SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯૩ ########Ethir itutitlttkiflightlifti-tIE III III III IIES WITHI BE HER :# we r #HERE THit Hiા નામHEલા કાકા કાલાકાકા આવ્યા છે. આ જ પ્રકારે ત્રિપ્રદેશી વગેરે સ્કંધોમાં રસ અને વર્ણની સંખ્યા કદાચ વધતી જાય છે. એનાથી બ્રિકસંયોગી, ત્રિકસંયોગી વર્ણાદિની અપેક્ષાએ અનેક ભંગ બની જાય છે. આવા ગણિત વડે પરમાણુમાં વર્ણાદિના કુલ ૧૬ ભંગ, ઢિપ્રદેશી સ્કંધમાં ૪ર ભંગ, ત્રિપ્રદેશી સ્કંધમાં ૧૨૦ ભંગ, ચતુષપ્રદેશી સ્કંધમાં ૨૨૨ ભંગ, પંચપ્રદેશી સ્કંધમાં ૩૨૪ ભંગ, ષટ્રપ્રદેશી સ્કંધમાં ૪૧૪ ભંગ, સપ્તપ્રદેશી સ્કંધમાં ૪૭૪ ભંગ, અષ્ટપ્રદેશી સ્કંધમાં પ૦૪ ભંગ, નવપ્રદેશી સ્કંધમાં પ૧૪ ભંગ અને દસપ્રદેશી સ્કંધમાં ૫૧૬ ભંગ હોય છે. સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને સૂક્ષ્મ પરિણત અનન્તપ્રદેશી પુદ્ગલોમાં પણ આ જ પ્રકારે પ૧૬ ભંગ હોય છે. બાદર પરિણામ યુક્ત અનન્તપ્રદેશી સ્કંધના ૧૨૯૬ ભંગ હોય છે. એમાં સ્પર્શના કયારેક ચાર ભેદ -વાવતુ- કયારેક આઠ ભેદ મળી આવે છે. સંસારી જીવ આઠ કર્મોથી યુક્ત હોવાને કારણે પુદ્ગલવડે સંપૂર્ણપણે સંબંધિત છે. શરીર, ઈન્દ્રિય, મન વગેરે જે જીવને મળે છે તેઓ આ કારણે જ પૌલિક છે. જીવને પરભાવમાં લઈ જનાર પ્રાણાતિપાત વગેરે જે અઢારપાપ છે તેઓ પણ આ દષ્ટિએ પૌદ્ગલિક છે તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત છે. જો કે તે પાપ સિવાય જીવનું અસ્તિત્વ હોવું સંભવ નથી. તથાપિ આ જીવનો સ્વભાવ નથી પરંતુ જીવને તે પરભાવમાં લઈ જાય છે. એટલા માટે જ એને ગમમાં પૌગલિક માનવામાં આવ્યા છે. એ જ કારણે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભમાં પણ વર્ણ, ગંધ. રસ અને સ્પર્શ માનવામાં આવ્યા છે. દિગમ્બરાચાર્ય કુંદકુંદ પણ સમયસારમાં આ જ પ્રકારે નિરૂપણ કરે છે. જીવને જે સ્વભાવમાં લાવે છે એવા ગુણોમાં વર્ણાદિની સત્તાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જેમકે – પ્રાણાતિપાત-વિરમણ વગેરેમાં તથા ક્રોધ-વિવેક -યાવતુ- મિથ્યાદર્શન શલ્ય-વિવેકમાં વર્ણાદિની સત્તા નથી. એ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત હોય છે. જ્ઞાન અને દર્શન પણ વર્ણાદિથી રહિત હોય છે. એટલા માટે (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અવાય અને (૪) ધારણા તથા ઔત્પત્તિકી વગેરે ચારે પ્રકારોની બુદ્ધિઓને પણ વર્ણાદિથી રહિત માનવામાં આવી છે. ચારિત્ર પણ વર્ણાદિથી રહિત હોય છે. માટે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમને પણ વર્ણાદિથી રહિત માનવામાં આવે છે. પરંતુ અષ્ટવિધ કર્મોને પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શયુક્ત નિરૂપિત કરવામાં આવ્યું છે. દ્રવ્ય-લેશ્યા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત છે. જ્યારે ભાવલેશ્યા આનાથી રહિત છે. જ્ઞાન અને દર્શનની સાથે દષ્ટિ, અજ્ઞાન અને આહાર વગેરે ચાર સંજ્ઞાઓને વર્ણાદિથી રહિત માનવામાં આવે છે. આહાર વગેરે સંજ્ઞાઓ વર્ણાદિથી રહિત છે કારણ કે તેઓ સ્વાભાવિક છે, પરંતુ કેવલી, કવલાહાર (કોળિયો આહાર) સિવાય ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાઓ વડે ગ્રસ્ત હોતા નથી. આથી એમને વર્ણાદિથી રહિત માનવાને માટે પ્રશ્નચિહ્ન ઉપસ્થિત થાય છે. ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ શરીર પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શયુક્ત છે. જ્યારે કામણશરીર ચતુઃસ્પર્શી છે. આ શરીરોને કારણે નારકી, દેવ, તિર્યંચ અને મનુષ્યગતિના જીવ વર્ણાદિથી યુક્ત માનવામાં આવે છે. કાર્પણ શરીરની અપેક્ષાએ આ ચતુઃસ્પર્શી તથા અન્ય શરીરોની અપેક્ષાએ અષ્ટસ્પર્શી હોય છે. મનોયોગ અને વચનયોગ ચતુઃસ્પર્શી છે તથા કાયયોગ અષ્ટસ્પર્શી છે. વિભિન્ન પૃથ્વીઓના મધ્ય અવકાશાન્તર વર્ણાદિથી રહિત છે પરંતુ સપ્તમ પૃથ્વીથી પ્રથમ પૃથ્વી સુધી, તનુવાત, ઘનવાત, ઘનોદધિ તથા જમ્બુદ્વીપથી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, સૌધર્મ કલ્પથી ઈષ~ાભારા પૃથ્વી સુધી, નૈરયિકાવાસથી વૈમાનિકાવાસ સુધીના બધા વર્ણાદિ સહિત છે તથા આઠ સ્પર્શયુક્ત છે. એમાંથી કેટલાક દ્રવ્યો વર્ણાદિથી રહિત છે તથા કેટલાક વર્ણાદિ સહિત છે પરંતુ તેઓ અન્યોન્યસ્કૃષ્ટ (સ્પર્શયુક્ત) અને અન્યોન્ય સંબદ્ધ (જોડાણયુક્ત) રહે છે. પુદ્ગલના ભેદ અને સંઘાત (સંગાથ)નું વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રમાં વિસ્તારપૂર્વક વિવેચન થયેલું છે. પુદ્ગલોનો સંઘાત અને ભેદ ક્યારેક પોતાના સ્વભાવ અનુસાર થાય છે અને કયારેક અન્યના નિમિત્ત દ્વારા થાય છે. પરમાણુ પુદ્ગલોના મિલનથી સ્કંધનું નિર્માણ થાય છે તથા પુગલનું અધિકતમ વિભાજન પરમાણુ પુદગલનારૂપે થાય છે. શ્રમણ ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy