________________
દેવ બે પ્રકારના છે – (૧) માયી મિથ્યાદષ્ટિ ઉપપન્ક અને (૨) અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક, આમાં અમારી સમ્યગુદૃષ્ટિ ઉપપન્નક દેવ યથેચ્છ વિકુર્વણા કરી શકે છે. પરંતુ માયી મિથ્યાષ્ટિ દેવ યથેચ્છ વિદુર્વણા કરી શકતા નથી. માયી મિથ્યાદષ્ટિ દેવ જો ઋજુરૂપની વિદુર્વણા કરવા ઈચ્છે તો વક્રરૂપની વિદુર્વણા થઈ જાય છે અને જ્યારે તે વક્રરૂપની વિદુર્વણા કરવા ઇચ્છે તો ઋજુરૂપની વિદુર્વણા થઈ જાય છે. અમાયી સમ્યગુદૃષ્ટિ ઉ૫૫ન્નક દેવની સાથે આવું થતું નથી. તે ત્યારે જે રૂપમાં વિદુર્વણા કરવા ઇચ્છે ત્યારે તે રૂપની વિદુર્વણા થઈ જાય છે. મહર્લૅિક દેવ એકરૂપ -વાવ- અનેક રૂપોની વિદુર્વણા કરી શકે છે. તે હજારોરૂપોની વિદુર્વણા કરી પરસ્પર એક બીજાની સાથે સંગ્રામ કરવામાં સમર્થ છે. પરંતુ વૈક્રિયકૃત તે શરીર એક જ જીવની સાથે સંબંધિત હોય છે. નારકમાં પ્રથમ નરકથી લઈ પાંચમી નરક સુધીના નારકી એકરૂપની પણ વિદુર્વણા કરે છે અને અનેક રૂપોની પણ કરે છે. વિદુર્વણા કરવાથી તેમની વેદનાની ઉદીરણા થાય છે. છઠ્ઠી અને સાતમી નરકના નારકી ગોબરના કીડાના સમાન મોટા વજય મુખવાળા રક્તવર્ણ કુંથુઓના રૂપોની વિદુર્વણા કરે છે. વાયુકાયના જીવ અને બલાહક (મેઘ પંક્તિ) પણ પોતાના સામર્થ્યના અનુસાર વિદુર્વણા કરે છે.
વિકર્વણા આત્મકર્મ અને આત્મ-પ્રયોગથી થાય છે. પર-કર્મ અને પર-પ્રયોગથી નહિ. સમ્યગ્દષ્ટિ દેવોમાં નવરૈવયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવ અનેકવિધ વિદુર્વણા કરવામાં સમર્થ હોવા છતાં પણ વિદુર્વણા કરતા નથી.
ઈન્દ્રિય :
આત્મા છે. જે આત્મા (ઈન્દ્ર)નું લિંગ છે તે ઈન્દ્રિય છે. ઈન્દ્રિયો વ્યવહારિક દૃષ્ટિથી આભિનિબોધિક જ્ઞાનમાં સહાયક થાય છે. શ્રુતજ્ઞાન આભિનિબોધિક (મતિ) જ્ઞાનપૂર્વક થાય છે. એટલે માટે શ્રુતજ્ઞાનમાં પણ ઈન્દ્રિયોને નિમિત્તમાની શકાય છે. જૈનદર્શનમાં ઈન્દ્રિય' શબ્દથી મનનું ગ્રહણ થતું નથી. માટે મન અનિન્દ્રિય કે નોઈન્દ્રિય કહેવાય છે. ઈન્દ્રિયો પાંચ પ્રકારની છે – (૧) શ્રોતેન્દ્રિય, (૨) ચક્ષુન્દ્રિય, (૩) ઘ્રાણેન્દ્રિય, (૪) રસેન્દ્રિય અને (૫) સ્પર્શેન્દ્રિય. આ પાંચે ઈન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોના નામથી ઓળખાય છે. જૈનેત્તરદર્શનોમાં પાંચ કર્મેન્દ્રિયો પણ સ્વીકાર કરવામાં આવી છે, જેમાં (૧) પાણિ (હાથ), (૨) પાદ ભૈરી, (૩) પાયુ, (૪) ઉપસ્થ અને (૫) વાફ. જૈનદર્શનમાં કર્મેન્દ્રિયોનો કયાંય અલગ ઉલ્લેખ નથી થયો. પરંતુ તેનો સમાવેશ શરીરના અંગોપાંગોમાં જ થઈ જાય છે. પાંચ જ્ઞાનેન્દ્રિયોમાં શ્રોતથી શબ્દનો, ચક્ષુથી રૂપનું, પ્રાણથી ગંધનું, જીભથી રસનું તથા સ્પર્શેન્દ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય છે. વર્ષાદિના ભેદોના આધારે પાંચ ઈન્દ્રિયોના ૨૩ વિષય અને ૨૪૦ વિકાર માનવામાં આવે છે. શબ્દ અને રૂપ વિષયને આગમમાં કામ' કહેવાય છે તથા ગંધ, રસ અને સ્પર્શન 'ભોગ' કહેવાય છે. પાંચે મળી કામ-ભોગ કહેવામાં આવે છે. પાંચ ઈન્દ્રિયોમાં ચક્ષુને છોડી શેષ ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. અર્થાત્ તે વિષયોના સ્પષ્ટ થવાથી જ તેનું જ્ઞાન કરાવે છે, અન્યથા નહિ. જ્યારે ચક્ષુઈન્દ્રિય અને મનને અપ્રાપ્યકારી માનવામાં આવે છે, કારણ કે તે વિષયોથી અસ્પષ્ટ રહીને જ તેનું જ્ઞાન કરાવી દે છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં ચક્ષુને પણ પ્રાપ્યકારી માનવામાં આવ્યો છે તથા બૌદ્ધ દર્શનમાં ચક્ષુ અને શ્રોત બંને ઈન્દ્રિયોને અપ્રાપ્યકારી કહેવામાં આવી છે.
પાંચ પ્રકારની ઈન્દ્રિયો દ્રવ્ય અને ભાવના ભેદથી બે-બે પ્રકારની હોય છે. આગમમાં દ્રવ્યન્દ્રિયના આઠ ભેદ પ્રતિપાદિત કર્યા છે. બે શ્રોત, બે નેત્ર, બે પ્રાણ, એક જિહ્વા અને એક સ્પર્શન. ભાવેન્દ્રિય પાંચ પ્રકારની કહેવામાં આવી છે. શ્રોત, ચક્ષુ, ઘાણ, જીભ અને સ્પર્શન. તત્વાર્થસૂત્રમાં ઈન્દ્રિયના દ્રવ્ય અને ભાવ ભેદ કરતી વખતે દ્રવ્યન્દ્રિયના બે પ્રકાર કહ્યા છે(૧) નિવૃત્તિ અને (૨) ઉપકરણ 'નિવૃત્તિનો અર્થ છે રચના. નિર્માણ નામકર્મ અને અંગોપાંગ નામકર્મના ફળસ્વરૂપ વિશિષ્ટ પુદ્ગલથી ઈન્દ્રિયની રચના થવી નિવૃત્તિ દ્રવ્યન્દ્રિય' છે. આ ઈન્દ્રિયનો આકારમાત્ર હોય છે. ઉપકરણ દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિનો ઉપઘાત નથી થવા દેતી તથા તેની સ્થિતિ આદિમાં સહાયતા કરે છે. ભાવેન્દ્રિય પણ બે પ્રકારની હોય છે- (૧) લબ્ધિ અને (૨) ઉપયોગ, લબ્ધિનો અર્થ છે જાણવાની શક્તિ. જાણવાની શક્તિ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. ઉપયોગનો તાત્પર્ય છે- જાણવાની શક્તિનો વ્યાપાર.
૧. “નિવૃત્યુપર દ્રન્દ્રિય” - તત્વાર્થસૂત્ર - ૨/૧૭ ૨. “
માવદિયમ” તેજ ૨/૧૮
17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org