________________
૨૩૯૨
શાળાનાથ
૪૬. પુદગલ અધ્યયન
જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત છે તે પુગલ છે. એક પરમાણુથી માંડીને અનંતપ્રદેશી સ્કંધમાં આ વર્ણાદિ ગુણો મળી આવે છે. જે દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી મળી આવતો તે પુદ્ગલથી ભિન્ન દ્રવ્ય હોય છે. એવા પાંચ દ્રવ્ય છે - ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને જીવ. આ પાંચેય દ્રવ્યો ઈન્દ્રિયગોચર હોતા નથી. કારણ કે તેઓ વર્ણાદિથી રહિત હોય છે. જે ઈન્દ્રિયગોચર હોય છે તે પુદ્ગલ જ હોય છે. પરંતુ પુદ્ગલના પરમાણુ, ક્રિપ્રદેશી સ્કંધ વગેરે એવા સૂક્ષ્મ અંશો પણ છે જેઓ માત્ર ઈન્દ્રિયો વડે જાણી-સમજી શકાતાં નથી. તેઓ અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અથવા કેવલજ્ઞાનના વિષય હોય છે. પુદ્ગલનો નિરુક્તિપરક એક અર્થ એવો પણ કરવામાં આવે છે કે જે પૂરણ અને ગલન અવસ્થાને પ્રાપ્ત કરે છે તે મુદ્દગલ છે. સંઘાત (જોડાણ) વડે તેઓ પૂરક અવસ્થાને તથા ભેદ વડે તેઓ ગલન અવસ્થાને પ્રાપ્ત કરે છે. એક અન્ય-બીજી પરિભાષા અનુસાર પુરુષ અર્થાત્ જીવ જે શરીર, આહાર, વિષય અને ઈન્દ્રિય ઉપકરણ-સાધનાદિના રૂપે ગ્રહણ કરે છે તે પુદગલ છે.
સમસ્ત જગતમાં પુદ્ગલ જ એક એવું દ્રવ્ય છે જે મૂર્ત છે, રૂપી છે અર્થાત્ રૂપ (વર્ણ), રસ, ગંધ અને સ્પર્શથી યુક્ત છે.
આ ઉપરાંત પુદ્ગલમાં સંસ્થાન અર્થાત્ આકારનું પણ વૈશિષ્ટ્રય હોય છે. આ સંસ્થાન છ પ્રકારનું હોય છે – ૧. પરિમંડળ, ૨. વૃત્ત, ૩. ત્રિકોણ, ૪. ચતુષ્કોણ, ૫. આયત (લાંબુ) અને ૬. અનિયત. સંસ્થાનના આ છ ભેદ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રની અનુસાર છે. સ્થાનાંગ સૂત્રમાં આના સાત ભેદ પણ છે - ૧. દીર્ઘ (પહોળું), ૨. હસ્વ (ટુકું), ૩. વૃત્ત, ૪. ત્રિકોણ, ૫. ચતુષ્કોણ, ૬, પૃથલ અને ૭. પરિમંડળ. વર્ણના પાંચ ભેદ પ્રસિદ્ધ છે- ૧, કાળો, ૨. લીલો, ૩. લાલ, ૪. પીળો અને ૫. સફેદ, ગંધના- ૧. સુરભિગંધ અને ૨. દુરભિગંધ આ બે ભેદ છે. રસના ૧. તીખો, ૨. કડવો, ૩. તુરો (કર્ષલો), ૪. ખાટો અને ૫. મીઠો આ પાંચ પ્રકાર છે. સ્પર્શના આઠ પ્રકાર છે - ૧. કર્કશ, ૨. મૃદુ, ૩. ગુરુ, ૪. લધુ, ૫. શીત, ૪. ઉષ્ણ, ૭. રુક્ષ અને ૮. સ્નિગ્ધ.
મુખ્યતયા પરમાણુ અને સ્કંધ (નોપરમાણુ યુગલ)નારૂપે વિભક્ત પુદ્ગલને વિભિન્ન-વિવિધ દૃષ્ટિકોણ વડે વિવિધ પ્રકારના ભેદોમાં વિભાજીત કરવામાં આવે છે, જેમકે - સ્કંધની અપેક્ષાએ એને વજસમાન કઠોર (ભિદુર) સ્વભાવયુક્ત તથા પરમાણના અવિભાજ્ય હોવાને કારણે એને કોમળ (અભિદુર) સ્વભાવયુક્ત કહેવામાં આવ્યો છે. સ્કંધના ભેદ (ખંડ નો હોવાને કારણે એને 'ભિન્ન' તથા પરમાણુઓના સંઘાત હોવાને કારણે એને 'અભિન્ન' કહેવામાં આવ્યો છે. ઈન્દ્રિય ગ્રાહ્ય પુદગલ બાદર તથા શેષ સૂક્ષ્મ છે. જીવ જે પુદ્ગલોને ગ્રહણ કરે છે તેઓ આત્ત (ગ્રહણીય) તથા જેને ગ્રહણ નથી કરતા તેઓ અનાત્ત (અંગ્રહણીય) કહેવાય છે. આ પ્રકારે મનને અભીસિત મનોજ્ઞ તથા અનભીસિત અમનોજ્ઞ ભેદ બને છે.
જૈનદર્શનના ગણિતમાં એકથી દસ સંખ્યા પછીની સંખ્યા માટે સંખ્યાત, અસંખ્યાત અને અનંત શબ્દોનો પ્રયોગ થાય છે. એટલા માટે પરમાણુ પછી દ્ધિપ્રદેશી પુદ્ગલ, ત્રિપ્રદેશી પુદ્ગલ, ચાર પ્રદેશી, પાંચ પ્રદેશ -યાવત– દસ પ્રદેશી પુદ્ગલોનું વર્ણન કર્યા પછી સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશી પુદ્ગલોનું વર્ણન થયેલું છે. પરમાણુને અપ્રદેશી માનવામાં આવેલો છે. એક પરમાણુ પુદ્ગલ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે, ઢિપ્રદેશી ઢંધ ક્યારેક એક વર્ણયુક્ત, ક્યારેક બે વર્ણયુક્ત, ક્યારેક એક ગંધયુક્ત, કયારેક બે ગંધ યુક્ત, કયારેક એક રસ યુક્ત, ક્યારેક બે રસયુક્ત, ક્યારેક બે સ્પર્શયુક્ત, કયારેક ત્રણ સ્પર્શયુક્ત અને કયારેક ચાર સ્પર્શયુક્ત કહેવામાં
# tkltitem IILE HEIHitiદitiiiiiiiiiiiiiiiiiiiirirani વાદE in Territin Tiministiam Irritain
Elist in Gujaratitiાર કt-
settes :
:
:::
=
==
=
==
a
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org