________________
પરિણામ :
પર્યાય અને પરિણામમાં વિશેષ ભેદ નથી. દ્રવ્યની વિભિન્ન અવસ્થાઓને જ્યાં પર્યાય કહેવાય છે ત્યાં પર્યાયના પરિણમનને પરિણામ કહી શકાય છે. પરિણામ”નું નિરૂપણ પ્રજ્ઞાપના સૂત્રમાં થયું છે. તેમાં પરિણામના જીવ અને અજીવ પરિણામ ભેદ કરી તેના દસ-દસ પ્રકાર બતાવ્યા છે. જીવ પરિણામના દસ પ્રકાર છે- (૧) ગતિ, (૨) ઈન્દ્રિય, (૩) કષાય. (૪) વેશ્યા, (૫) યોગ, (૬) ઉપયોગ, (૭) જ્ઞાન, (૮) દર્શન, (૯) ચારિત્ર અને (૧૦) વેદ. આમાં પ્રત્યેકના પોત-પોતાના અવાજોર ભેદ પણ છે જે કુલ ૪૩ છે. અજીવ પરિણામ પણ દસ પ્રકારના છે- (૧) બંધન, (૨) ગતિ, (૩) સંસ્થાન, (૪) ભેદ, (૫) વર્ણ, (૬) ગંધ, (૭) રસ, (૮) સ્પર્શ, (૯) અગુરુલઘુ અને (૧૦) શબ્દ પરિણામ. અજીવ પરિણામમાં બંધનના બે અવાન્તર ભેદ છે-(૧) સ્નિગ્ધ અને (૨) રુક્ષ, ગતિના પણ બે પ્રકાર છે- (૧) સ્પશદગતિ અને (૨) અસ્પૃશદગતિ. દીર્ઘગતિ અને સ્વગતિની દૃષ્ટિથી પણ ભેદ કરવામાં આવ્યા છે. સંસ્થાન પરિણામ પાંચ પ્રકારના છે- (૧) પરિમંડળ, (૨) વૃત્ત, (૩) ચંશ, (૪) ચતુરંસ અને (૫) આયત. ભેદ પરિણામ પણ પાંચ પ્રકારના છે- (૧) ખંડ, (૨) પ્રતર, (૩) ચૂર્ણિકા, (૪) અનુતટિકા અને (૫) ઉત્કટિકા. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ક્રમશઃ પાંચ, બે, પાંચ અને આઠ ભેદ પ્રસિદ્ધ છે. અગુરુલઘુ એક પ્રકારનો જ હોય છે. તેના કોઈ ભેદ નથી. શબ્દ પરિણામને શુભ અને અશુભમાં વિભક્ત કરવામાં આવે છે. આ વિભિન્ન પરિણામોના ફળસ્વરૂપ પર્યાય બદલતી રહે છે. જીવાજીવ :
પડુદ્રવ્યોમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદગલ આ પાંચ દ્રવ્ય “અજીવ” છે તથા એક જીવ દ્રવ્ય જીવ” છે. પરમાર્થતઃ * જીવ અને અજીવ દ્રવ્ય પૂર્ણતઃ પૃથક છે. જીવદ્રવ્ય ક્યારેય અજીવ બનતો નથી અને અજીવદ્રવ્ય ક્યારેય જીવ બનતો નથી. પરંતુ જીવનો અજીવ સાથે એટલો ગાઢ સંબંધ છે કે અજીવને પણ જીવના રૂપમાં એકરૂપ કરી દે છે. જીવ અને પુદ્ગલના ગાઢ સંબંધના કારણે શરીર, ઈન્દ્રિય આદિના આધારે પુગલ પર પણ જીવનો આરોપ અને વ્યવહાર થાય જ છે. જીવ અને અજીવ બંને શાશ્વત છે. એમાંથી કૌન પહેલા થયું અને કૌન પછી આ પ્રશ્નનો ઉત્તર મુર્ગી અને ઈંડાની સમસ્યાના ઉત્તરની જેમ છે અને તે એ જ કે તે બંને શાશ્વત છે. જીવ અને પુદગલના પારસ્પરિક સંબંધના કારણે અજીવ પુદગલ (દેહાદિ) પર જીવનો વ્યવહાર કરવો તો સાધારણ વાત છે. પરંતુ ગ્રામ, નગર, ક્ષેત્ર આદિને પણ ત્યાં જીવોને રહેવાના કારણે ઉપચારથી કથંચિત્ જીવ (અને અજીવ) કહેવામાં આવે છે. જીવના પરિભોગમાં આવવાથી તે જીવની જેમ વ્યવહત (દેખાય) છે. ગામ બળી ગયું” કહેવાથી આપણે સમજીએ કે ગામમાં રહેવાવાળા જીવ પણ બળી ગયા. આ પ્રમાણે ગામ” શબ્દ જીવને પણ પોતાનામાં સમ્મિલિત કરી લે છે. એ જ નહિ પણ જીવ દ્વારા વ્યવહત આનપ્રાણ, સ્તોક આદિને જીવ અને અજીવ બંને કહેવામાં આવ્યા છે.
દ્રવ્ય અધ્યયનમાં જીવના સંબંધમાં પૂર્વ ઘણું કહી દીધું છે. અહિં વિશેષ એ જ કહેવાનું છે કે જીવ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને અનાદિ અનંત છે. ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર - પરાક્રમવાળો જીવ આત્મભાવથી જીવભાવ (ચૈતન્ય)ને પ્રગટ કરે છે જીવને જેવો દેહ મળ્યો છે તેના અનુસાર જ તે પોતાના આત્મપ્રદેશોનો સંકોચ અને વિસ્તાર કરી લે છે આને જૈનદર્શનમાં જીવનું દેહ પરિમાણત્વ કહેવામાં આવે છે. જૈનદર્શનની માન્યતા એ છે કે જીવ સ્વયં પોતાના કર્મોનો કર્તા અને ભોક્તા છે. કોઈ ઈશ્વરના દ્વારા કર્મોનું ફળ નથી અપાતું. જીવના સ્વરૂપનું વર્ણન કરતા બુદદ્રવ્ય સંગ્રહકાર શ્રી નેમીચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ કહ્યું છે -
"जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेहपरिमाणो ।
भोत्ता संसारत्थो सिद्धो सो विस्ससोड्ढगई॥ અર્થાત્ જીવ ઉપયોગમય હોય છે. અમૂર્તિક (અરૂપી) હોય છે. કર્તા અને ભોક્તા હોય છે. તે સ્વદેહ પરિમાણ હોય છે. સ્વભાવથી તે ઊર્ધ્વગતિ કરે છે. સંસારસ્થ અને સિદ્ધની અપેક્ષાએ તે બે પ્રકારના હોય છે. ઉપયોગમય થવાનું તાત્પર્ય છે જ્ઞાન-દર્શનમય થવું, કારણ કે જ્ઞાનને સાકારોપયોગ અને દર્શનને નિરાકારોપયોગ કહેવામાં આવે છે. દ્રવ્યાનુયોગના પ્રથમ
૧. બૃદદ્રવ્યસંગ્રહ – ૨
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org