ્ણ નીલ અને કાપોતલેશ્યાઓ કર્કશ (ખરબચડા) રયુક્ત છે. તેજો, પદ્મ અને શુક્લલેશ્યાઓ કોમલ સ્પર્શયુક્ત છે.
પ્રદેશની અપેક્ષાએ કૃષ્ણથી શુક્લલેશ્યા સુધી બધી વેશ્યાઓમાં અનંત પ્રદેશ છે. વર્ગણાની અપેક્ષા પ્રત્યેક લેગ્યામાં અનંત વર્ગણાઓ છે. પ્રત્યેક વેશ્યા અસંખ્યાત આકાશ પ્રદેશોમાં છે. આ વર્ણન દ્રવ્યલેશ્યાના અનુસાર છે.
ભાવલેશ્યાની દૃષ્ટિથી કૃષ્ણલેશ્યાનું લક્ષણ આપતા કહ્યું છે કે જે જીવ પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત છે. ત્રણ ગુપ્તિઓથી અગુપ્ત છે. ષટ્રકાયિક જીવોના પ્રતિ અવિરત છે. મહારંભમાં પરિણત છે. ક્ષુદ્ર અને સાહસી છે. નિઃશંક પરિણામવાળા, નૃશંસ અને અજિતેન્દ્રિય છે તે કૃષ્ણલેશ્યામાં પરિણત હોય છે.
ઈર્ષાળુ, અસહિષ્ણુ, અતપસ્વી, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, વિષયાસક્ત, દ્વેષી, શઠ, પ્રમાદી, રસલોલુપ, આરંભથી અવિરત, અને દુસાહસી જીવ નીલ લેગ્યામાં પરિણત હોય છે.
જે વાણીથી વક, આચારથી વક્ર, કપટી, સરળતાથી રહિત, પોતાના દોષોને છુપાવવાવાળો ઔપધિક મિથ્યાદૃષ્ટિ, અનાર્ય, દુષ્ટવાદી, ચોર મત્સરી આદિ હોય તે કાપોત લેશ્યામાં પરિણત હોય છે.
જે નમ્ર, અચપળ, માયારહિત, અકુતૂહલી, વિનયશીલ, દાન્ત, યોગ અને ઉપધાન (તપ) યુક્ત છે, પ્રિયધર્મી, દઢ ધર્મી, પાપભીરૂ અને હિતૈષી છે તે તેજોલેશ્યામાં પરિણત હોય છે.
જેનામાં ક્રોધ, માન, માયા અને લોભ અત્યંત પાતળા છે. જે પ્રશાંતચિત્ત છે. આત્માનું દમન કરે છે. યોગ અને ઉપધાનયુક્ત છે. અલ્પભાષી, ઉપશાન્ત અને જિતેન્દ્રિય છે તે પાલેશ્યામાં પરિણત હોય છે.
25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org