________________
ઊર્ધ્વલોકની તરફ જીવોની પ્રાપ્તિનો પ્રાયઃ એક ક્રમ છે તેના જ આધારે ચોવીસ દંડકોનો ક્રમ નિર્ધારિત કરવામાં આવે છે. ચોવીસ દંડક આ પ્રમાણે છે - સાત પ્રકારના નારકી જીવોનો
એક દંડક દશ ભવનપતિ દેવોના
દશ દંડક પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવરો (એકેન્દ્રિય) ના
પાંચ દંડક ત્રણ વિકસેન્દ્રિયો (બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય) ના ત્રણ દંડક તિર્યંચ પંચેન્દ્રિયનો
એક દંડક મનુષ્યનો
એક દંડક વાણવ્યંતર દેવોનો
એક દંડક જ્યોતિષી દેવોનો
એક દંડક વૈમાનિક દેવોનો
એક દંડક
૨૪ દંડક ઉપર્યુક્ત દંડકોમાં પાંચ સ્થાવરોને છોડી શેષ જીવોની ઉપલબ્ધિનો અધોલોકથી ઊદ્ગલોકની તરફ એક નિશ્ચિત ક્રમ છે. નારકી જીવ અધોલોકમાં રહે છે. ભવનપતિદેવ અધોલોકમાં અને તિર્યંચલોકમાં રહે છે. વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય. મનુષ્ય, વાણવ્યંતર અને જ્યોતિષીદેવ તિર્યંચલોકમાં રહે છે. વૈમાનિક દેવ ઊર્ધ્વલોકમાં રહે છે.
દ્રવ્યાનુયોગના વિભિન્ન અધ્યયનોને સમજવા માટે આ ચોવીસ દંડકોનું આપણે અવલંબન લેવું પડે છે.
સંખ્યાની દૃષ્ટિથી સંસારમાં અનંત જીવ છે. એક જીવના અસંખ્યાત આત્મપ્રદેશ છે. જેટલા લોકાકાશના પ્રદેશ છે તેટલા જ એક જીવના પ્રદેશ કહ્યા છે.
પદ્રવ્યોમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સંખ્યાની દૃષ્ટિથી તુલ્ય (સમાન) છે. તથા પદ્રવ્યોમાં સૌથી અલ્પ છે. તેનાથી જીવાસ્તિકાય દ્રવ્યની અપેક્ષા અનંતગુણા છે. તેનાથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યની અપેક્ષા અનંતગુણા. છે. તેના અબ્બાસમય દ્રવ્યની અપેક્ષા અનંતગુણા છે. અસ્તિકાય :
છહ દ્રવ્યોમાંથી કાળ”ને છોડીને પાંચ દ્રવ્ય અસ્તિકાય કહેવામાં આવ્યા છે. બહુપ્રદેશી હોવાના કારણે આ દ્રવ્યોને અસ્તિકાય કહેવામાં આવે છે. કાળ અનસ્તિકાય છે, કારણ કે તે અપ્રદેશી છે. પ્રદેશ સમૂહનું નામ અસ્તિકાય છે. અસ્તિકાય દ્રવ્ય એ છે- (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદગલાસ્તિકાય અને (૫) જીવાસ્તિકાય, “અસ્તિકાય’ શબ્દ પ્રદેશ સમૂહના હોવાનું સૂચક છે. કાયનો અર્થ સમૂહ થાય છે. જે દ્રવ્ય પ્રદેશ સમૂઠુક્ત થાય છે તે અસ્તિકાય છે. ધર્મ, અધર્મ આદિ પાંચ દ્રવ્ય પોતાના પ્રદેશ સમૂહયુક્ત હોય છે. માટે તે પાંચ અસ્તિકાય છે. કાળનો કોઈ પ્રદેશ નથી માટે તે સમૂહરૂપમાં રહેતો નથી
પદ્રવ્યોના વિવેચનમાં અસ્તિકાયનું પણ વિવેચન સમાયેલું છે. પરંતુ અસ્તિકાય શબ્દમાં અનેક વિશેષતાઓનો સમાવેશ છે. ધર્માસ્તિકાયથી તાત્પર્ય છે સંપૂર્ણ ધર્માસ્તિકાય. એક પ્રદેશ ન્યૂન ધર્માસ્તિકાય પણ ધર્માસ્તિકાય ન કહેવાય. ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશોના સમગ્ર રૂપનું જ્યારે ગ્રહણ થાય છે ત્યારે તે ધર્માસ્તિકાય' કહેવાય છે. આ પ્રમાણે અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના પણ સમગ્ર પ્રદેશ પ્રહણ થાય તો તેને તે-તે અસ્તિકાયોના રૂપમાં કહેવામાં આવે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે તથા આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુલાસ્તિકાયના અનંત પ્રદેશ કહ્યા છે.'પદ્રવ્યોના નિરૂપણમાં ધર્મ, અધર્મ અને જીવદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશ માન્યા છે તથા આકાશમાં અનંત
૧. દ્રવ્યાનુયોગ ભાગ-૧, પૃ. ૪૫
11.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org