________________
જે જીવમાં જેટલી ઈન્દ્રિયો જોવા મળે છે. તે જીવ તે જ નામથી ઓળખાય છે. જેમકે - જે જીવમાં એક સ્પર્શેન્દ્રિય જોવા મળે છે તેને એકેન્દ્રિય. જેમાં સ્પર્શ અને રસના આ બે ઈન્દ્રિયો જોવા મળે છે તે બેઈન્દ્રિય. જેમાં સ્પર્શન, રસના અને ઘાણ આ ત્રણ ઈન્દ્રિયો જોવા મળે છે તેને તેઈન્દ્રિય. જેમાં ચક્ષુસહિત ચાર ઈન્દ્રિયો જોવા મળે છે તે ચૌરેન્દ્રિય અને જેમાં શ્રોત સહિત પાંચ ઈન્દ્રિયો જોવા મળે છે તે જીવને પંચેન્દ્રિય કહેવામાં આવે છે.
આપણને જે પાંચ ઈન્દ્રિયો પ્રાપ્ત થઈ છે તે વાસ્તવમાં જ્ઞાનેન્દ્રિયોના રૂપમાં પ્રાપ્ત થઈ છે. પરંતુ તેને આપણે ભોગેન્દ્રિયોના રૂપમાં વધારે પ્રયોગ કરી રહ્યા છીએ. ઈન્દ્રિયોથી ન માત્ર શબ્દાદિને જાણીએ છીએ પરંતુ તેનાથી ભોગમાં વધારે પ્રવૃત્ત થઈ રહ્યા છીએ. ઉશ્વાસ :
સંસારસ્થ પ્રાણીમાં ઓછામાં ઓછા ચાર પ્રાણ આવશ્યકરૂપથી જોવા મળે છે - (૧) સ્પર્શેન્દ્રિય બળપ્રાણ, (૨) કાયબળપ્રાણ, (૩) શ્વાસોશ્વાસ અને (૪) આયુષ્ય. આ ચાર પ્રાણોમાં શ્વાસોશ્વાસને પણ પ્રાણની શ્રેણીમાં લેવામાં આવ્યો છે. આધુનિક વિજ્ઞાનમાં પણ શ્વસન ક્રિયાને સજીવતાનો એક આધાર માનવામાં આવે છે. આગમમાં પણ ચાર ગતિઓના પર્યાપ્તક જીવોમાં શ્વાસોશ્વાસ પ્રાણને અનિવાર્ય માનવામાં આવ્યું છે. આગમમાં શ્વસનક્રિયાને પ્રતિપાદિત કરાવાવાળા આનપ્રાણ, ઉશ્વાસ : શબ્દોનો પ્રયોગ થયો છે. બધા જીવ આ ચાર ક્રિયા કરે છે. તેમાં સ્વાભાવિકરૂપથી શ્વાસ ગ્રહણ કરવાની ક્રિયાને આન' અને છોડવાની ક્રિયાને પ્રાણ” કહી શકીએ. તથા ઉંચા શ્વાસ લેવી અને શ્વાસ બહાર કાઢવાને ઉશ્વાસ” અને નિઃશ્વાસ' કહી શકાય, બધા મળી આ ચારે શબ્દ શ્વસન ક્રિયાને જ અભિવ્યક્ત કરે છે. આ શ્વસન ક્રિયા મનુષ્યો, પશુઓ, પક્ષિઓ, કીડા-મકોડા આદિ પ્રાણિઓમાં આપણને સ્પષ્ટ દેખાય છે. પરંતુ આગમના અનુસાર વૈક્રિય શરીરધારી નારકી અને દેવોમાં પણ નિરંતર શ્વસનક્રિયા ચાલુ રહે છે. ભગવાન મહાવીરને તેમના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમે પ્રશ્ન કર્યો કે બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં થવાવાળા આન, પ્રાણ અને શ્વાસોશ્વાસને તો આપણે જાણીએ-દેખીએ પરંતુ પૃથ્વીકાયથી વનસ્પતિ સુધીના એકેન્દ્રિય જીવમાં આન, પ્રાણ અને શ્વાસોશ્વાસ હોય છે કે નહિ ? ભગવાને ઉત્તર આપ્યો છે- હે ગૌતમ ! આ પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિય જીવ પણ શ્વાસોશ્વાસ લે છે. એમાં પણ આન, પ્રાણ અને ઉશ્વાસ-નિશ્વાસની ક્રિયાઓ થાય છે. આધુનિક વિજ્ઞાનવેત્તા વનસ્પતિમાં શ્વસન ક્રિયા સિદ્ધ કરવામાં સફળ થઈ ગયા છે. પરંતુ પૃથ્વીકાયિકાદિ જીવોમાં શ્વસન ક્રિયા સિદ્ધ કરવાની હજી બાકી છે. મહાવીરની દૃષ્ટિમાં પૃથ્વીકાયિકાદિ બધા જીવ શ્વસનક્રિયા કરે છે. પૃથ્વીકાયિકાદિ જીવ એકેન્દ્રિયોને જ શ્વાસોશ્વાસના રૂપમાં ગ્રહણ કરે છે. નારકી જીવ શ્વાસોશ્વાસના રૂપમાં અનિષ્ટ, અકાન્ત, અપ્રિય અને અમનોજ્ઞ પુદ્ગલોને ગ્રહણ કરે છે તો દેવ ઈષ્ટ કાન્ત, પ્રિય અને મનોજ્ઞ પુગલોને ગ્રહણ કરે છે. તિર્યંચગતિના જીવો અને મનુષ્યોના દ્વારા શ્વાસોશ્વાસમાં શું ગ્રહણ કરવામાં આવે છે ? તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ તે પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત પુદ્ગલોનો જ શ્વાસ પ્રશ્વાસના રૂપમાં ગ્રહણ કરતા હોય અને છોડતા હોય તેવો સંભવ છે. વિજ્ઞાનની માન્યતાના અનુસાર મનુષ્યાદિ જીવ ઓક્સીજન ગેસને શ્વાસરૂપમાં ગ્રહણ કરે છે તથા કાર્બન ડાયોકસાઈડ ગેસને કાઢે છે. વિજ્ઞાનની દષ્ટિથીએ બંને વાયું છે, પરંતુ સજીવ છે કે નિર્જીવ તે એક પ્રશ્ન થાય છે. બીજો પ્રશ્ન તે પણ થાય છે કે મનુષ્યાદિ જીવ શ્વાસના રૂપમાં વાયુના માધ્યમથી પુદ્ગલોને ગ્રહણ કરે છે કે વાયુને અથવા બંનેને ? તે વિચારણીય છે. શ્વાસોશ્વાસ ક્રિયાનો કાળ ચોવીસ દંડકના જીવોમાં ભિન્ન-ભિન્ન છે.
ભાષા :
બેઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના પર્યાપ્તક જીવોમાં ભાષાનો પ્રયોગ થાય છે. ભાષા પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી આ જીવોમાં પોતાની વાત કરવાની ક્ષમતા પ્રાપ્ત થઈ જાય છે. ભાષાનો પ્રયોગ મનુષ્યમાં જે રીતે પ્રભાવશાળી જોવા મળે છે તેટલો અન્ય જીવોમાં નહિ. પશુપક્ષિઓમાં પણ યત્કિંચિત ભાષાનો પ્રયોગ જોવા મળે છે. પરંતુ લટ, કીડી, માખી જેવા વિકસેન્દ્રિયોમાં તો આના પ્રયોગનો આપણને કોઈ સાક્ષાત્ બોધ થતો નથી. પરંતુ આગમ એમાં પણ ભાષાનો વ્યવહાર સ્વીકાર કરે છે. કીડીઓમાં એવો વ્યવહાર અનુમિત પણ થાય છે. જે સહયોગ અને સહકર્મિતા તેમાં જોવા મળે છે તે ભાષા વ્યવહાર, વિના સંભવ નથી. ૧. દ્રવ્યાનુયોગ ભાગ-૨, પૃ. ૯૭
SSSSSSSSા
18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org