________________
૨૩૪૪
૪૪. ચમાચરમ અધ્યયન
જૈન આગમોમાં જીવાદિ દ્રવ્યોની વિવિધ પ્રકારે પ્રરૂપણા કરવામાં આવી છે. એનાથી એ દ્રવ્યોની વિવિધ વિશેષતાઓ પ્રગટ થાય છે. પ્રસ્તુત અધ્યયનમાં ચરમ અને અચરમની દૃષ્ટિએ નિરૂપણ છે. ચરમનો અર્થ છે અંતિમ અને અચરમનો અર્થ છે જે અંતિમ ન હોય. જીવ અને અજીવ દ્રવ્ય જે અવસ્થા-વિશેષ અથવા ભાવ-વિશેષને પુન:પ્રાપ્ત કરશે નહિ તે અવસ્થા અને ભાવ-વિશેષની અપેક્ષાએ તેઓ ચરમ અને જેને પુનઃપ્રાપ્ત કરશે એની અપેક્ષાએ અચરમ કહેવાય છે.
પદ્રવ્યોમાંથી જીવ અને પુદ્ગલમાં જ ચરમ અને અચરમની દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે, શેષ ચાર દ્રવ્યોધર્મ, અધર્મ, આકાશ અને કાળમાં ચરમ અને અચરમની દષ્ટિએ આગમમાં કોઈ વિચાર થયેલ
જીવ સામાન્ય અને ૨૪ દંડકોમાં ચરાચરમત્વનું નિરૂપણ ૧૧ દ્વારો વડે કરવામાં આવ્યું છે. તે ૧૧ વાર છે૧. ગતિ, ૨. સ્થિતિ, ૩. ભવ, ૪. ભાષા, ૫. આનપાન, ૬, આહાર, ૭. ભાવ, ૮, વર્ણ, ૯, ગંધ, ૧૦. રસ અને ૧૧, સ્પર્શ દ્વાર. જીવ સામાન્યનો વિચાર માત્ર ગતિ દ્વારા જ કરવામાં આવ્યો છે અને એ દૃષ્ટિએ જીવ કદાચ ચરમ છે અને કદાચ અચરમ છે પરંતુ અન્ય દ્વારોની દષ્ટિએ વિચાર કરવામાં આવે તો પણ એને કદાચ ચરમ અને કદાચ અચરમ કહી શકાય છે. ચોવીસ દંડકોમાંથી નૈરયિક વગેરે એક-એક જીવ પણ વૈમાનિક પર્યત આ અગિયાર દ્વારની અપેક્ષાએ કદાચ ચરમ અને કદાચ અચરમ કહેવામાં આવ્યું છે. ઘણાં બધા જીવોની વિવક્ષા (તાત્પર્ય)થી કહેવામાં આવી છે કે તેઓ ચરમ પણ છે અને અચરમ પણ છે આ કથન ચોવીસેય દંડકોમાં જીવોના અગિયાર વારોની સમાન છે. ભાષાદ્વાર એકેન્દ્રિયનાં પાંચ દંડકોને લાગુ પડતું નથી, કારણ કે તેમનામાં ભાષા હોતી નથી. આ ચરમ અને અચરમનું નિરૂપણ અનેકાંતવાદને પુષ્ટ કરે છે. દૃષ્ટિભેદ દ્વારા જ એક જીવને ચરમ અને અચરમ કહી શકાય છે. આ કથન આ વિભિન્ન દ્વારોમાં વિદ્યમાન જીવના આ ભવ અને પરભવની અપેક્ષાએ કે સંસારથી મુક્ત થવા વગેરેની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. આ આપેક્ષિક કથન "સિય’ શબ્દથી કરવામાં આવ્યું છે, જેનાથી આગળ જતાં સ્યાદ્વાદ સ્પષ્ટ થયેલો છે.
એકત્વ અને બહત્વની વિવક્ષા વડે જીવના ચોવીસ દંડકો અને સિદ્ધોનો વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રને અનુસાર ૧૪ ધારો વડે પણ આ અધ્યયનમાં ચરાચરમત્વની દષ્ટિએ વિચાર થયેલો છે. આ ૧૪ દ્વાર છે - ૧ જીવ, ૨. આહારક, ૩. ભવસિદ્ધિક, ૪. સંજ્ઞી, ૫. વેશ્યા, ૬. દૃષ્ટિ, ૭. સંયત, ૮, કષાય, ૯, જ્ઞાન, ૧૦. યોગ, ૧૧. ઉપયોગ, ૧૨. વેદ, ૧૩. શરીર અને ૧૪. પર્યાપ્તક દ્વાર. જીવ જીવ-ભાવની અપેક્ષાએ અચરમ છે, કારણ કે એનો જીવ-ભાવ ક્યારેય નષ્ટ થતો નથી, પરંતુ નૈરયિક જીવ નૈરયિકભાવની અપેક્ષાએ કદાચ ચરમ અને કદાચ અચરમ છે, કારણ કે નૈરયિક ભાવ પુનઃપ્રાપ્ત થવાની અપેક્ષાએ તે ચરમ તથા પુનઃપ્રાપ્ત નહીં થવાની અપેક્ષાએ અચરમ છે. આ જ પ્રકારે વૈમાનિક પર્યત અન્ય દંડકોના એક-એક જીવ પણ કદાચ ચરમ અને કદાચ અચરમ હોય છે. ઘણાં બધાં નૈરયિક વગેરે જીવ સમગ્ર દંડકોમાં જીવ-ભાવની અપેક્ષાએ ચરમ અને અચરમ બને કહેવામાં આવ્યા છે. સિદ્ધ જીવ પણ જીવનસામાન્યને અનુરૂપ અચરમ હોય છે. આહાર કરનાર આહારક જીવ એકની અપેક્ષાવડે સાત્ (કદાચ) ચરમ અને ચાતુ (કદાચ) અચરમ હોય છે તથા બહુત્વની અપેક્ષાથી ચરમ અને અચરમ બન્ને હોય છે. અનાહારક અને સિદ્ધ જીવ અચરમ હોય છે, ચરમ નહીં. નૈરયિક વગેરે દંડકોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ અનાહારક જીવ આહારક જીવની જેમ ચરમ અને અચરમ હોય છે. આ જીવો વિગ્રહગતિના સમયે અનાહારક હોય છે, અન્યથા સદૈવ આહારક થાય છે. ભવસિદ્ધિક જીવ ચરમ હોય છે તથા અભવસિદ્ધિક જીવ અચરમ હોય છે. નોભવસિદ્ધિક, નોઅભવસિદ્ધિક જીવ અને સિદ્ધ અભાવસિદ્ધિકને અનુરૂપ અચરમ હોય છે. સંજ્ઞી, સલેશ્યી, મિથ્યાદષ્ટિ, સંયતી, સકષાયી, સયોગી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org