________________
અજ્ઞાનનો અર્થ વિપરીત જ્ઞાન છે જ્ઞાનનો અભાવ નહિ, જ્ઞાની પણ જાણે છે અને અજ્ઞાની પણ જાણે છે, પરંતુ બંનેની દૃષ્ટિ ભિન્ન હોય છે. અજ્ઞાની મિથ્યાદષ્ટિ હોય છે જ્યારે જ્ઞાની સમ્યગુદૃષ્ટિ હોય છે. મિશ્રાદષ્ટિનું જ્ઞાન "અજ્ઞાન” કહેવાય છે તથા સમ્યગૃષ્ટિનું જ્ઞાન સમ્યગ્રજ્ઞાન” કહેવાય છે.
મન અને ઈન્દ્રિયોની સહાયતાથી થવાવાળું જ્ઞાન મતિજ્ઞાન છે તે જ આગમોમાં આભિનિબોધિકજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાનમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન (સંજ્ઞા), તર્ક (ચિંતા) અને આભિનિબોધ (અનુમાન)નો પણ સમાવેશ થઈ જાય છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. તે સંકેતગ્રહિત જ્ઞાન છે. મતિજ્ઞાનથી ફલિત થવાવાળું જ્ઞાન છે. મતિ અને શ્રુતજ્ઞાન ઈન્દ્રિય અને મનના સાપેક્ષ હોવાના કારણે પરોક્ષ કહ્યા છે. નંદીસૂત્રમાં એક અપેક્ષાથી ઈન્દ્રિયથી થવાવાળા જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. એટલું જ નહિ પણ જૈન દર્શનમાં જે પ્રમાણમીમાંસાનો વિકાસ થયો તેમાં પણ ઈન્દ્રિય અને મનથી થવાવાળા જ્ઞાનને પ્રત્યક્ષની શ્રેણીમાં લઈ સાંવ્યાવહારિકપ્રત્યક્ષ નામ આપવામાં આવ્યું છે.
અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં ઈન્દ્રિય અને મનની અપેક્ષા હોતી નથી. આ ત્રણે જ્ઞાન સીધા આત્માથી થવાના કારણે પ્રત્યક્ષ કહ્યા છે. દાર્શનિકોએ આ ત્રણેને પારમાર્થિક પ્રત્યક્ષ કે મુખ્ય પ્રત્યક્ષ નામ આપ્યું છે. અવધિજ્ઞાનમાં આત્મા દ્વારા રૂપી દ્રવ્યોને એક નિશ્ચિત ક્ષેત્ર સુધી પ્રત્યક્ષરૂપે જાણી શકાય છે. અવધિજ્ઞાનના અનુગામી. અનનુગામી, હીયમાન, વર્ધમાન, પ્રતિપાતી અને અપ્રતિપાતી છહ પ્રકારના થાય છે. મન:પર્યવજ્ઞાનમાં બીજાના મનની પર્યાયોને જાણી શકે છે. કેવળજ્ઞાન દ્વારા ત્રણે લોક અને ત્રણે કાળની સમસ્ત પર્યાયોને જાણી શકાય છે. કેવળજ્ઞાનનું બીજું નામ અનંતજ્ઞાન પણ છે. આ જ્ઞાનને પ્રાપ્ત કરનારને અનંતજ્ઞાની કે સર્વજ્ઞ પણ કહી શકાય છે. સર્વજ્ઞને કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. સંયત :
સંયમ” શબ્દ ચરણાનુયોગનો વિષય છે, પરંતુ સંયમપાલક સંયત વ્યક્તિ દ્રવ્યાનુયોગનો વિષય બને છે. માટે સંયતની ચર્ચા દ્રવ્યાનુયોગમાં કરવામાં આવી છે. સાંસારિક જીવોને ત્રણ ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે - (૧) સંત, (૨) સંયતાસંયત અને (૩) અસંયત. મહાવ્રતધારી સાધુ-સાધ્વીને સંયત', પાંચમા ગુણસ્થાનવત શ્રાવકોને 'સંયતાસંમત' અને શેષ (પ્રથમથી ચોથા ગુણસ્થાનવર્સી) જીવોને અસંમત' કહેવામાં આવે છે. કોઈ જીવ સમ્યગદષ્ટિ હોવા છતાં પણ ત્યાં સુધી અસયત જ રહે છે, જ્યાં સુધી તે દેશવિરતી કે સર્વવિરતી ન થઈ જાય. સંયત સર્વવિરતી ચારિત્રથી યુક્ત હોય છે. ચારિત્રનાં પાંચ ભેદોના આધાર પર સંયત પણ પાંચ પ્રકારના કહ્યા છે – (૧) સામાયિક સંયત, (૨) છેદોપસ્થાપનીય સંયત, (૩) પરિહારવિશુદ્ધિ સંયત, (૪) સૂક્ષ્મસં૫રાય સંયત અને (૫) યથાખ્યાત સંયત.'
સંયતો અથવા સાધુઓને આગમમાં નિર્ગથ” પણ કહેવામાં આવે છે. નિગ્રંથ પાંચ પ્રકારના હોય છે - (૧) પુલાક, (૨) બકુશ, (૩) કુશીલ, (૪) નિગ્રંથ અને (૫) સ્નાતક. સંયમવાનું હોવા છતાં પણ જે સાધુ કોઈ નાના દોષના કારણે સંયમને કિંચિત્ માત્ર પણ અસર કરી દે છે તે પુલાક' કહેવાય છે. જે આત્મ શુદ્ધિની અપેક્ષા શરીરના વિભૂષા અને ઉપકરણોની સજાવટમાં અધિક રૂચિ રાખે છે તે બકુશ’ શ્રમણ છે. કુશીલ નિગ્રંથ બે પ્રકારના હોય છે – (૧) પ્રતિસેવના કુશીલ અને
ય કુશીલ. જે સાધક જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને શરીર આદિ હેતુઓમાં સંયમના મૂળગુણો કે ઉત્તરગુણોમાં દોષ લગાડે છે તે પ્રતિસેવના કુશીલ” કહેવાય છે. કષાય કુશીલ” સંયમના મૂળગુણો અને ઉત્તરગુણોમાં દોષ લગાડતા નથી. પરંતુ સંજ્વલન કષાયની પ્રકૃતિથી તે યુક્ત હોય છે. નિર્ગથ” ભેદમાં કષાયપ્રકૃતિ અને દોષોના સેવનનો સર્વથા અભાવ હોય છે. તેમાં સર્વજ્ઞતા પ્રગટ થવાની બાકી હોય છે તથા રાગ-દ્વેષનો અભાવ થઈ જાય છે. નિર્ગથ” શબ્દની વાસ્તવિક અર્થ રાગ-દ્વેષની ગ્રંથિથી રહિત એ અર્થ અહિં પૂર્ણરૂપથી ઘટિત થાય છે. એ જ નિગ્રંથ વીતરાગ હોય છે. સર્વજ્ઞતા યુક્ત નિગ્રંથ "સ્નાતક” કહેવામાં આવે છે. પંચવિધ નિગ્રંથોની આ સર્વોત્કૃષ્ટ સ્થિતિ છે.
સંયતને પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયતની દષ્ટિથી પણ વિભક્ત (વિભાગ) કરવામાં આવે છે. પ્રમત્તસંયત સાધુ છઠ્ઠા ગુણસ્થાનમાં રહે છે તથા સાતમાંથી તે અપ્રમત્ત દશામાં રહે છે.
૧. વિસ્તૃત પરિચય માટે દ્રવ્યાનુયોગ ભાગ-૨. પૃ. ૧૦૮૧ પર આમુખ જુઓ.
24 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org