________________
ભાષામાં શબ્દોનો પ્રયોગ થાય છે. જેવી રીતે શબ્દ પૌદ્ગલિક છે તેવી રીતે ભાષા પણ પૌદ્ગલિક છે. જૈનાગમોના અનુસાર ભાષાનું મૂળ કારણ જીવ છે. જીવ જ્યારે ભાષા વર્ગણાના પુદ્દગલોને ગ્રહણ કરે છે ત્યારે તે તેને ભાષાનારૂપમાં અભિવ્યક્ત કરે છે. ભાષાની ઉત્પત્તિ શરીરથી માની છે તથા તેનો આકાર વજ્રની જેમ સ્વીકાર કરવામાં આવ્યો છે. ભાષાનો અંત લોકાન્તમાં થાય છે. અર્થાત્ પુદ્દગલ લોકના અંત સુધી પહોંચી શકે છે. આમ હોવા છતા પણ જૈનોએ ભાષાને નિત્ય નથી માન્યો. ભાષા લોકાન્ત સુધી પહોંચી અથવા સંખ્યાત યોજનો સુધી જઈ વિધ્વંસને પ્રાપ્ત થઈ જાય છે.
ભાષાના સંબંધમાં દાર્શનિકોએ ગહન વિચાર કર્યો છે. મીમાંસક અને વૈયાકરણ શબ્દને નિત્ય માને છે. બૌદ્ધ દાર્શનિક શબ્દને અનિત્ય અને કૃતક માને છે. વાક્યપ્રદીપમાં ભર્તૃહરિએ શબ્દને બ્રહ્મરૂપ પ્રતિપાદિત કર્યો છે, જેમ
અર્થાત્ શબ્દ તત્વ અનાદિનિધન, અક્ષર અને બ્રહ્મરૂપ છે. તેનાથી જ જગતની અર્થરૂપમાં પરિણતિ થાય છે. કાવ્યાદર્શમાં દંડીએ શબ્દના મહત્ત્વ પર આ પ્રમાણે કહ્યું છે
“अनादिनिधनं ब्रह्म शब्दतत्वं यदक्षरम् । विवर्ततेऽर्थभावेन प्रक्रिया जगतो यतः
}}×Ñ
અર્થાત્ જો સંસારમાં શબ્દ નામક જ્યોતિ પ્રદિપ્ત ન થાત તો સમસ્ત સંસાર ગહન અંધકારમય થઈ જાય. શબ્દથી આપણો સમસ્ત વ્યવહાર થાય છે, માટે તેના અભાવમાં સંસાર અંધકારમય છે.
સર્વાર્થસિદ્ધિમાં શબ્દને બે પ્રકારનો બતાવ્યો છે - (૧) ભાષાત્મક અને (૨) અભાષાત્મક. અભાષાત્મક શબ્દ અચેતન જડથી ઉત્પન્ન થાય છે. તે બે પ્રકારના હોય છે - (૧) પ્રાયોગિક અને (૨) વૈસ્ત્રસિક, જે શબ્દ વાદળાની ગર્જનાની જેમ પ્રયત્ન વગર ઉત્પન્ન થાય છે તે 'વૈસ્ત્રસિક' શબ્દ છે. તથા જે શબ્દ પ્રયત્ન દ્વારા ઉત્પન્ન થાય છે તે પ્રાયોગિક' શબ્દ કહેવાય છે. વીણા, ઘંટ આદિના શબ્દ આ દૃષ્ટિથી પ્રાયોગિક છે. પ્રાયોગિક શબ્દના પાંચ પ્રકાર કહ્યા છે- (૧) તત, (૨) વિતત, (૩) ઘન, (૪) સુષિર અને (૫) સંઘર્ષ, ભાષાત્મક શબ્દ પણ બે પ્રકારના હોય છે – (૧) સાક્ષર અને (૨) અનક્ષ૨. અક્ષરયુક્ત શબ્દ 'સાક્ષર' છે તથા બેઈન્દ્રિયાદિ જીવોના દ્વારા કહેલા શબ્દ 'અનક્ષર' છે.
“ इदमन्धतमः कृत्स्नं जायेत भुवनत्रयम् । यदि शब्दाहृयं ज्योतिरासंसारान्न दीप्यते ॥ २
વ્યાકરણદર્શનમાં શબ્દના ચાર પ્રકાર કે અવસ્થાઓ બતાવી છે - (૧) પરા (૨) પશ્યન્તી (૩)મધ્યમા અને (૪) વૈખરી. ઉચ્ચારણના પહેલા શબ્દતત્વ પોતાની મૂળ અવસ્થામાં રહે છે. તે જ શબ્દતત્વને ભર્તૃહરિએ અનાદિ, અક્ષર બ્રહ્મ કહ્યો છે. આને વિદ્વાનોએ પરાવાણી કહી છે. પશ્યન્તી, મધ્યમા અને વૈખરી વાક્ આના જ વિવર્ત છે. વક્તાની વિવક્ષાના પ્રયત્નથી સૂક્ષ્મ સ્પંદન ઉત્પન્ન થાય છે. આ સ્થિતિમાં જ્ઞાત કે અનુભૂત અર્થ અને શબ્દનો યોગ થાય છે. વાણીની આ સ્થિત પશ્યન્તી છે. નાભિદેશસ્થ પશ્યન્તી વાણી જ્યારે પ્રાણવાયુથી ઉધ્ધેજિત થઈ હૃદયાકાશમાં આવી જાય છે ત્યારે તે મધ્યમા વાણી કહેવાય છે. લોક-વ્યવહારમાં જે ધ્વન્યાત્મક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તે વૈખરીવાણી છે. શ્રોત દ્વારા વૈખરી ભાષાને જ સાંભળી શકાય છે.
જૈનાગમોમાં જે ભાષાનું વર્ણન પ્રાપ્ત છે તે વ્યાકરણ દર્શનની વૈખરી વાક્ જ છે. ભાષાના માટે કહેવાય છે કે ભાષા જ્યારે બોલવામાં આવે છે ત્યારે જ તે ભાષા કહેવાય છે તેના પૂર્વે કે પશ્ચાત્ નહિં.
૧.
૨.
જૈનદર્શનના અનુસાર ભાષાના મુખ્યરૂપે ચાર પ્રકાર છે - (૧) સત્ય, (૨) મૃષા, (૩) સત્યામૃષા (મિશ્ર) અને (૪) અસત્યામૃષા (વ્યવહા૨) ભાષા. સત્યભાષા જનપદ સત્ય, સમ્મત સત્ય આદિના ભેદથી દશ પ્રકારની કહેવામાં આવે છે. મૃષા ભાષાના પણ ક્રોધિનસૃતા, માનનિસૃતા આદિ દશ પ્રકાર છે. સત્યમૃષાના ઉત્પન્ન મિશ્રિતા આદિ દશ તથા
વાક્યપ્રદીપ ૧૧
કાવ્યાદર્શ - ૧/૪
Jain Education International
19
For Private & Personal Use Only
www.jainelibrary.org