________________
૨૩૪૫
પtutiHisittittituthierIHAlllllll
fliriulilufellllllllllllll
*
S
S
« OCT : ર
થs
6
- ૨
સવેદક, અશરીરી અને પર્યાપ્તક - અપર્યાપ્તક જીવોનું કથન આહારક દ્વારની જેમ છે. સમ્યગ્દષ્ટિ અને સાકારઅનાકારોપયોગી જીવોનું કથન અનાહારક જીવોને અનુરૂપ છે. નોસંસી-નોઅસંજ્ઞી, નોસંયત-નોઅસંત-નોસંયતા સંયત, અકષાયી, કેવલજ્ઞાની, અયોગી, અવેદક અને અશરીરી જીવ અચરમ હોય છે.
અલ્પબદુત્વની અપેક્ષાએ અચરમ જીવ અલ્પ છે તથા ચરમ જીવ એનાથી અનંતગણા છે.
અજીવ દ્રવ્યોમાંથી પુલનું જ ચામાચરમત્વ વર્ણિત છે. પુદગલના પાંચ સંસ્થાન (આકાર) હોય છે - ૧. પરિમંડળ, ૨. વૃત્ત, ૩. ત્રિકોણ, ૪. ચતુષ્કોણ અને ૫. આયત. આ વિભાજન ઉપલક્ષણો વડે છે. પંચકોણ, ષટ્કોણ વગેરે પણ ચતુષ્કોણમાં સ્વીકૃત થઈ જશે. આ વિભિન્ન સંસ્થાન જ્યારે સંખ્યાત પ્રદેશી હોય છે તો સંખ્યાત પ્રદેશોમાં નિમગ્ન (અવગાઢ) હોય છે, જ્યારે અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશી હોય છે તો કદાચ સંખ્યાત પ્રદેશોમાં નિમગ્ન હોય છે તથા કદાચ અસંખ્યાત પ્રદેશોમાં નિમગ્ન હોય છે પરંતુ અનંત પ્રદેશોમાં નિમગ્ન હોતા નથી. આ બધા સંસ્થાન નિયમથી એકની અપેક્ષાએ અચરમ, બહુવચનની અપેક્ષાએ ચરમ તથા અરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ છે એમનું દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ અલ્પબહત્વ પણ પ્રસ્તુત અધ્યયનમાં નિર્દિષ્ટ થયેલું છે.
પરમાણુ પુદ્ગલના ચરાચરમત્વના પ્રસંગમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિચાર કરવામાં આવે તો દ્રવ્યાદેશથી પરમાણુ પુદ્ગલ ચરમ નહીં અચરમ છે, ક્ષેત્રાદેશ, કાલાદેશ અને ભાવાદેશથી તે કદાચ ચરમ છે અને કદાચ અચરમ છે.
પ્રજ્ઞાપના સૂત્રના દસમા પદને અનુસાર અહીંયા પરમાણુ પુદ્ગલ અને વિભિન્ન સ્કંધોના ચરાચરમતનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પરમાણુ પુદ્ગલથી સંબંધિત ૨૬ ભંગો વડે પ્રશ્ન કરેલા છે, જેનો પ્રત્યુત્તર ભગવાન મહાવીરે સંક્ષેપમાં આપતાં કહ્યું છે કે આ છવ્વીસમાંથી પરમાણુમાં માત્ર તૃતીયભંગ અવકતવ્ય’ મળી આવે છે. શેષ ચરમ, અચરમ વગેરે ૨૫ ભંગોનો નિષેધ છે. આ જ પ્રકારે હિંપ્રદેશિક સ્કંધ, ત્રિપ્રદેશિક સ્કંધ, ચતુષ્પદેશિક સ્કંધ, પંચપ્રદેશિક સ્કંધ, ષટ્રપ્રદેશિક સ્કંધ, સપ્તપ્રદેશિક સ્કંધ, અપ્રદેશિક સ્કંધ તથા સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી અને અનંત પ્રદેશ સ્કંધોમાં ૨૬ ભંગોમાંથી મળી આવતા ભંગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આઠ પૃથ્વીઓ અને લોકાલોકના ચરાચરમત્વનું પણ આ અધ્યયનમાં પ્રતિપાદન છે. આઠ પ્રકારની પૃથ્વીઓમાં સાત તો નરકની પૃથ્વીઓ છે તથા આઠમી ઈષત્નાભારા પૃથ્વી છે. આ બધી પૃથ્વીઓ એકવચનની અપેક્ષાએ અચરમ અને બહુવચનની અપેક્ષાએ ચરમ, અરમાન્ત પ્રદેશોયુક્ત અને અચરમાન્ત પ્રદેશોયુક્ત છે. લોક અને અલોકને માટે પણ આ જ કથન છે.
કાયસ્થિતિની દષ્ટિએ ચરમ જીવ ચરમ અવસ્થામાં અનાદિ સપર્યવસિત કાળ સુધી રહે છે તથા અચરમજીવ અચરમ અવસ્થામાં અનાદિ અપર્યવસિત અને સાદિ અપર્યવસિત કાળ સુધી રહે છે.
આ પ્રકારે આ અધ્યયન ચમાચમત્વના વિશેષ નિરૂપણ વડે સંપન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org