________________
/c%e0%%s bless%5%Isle bless ચાર સ્થિતિઓમાં જીવ આહાર ગ્રહણ કરતો નથી - (૧) વિગ્રહગતિમાં, (૨) કેવળી સમુદઘાતના સમયે, (૩) શૈલેષી અવસ્થામાં અને (૪) સિદ્ધ થયા પછી. કેવળીના કવલાહારથી લઈ દિગમ્બર અને શ્વેતામ્બર માન્યતામાં ભેદ છે. દિગમ્બર માન્યતાના અનુસાર કેવળી કવલાહાર કરતા નથી. જ્યારે શ્વેતામ્બર માન્યતાના અનુસાર કવલાહાર અને કેવળજ્ઞાનમાં પરસ્પર કોઈ વિરોધ નથી, માટે કેવળી પણ કવલાહાર ગ્રહણ કરે છે. શ્વેતામ્બર દાર્શનિક વાદિદેવસૂરિએ લખ્યું છે કે કવલાહાર ગ્રહણ કરવાથી કેવળી અસર્વજ્ઞ નહિ થઈ જાય કારણ કે કવલાહાર અને સર્વજ્ઞતામાં પરસ્પર કોઈ વિરોધ નથી.' શરીર :
જ્યાં સુધી જીવ આઠ કર્મોથી મુક્ત થતો નથી ત્યાં સુધી તેનો શરીર સાથે સંબંધ રહે છે. આ જીવ અને શરીરનો અનાદિ સંબંધ છે. સંસારી જીવ સશરીરી હોય છે તથા સિદ્ધ જીવ અશરીરી હોય છે. શરીરની પ્રાપ્તિ નામકર્મના ઉદયથી થાય છે. જ્યાં સુધી નામકર્મ શેષ છે ત્યાં સુધી શરીરની પ્રાપ્તિ થતી રહે છે. શરીર પાંચ પ્રકારના છે- (૧) દારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કામણ. પ્રધાન કે ઉદાર પુદગલોથી નિર્મિત શરીર ઔદારિક' કહેવાય છે. વિવિધ અને વિશેષ પ્રકારની ક્રિયાઓ કરવામાં સક્ષમ શરીર વૈક્રિય' કહેવાય છે. આહારક લબ્ધિથી નિર્મિત શરીર આહારક શરીર” હોય છે. આહારના પાચનમાં સહાયક તથા તેજોવેશ્યાની ઉત્પત્તિનો આધાર તૈજસુ શરીર’ કહેવાય છે. આ તૈજસ પુદગલોથી બનેલું હોય છે. કાશ્મણ પુદ્ગલોથી નિર્મિત શરીર કાર્પણ' કહેવાય છે. આ પાંચ શરીરમાંથી તૈજસુ અને કાશ્મણ શરીર બધા સંસારી જીવોમાં જોવા મળે છે. આ બંને શરીર જીવમાં ત્યારે પણ વિદ્યમાન હોય છે જ્યારે તે એક (દેહ) કાયાને છોડી બીજી કાયાને ધારણ કરવાની વચ્ચે વિગ્રહગતિમાં હોય છે. ઔદારિક શરીર તિર્યંચગતિના એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના બધા જીવોમાં અને મનુષ્યોમાં જોવા મળે છે. વૈક્રિય શરીર નારકી અને દેવોમાં જન્મથી હોય છે તથા મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને વિશેષ લબ્ધિથી પ્રાપ્ત થાય છે નારી અને દેવોને જન્મથી પ્રાપ્ત થવાવાળા વૈક્રિય શરીરને ઔપપાતિક' કહ્યું છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને પ્રાપ્ત થવાવાળા વૈક્રિય શરીરને લબ્ધિ પ્રત્યય” કહેવામાં આવે છે. વિભિન્ન વિક્રિયાઓ કરવાના કારણે બાદર વાયુકાયના જીવોમાં પણ વૈક્રિય શરીર માનવામાં આવે છે. આહારક શરીર માત્ર પ્રમત્તસયત ગુણસ્થાનવર્સી ચૌદ પૂર્વધારી મનુષ્યોમાં જોવા મળે છે. પાંચ શરીરોમાં કાર્મણશરીર અગુરુલઘુ છે તથા શેષ ચાર શરીર ગુરુલઘુ છે. શરીરની ઉત્પત્તિ જીવના ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમના નિમિત્તથી થાય છે.
સંહનન અને સંસ્થાનની વિષય-વસ્તુ પણ શરીરથી સંબંધિત છે. માટે શરીર અધ્યયનમાં આના સંબંધમાં પણ સામગ્રી સન્નિહિત છે. વિફર્વણા :
વિફર્વણા પ્રાયઃ વૈક્રિય શરીરના માધ્યમથી કરવામાં આવે છે. વિકવણાનો અર્થ છે વિભિન્ન પ્રકારનારૂપ, આકાર આદિની રચના કરવી. ભાવિતાત્મા અનગાર, દેવ, નારકી, વાયુકાયિક જીવ અને બલાહક પ્રાય: આ પ્રકારની વિફર્વણા કરે છે. વિફર્વણા કે વિક્રિયા મુખ્યરૂપે ત્રણ પ્રકારની થાય છે- (૧) બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરી કરવામાં આવે તે, (૨) બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર કરવામાં આવે તે તથા (૩) બાહ્ય પુદગલોને ગ્રહણ કરી અને ગ્રહણ ન કર્યા વગર કરવામાં આવતી વિફર્વણા વિફર્વણાના ત્રણ ભેદ આંતરિક પુદગલોને ગ્રહણ કરવા, ગ્રહણ ન કરવા અને મિશ્રિત સ્થિતિથી બને છે. જ્યારે બાહ્ય અને આંતરિક બંને પ્રકારના પુદગલોને ગ્રહણ કરવા, ગ્રહણ ન કરવા અને મિશ્રિત થવાની સ્થિતિ બને છે ત્યારે પણ વિક્રિયાના ત્રણ ભેદ બને છે. વિકવણા માટે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત પુદ્ગલોની આવશ્યકતા હોય છે.
ભાવિતાત્મા અનગાર વિભિન્નરૂપની વિદુર્વણા કરી શકે છે. તે અશ્વ, હાથી, સિંહ, વાઘ આદિનું રૂપ બનાવી અનેક યોજન સુધી ગમન કરી શકે છે. એટલું જ નહિ પણ ગ્રામ, નગર આદિના રૂપોની પણ વિકવણા કરી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે ભાવિતાત્મા અનગારમાં વિભિન્ન વિદુર્વણાઓ કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ તે ક્યારે પણ આ વિકવણા કરતા નથી. જે વિકુર્વણા કરવામાં આવે છે તે માયી અનગાર કરે છે. અમારી અનગાર નહિ, અસંવૃત અનગાર એક વર્ણના બીજા વર્ણમાં, એક રસના બીજા રસ આદિમાં પરિણમન કરવામાં સમર્થ છે. १. “न च कवलाहारवत्त्वेन तस्या सर्वज्ञत्वं, कवलाहार सर्वज्ञत्वयोरविरोधात्” - પ્રમાણનયતત્તાલોક-૨/૨૭
16
Jain Education International
For p.
For Private & Personal Use Only
www.jainelibrary.org