SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશ કહ્યા છે. પુદ્દગલમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશ માન્યા છે. પુદ્દગલ પરમાણુ એક પ્રદેશી થઈને પણ અનેક સ્કંધરૂપ ઘણા પ્રદેશોને ગ્રહણ કરવાની યોગ્યતાને કારણે બહુપ્રદેશી થાય છે, માટે ઉપચારથી તે "કાય” કે 'અસ્તિકાય' કહેવાય છે. ૧ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં ધર્માસ્તિકાય આદિની જે પર્યાયાર્થક અભિવચન આપવામાં આવ્યા છે તેનાથી આ ધર્મ, અધર્મ, આદિના અર્થનો વ્યાપક પરિચય મળે છે. ધર્માસ્તિકાયના અભિવચનમાં પ્રાણાતિપાત વિરમણ -યાવત્- પરિગ્રહ વિરમણ ક્રોધ વિવેક -યાવત્- મિથ્યાદર્શનશલ્ય વિવેક આદિને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેનાથી વિપરીત અધર્માસ્તિકાયના અભિવચન છે. પર્યાય : દ્રવ્યની સાથે પર્યાયનો વિચાર આવશ્યક છે. કારણ કે દ્રવ્ય વિભિન્ન પર્યાયો અથવા અવસ્થાઓમાં જ પ્રાપ્ત થાય છે. દ્રવ્યની અવસ્થા વિશેષ ‘પર્યાય' કહેવાય છે. દર્શન ગ્રંથોમાં દ્રવ્યના ક્રમભાવી પરિણામને પર્યાય કહેવામાં આવે છે? તથા ગુણ અને પર્યાયથી યુક્ત પદાર્થને દ્રવ્ય કહેવામાં આવે છે. ૩ દાર્શનિક જગતમાં એક જ વસ્તુની વિભિન્ન અવસ્થાઓને તેની પર્યાય કહેવામાં આવે છે. જેવી રીતે એક મનુષ્યનો બાળપણ, યુવા, પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા તેની પર્યાયો છે. એક જ સ્વર્ણનું કડુ, કુંડલ અને હાર તે સ્વર્ણની પર્યાયો છે. આગમમાં પર્યાયનો આ ક્રમભાવી અર્થ સ્પષ્ટીકરણરૂપે પ્રયોગ થયો નથી. આગમમાં તો એક દ્રવ્ય જેટલી અવસ્થાઓમાં પ્રાપ્ત થઈ શકે છે તે અવસ્થાઓ તે દ્રવ્યની પર્યાય કહેવાય છે. જેવી રીતે જીવની પર્યાયો છે– નારકી, દેવ, મનુષ્ય, તિર્યંચ અને સિદ્ધ. પર્યાયને પ્રજ્ઞાપના સૂત્રમાં બે પ્રકારની કહી છે- જીવ પર્યાય અને અજીવ પર્યાય. પર્યાયનો ગહન વિચાર કરીએ તો જીવની અનંત પર્યાયો છે અને અજીવની પણ અનંત પર્યાયો છે. પર્યાયનું લક્ષણ બતાવતાં ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે એકત્વ, પૃથ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિયોગ આ પર્યાયોના લક્ષણ છે. પ્રત્યેક પર્યાય પોતાનામાં એક અને બીજી પર્યાયોથી પૃથક્ હોય છે. પર્યાયનું અંતર સંખ્યા (અથવા જ્ઞાન) અને આકૃતિના આધારે પણ થાય છે. સંયોગ અને વિયોગથી પણ પર્યાય પરિવર્તન થતું રહે છે માટે તેને (એકત્વાદિ) પર્યાયનું લક્ષણ કહ્યું છે. પ્રજ્ઞાપના સૂત્રમાં જીવોની સંખ્યાના આધારે જીવ પર્યાય અનંત કહી છે. દંડકોના આધારે પ્રત્યેક દંડકના જીવની અનંત પર્યાયનું કથન આગમમાં (૧)દ્રવ્ય, (૨)પ્રદેશ, (૩)અવગાહના, (૪) સ્થિતિ, (૫) વર્ણ, (૬) ગંધ, (૭) રસ, (૮) સ્પર્શ, (૯) જ્ઞાન, (૧૦) અજ્ઞાન અને (૧૧) દર્શન આ અગ્યાર દ્વારોના માધ્યમથી વર્ણિત કરવામાં આવ્યું છે. અજીવ પર્યાયને રૂપી અને અરૂપીના રૂપમાં વિભક્ત કરવામાં આવે છે. આમાં અરૂપી અજીવ પર્યાયના દસ ભેદ છે(૧) ધર્માસ્તિકાય, (૨)તેનો દેશ અને (૩) પ્રદેશ, (૪) અધર્માસ્તિકાય, (૫)તેનો દેશ અને (૬) પ્રદેશ, (૭) આકાશાસ્તિકાય, (૮) તેનો દેશ અને (૯) પ્રદેશ અને (૧૦) અધ્યાસમય. રૂપી અજીવ પર્યાયના ચાર ભેદ છે- (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ અને (૪) ૫૨માણુ. રૂપી અજીવ પર્યાય અનંત છે, કારણ કે ૫૨માણુ પુદ્દગલ અનંત છે. દ્વિપ્રદેશિક સ્કંધ અનંત છે -યાવઅનંત પ્રદેશિક સ્કંધ અનંત છે. એક પરમાણુ પુદ્દગલ બીજા પરમાણુ પુદ્દગલથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય (સમાન) હોય છે પરંતુ અવગાહના, સ્થિતિ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ દ્વારોથી તેમાં ભિન્નતા રહે છે. જીવ અને પુદ્દગલની અનંત પર્યાયોનું તો આગમમાં સ્પષ્ટ રૂપથી કથન થયું છે. પરંતુ ધર્મ, અધર્મ, આકાશ અને કાળની અનંત પર્યાયો પર આગમોમાં કોઈ વર્ણન થયું નથી. જે પર્યાયના દાર્શનિક ચિંતન ૫૨ પ્રશ્ન-ચિહ્ન ઊભો કરે છે. ૧. एयपदेशो वि अण जाणाखंधप्पदेसदो होदि । बहुदेसो उवयारा तेण य काओ भण्णंति सव्वण्णू || पर्यायस्तु क्रमभावी यथा तत्रैव सुखदुःखादि । ગુણપર્યાયવદ્ દ્રવ્યમ્ - તત્વાર્થ - ૫/૩૮ ૨. ૩. = Jain Education International દ્રવ્યસંગ્રહ-૨૬ પ્રમાણનયતત્વાલોક - ૫/૮ 12 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy