________________
% % & Neelks/%ESS SSSS SSC ' અર્થાતુ દ્રવ્યનો અનુયોગ જ મુખ્યરૂપે દ્રવ્યાનુયોગ છે. અનુયોગનો અર્થ અહીં આવ્યાખ્યાન” અથવા અનુરૂપથી યોગ કે સંબંધ છે. દ્રવ્યનું અધિકરણભૂત દ્રવ્યથી યોગ, કરણભૂત દ્રવ્યથી યોગ, હેતુભૂત દ્રવ્યથી યોગ પણ નિક્ષેપની સંભાવનાઓમાં દ્રવ્યાનુયોગ છે. દ્રવ્યનો પર્યાયની સાથે યોગ પણ આ જ પ્રમાણે દ્રવ્યાનુયોગ પરિધિમાં આવે છે. જેમકે – વસ્ત્રનો કુસુંભરંગ પર્યાયથી અનુયોગ છે. એ જ પ્રમાણે દ્રવ્યાનુયોગના વિભિન્નરૂપ થઈ શકે છે. પરંતુ શાસ્ત્રની દૃષ્ટિએ દ્રવ્યાનુયોગનો અર્થ દ્રવ્યોની વ્યાખ્યાના અનુરૂપ વ્યવસ્થાપનરૂપે કરવું જ ઉચિત થશે.
જિનભદ્રગણિએ દ્રવ્યાનુયોગના બે ભેદ કર્યા છે - (૧) જીવ દ્રવ્યનો અનુયોગ તથા (૨) અજીવ દ્રવ્યનો અનુયોગ. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યના અનુયોગને પણ તેમણે ચાર પ્રકારના પ્રતિપાદિત કર્યા છે - (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી. (૩) કાળથી અને (૪) ભાવથી. પ્રસ્તુત દ્રવ્યાનુયોગ :
ઉપાધ્યાયપ્રવર શ્રી કચૈયાલાલજી મહારાજ એ આચરણ કે ચારિત્રથી સંબંધિત આગમ વિષય-વસ્તુને ચરણાનુયોગમાં સંકલિત કર્યું છે. આગમની ધર્મકથાઓનું સંયોજન તેમણે ધર્મકથાનુયોગમાં કર્યું છે. જૈન ગણિત, ખગોળ અને જ્યોતિષ સંબંધિત સામગ્રીને ગણિતાનુયોગમાં રાખ્યું છે તથા શેષ સમસ્ત આગમ વસ્તુને દ્રવ્યાનુયોગના અંતર્ગત સંગૃહિત કર્યું છે. દ્રવ્યાનુયોગમાં પદ્રવ્યોના સંબંધમાં તો વિષયવસ્તુ સંગૃહિત કર્યું છે જ. પરંતુ આમાં કર્મસિદ્ધાંત, જ્ઞાન, દર્શન, વેશ્યા આદિના સંબંધમાં પણ વિભિન્ન અધ્યયન સંયોજિત છે, દ્રવ્યાનુયોગના ચાર ભાગ કર્યા છે. તેમાં ૪૬ અધ્યયન છે. ૪૭મું અધ્યયન પ્રકીર્ણક નામથી છે. જેમાં ૪૬ અધ્યયનોના બાદ જે અવશિષ્ટ સામગ્રી છે તેનો સમાવેશ કરવામાં આવે છે. ૪૬ અધ્યયન આ પ્રમાણે છે - (૧) દ્રવ્યાનુયોગ, (૨) દ્રવ્ય, (૩) અસ્તિકાય, (૪) પર્યાય, (૫) પરિણામ, (૬) જીવાજીવ, (૭) જીવ, (૮) પ્રથમાપ્રથમ, (૯) સંજ્ઞી, (૧૦) યોનિ, (૧૧) સંજ્ઞા, (૧૨) સ્થિતિ, (૧૩) આહાર, (૧૪) શરીર, (૧૫) વિદુર્વણા, (૧૬) ઈન્દ્રિય, (૧૭) ઉદ્ઘાસ, (૧૮) ભાષા, (૧૯) યોગ, (૨૦) પ્રયોગ, (૨૧) ઉપયોગ, (૨૨) પાસણયા, (૨૩) દૃષ્ટિ, (૨૪) જ્ઞાન, (૨૫) સંયત, (૨૬) વેશ્યા, (૨૭) ક્રિયા, (૨૮) આશ્રવ, (૨૯) વેદ, (૩૦) કષાય, (૩૧) કર્મ, (૩૨) વેદના, (૩૩) ગતિ, (૩૪) નરકગતિ, (૩૫) તિર્યંચગતિ, (૩૬) મનુષ્યગતિ, (૩૭) દેવગતિ, (૩૮) વર્ષાતિ, (૩૯) ગર્ભ, (૪૦) યુગ્મ, (૪૧) ગમ્મા (૪૨) આત્મા, (૪૩) સમુદ્દઘાત, (૪૪) ચરાચરમ, (૪૫) અજીવદ્રવ્ય અને (૪૬) પુદ્ગલ.
ઉપર્યુક્ત અધ્યયનોમાંથી શરીર અધ્યયન સુધીના પ્રથમ ૧૪ અધ્યયનોનો વિષયવસ્તુ દ્રવ્યાનુયોગના પ્રથમ ભાગમાં પ્રકાશિત થયો છે. બીજા ભાગમાં ૧૫માં વિદુર્વણા અધ્યયનથી ૨૭માં ક્રિયા, ત્રીજા ભાગમાં ૨૮માં આશ્રવ અધ્યયનથી ૩૮માં વુક્કતિ અધ્યયન સુધી પ્રકાશિત છે અને ૩૯માં અધ્યયનથી ૪૬માં અધ્યયન સુધી ગર્ભથી પુદ્ગલ સુધીના શેષ અધ્યયન અને પ્રકીર્ણકનું પ્રકાશન પ્રસ્તુત ચોથા ભાગમાં થયું છે.
૩૨ આગમોના વિષય-વસ્તુને ચાર અનુયોગોમાં વિભક્ત કરવાનું શ્રમસાધ્ય કાર્ય ઉપાધ્યાયપ્રવરે પૂર્ણ કર્યું છે. છતા આ કાર્ય અત્યંત દસાધ્ય છે. કાર્યની કઠિનતાનું એક કારણ એ પણ છે કે એક અનુયોગની વિષય-વસ્તુ બીજા અનુયોગથી પણ સંબંધિત હોય છે. ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગમાં દ્રવ્યાનુયોગનો વિષય વિશેષ પ્રાપ્ત થવો સહજ સંભવ છે. તે જ પ્રમાણે દ્રવ્યાનુયોગના એક અધ્યયનનો વિષય-વસ્તુ બીજા અધ્યયનથી સંબંધિત હોય શકે છે. માટે અનુયોગોનું વ્યવસ્થાપન અને અધ્યયનોનું નિયોજન અત્યંત દુષ્કર કાર્ય હતું. ઉપાધ્યાય પ્રવરે આ કાર્યને સ્વવિવેકથી સંપન્ન કર્યું છે. દ્રવ્યાનુયોગના આ ચાર ભાગોમાં તેમણે એક અત્યંત ઉપયોગી કાર્ય જો કર્યું હોય તો એકે પ્રત્યેક ભાગના અંતમાં વિષય સંબંધિત અધ્યયનોના પરિશિષ્ટ આપ્યા છે. તેથી અધ્યયન સંબંધિત જે જાણકારી અન્ય અનુયોગો અને અધ્યયનોમાં આવી છે તેની પુષ્ઠ સંખ્યા અને સૂત્ર સંખ્યાનો નિર્દેશ જાણી શકાય છે. વાંચનારને એક અધ્યયન સંબંધિત સંપૂર્ણ વિષય-વસ્તુ ચારે અનુયોગોથી પ્રાપ્ત કરવામાં અત્યંત સુવિધાનો અનુભવ થશે.
દ્રવ્યાનુયોગની વિષય-વસ્તુ વ્યાપક છે તથાપણ પદ્રવ્યોનું વર્ણન દ્રવ્યાનુયોગનો એક પ્રમુખ વિષય છે. પદ્રવ્ય એ છે(૧) ધર્મ(૨) અધર્મ, (૩) આકાશ, (૪) કાળ, (૫) પુદ્ગલ અને (૬) જીવ. આ પદ્રવ્યોમાંથી જીવ અને પુદ્ગલના પ્રસ્તુત દ્રવ્યાનુયોગમાં સ્વતંત્ર અધ્યયન પણ છે તથા અનેક અધ્યયન જીવ અને પુદ્ગલના વર્ણનથી સંબંધિત છે. અહિં એક ઉલ્લેખનીય વાત એ છે કે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યોના નિરૂપણ હેતુ દ્રવ્યાનુયોગના ચાર ખંડોમાં કોઈ પણ સ્વતંત્ર અધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org