________________
નથી આ ચાર દ્રવ્યોથી સંબંધિત જાણકારી અનેક અધ્યયનોમાં ઉપલબ્ધ છે. ષદ્રવ્યોમાંથી કયા દ્રવ્યનું વર્ણન કયા અધ્યયનમાં પ્રાપ્ત થાય છે તેની સ્થૂળ - રૂપરેખા આ પ્રમાણે રાખી શકાય છે
-
ધર્મદ્રવ્ય - દ્રવ્ય અધ્યયન, અસ્તિકાય અધ્યયન, પર્યાય અધ્યયન અને અજીવ અધ્યયન.
અધર્મ દ્રવ્ય - ઉપર્યુક્ત ચારે અધ્યયન.
આકાશ દ્રવ્ય - ઉપર્યુક્ત ચારે અધ્યયન.
કાળ દ્રવ્ય - દ્રવ્ય અધ્યયન, પર્યાય અધ્યયન, જીવાજીવ અધ્યયન અને અજીવ અધ્યયન.
જીવ દ્રવ્ય - અજીવ અને પુદ્દગલ અધ્યયનોને છોડી પ્રાયઃ શેષ બધા અધ્યયન જીવ દ્રવ્યથી સંબંધિત છે.
પુદ્દગલ દ્રવ્ય – દ્રવ્ય અધ્યયન, અસ્તિકાય અધ્યયન, પર્યાય અધ્યયન, પરિણામ અધ્યયન, જીવાજીવ અધ્યયન, અજીવ અધ્યયન અને પુદ્દગલ અધ્યયન.
દ્રવ્ય :
દ્રવ્યના સ્વરૂપ અને ભેદોના વર્ણનમાં જૈન દર્શનની પોતાની વિશિષ્ટતા છે. ધર્મ અને અધર્મ દ્રવ્યનું બીજા કોઈ ભારતીય દર્શનમાં વર્ણન નથી. આ એકમાત્ર જૈનદર્શન છે જેમાં ધર્મદ્રવ્ય અને અધર્મ દ્રવ્યને પણ દ્રવ્યોની ગણનામાં સ્થાન આપવામાં આવ્યું છે. ધર્મદ્રવ્ય પુદ્દગલ, જીવ આદિ દ્રવ્યોની ગતિમાં નિમિત્ત કારણ બને છે તથા અધર્મ દ્રવ્ય સ્થિતિમાં નિમિત્ત કારણ બને છે. સાંખ્યદર્શનમાં પ્રકૃતિને ત્રિગુણાત્મિકા કહેતા તેમાં સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ માન્ય છે. સત્ત્વગુણ લઘુ, પ્રકાશક અને પ્રીત્યાત્મક હોય છે. રજોગુણ પ્રવર્તક ચલ અને અપ્રીત્યાત્મક હોય છે. તમોગુણની વિશિષ્ટતા છે કે તે ગુરુ પ્રવૃત્તિ - પ્રતિબંધક (વરણક) અને વિષાદાત્મક હોય છે. આ ત્રણે ગુણોમાં રજોગુણને પ્રવર્તક અને તમોગુણને પ્રવૃત્તિનું પ્રતિબંધક કહ્યું છે. જે ક્રમશઃ ધર્મ અને અધર્મ દ્રવ્યોથી સામ્ય પ્રદર્શિત કરે છે. પરંતુ ધર્મ અને અધર્મ દ્રવ્યનું જૈનદર્શનમાં જે સ્વતંત્ર વર્ણન છે તે સાંખ્યદર્શનમાં રજોગુણ અને તમોગુણનું નથી. પ્રકૃતિમાં ત્રણે ગુણ સહભાવી છે. તેના વિના પ્રકૃતિનું કોઈ સ્વરૂપ નથી. જ્યારે ધર્મ-અધર્મ દ્રવ્ય પૂર્ણતઃ સ્વતંત્ર છે. બીજીવાત એ છે કે ધર્મ-અધર્મ દ્રવ્ય લોકવ્યાપી છે. જ્યારે રજોગુણ અને તમોગુણ નથી. ત્રીજી વાત એ છે કે રજોગુણ અને તમોગુણને પ્રકૃતિની અપેક્ષા છે. ધર્મ અને અધર્મ દ્રવ્યોને રહેવા માટે લોકાકાશની આવશ્યકતા છે. અન્ય કોઈ દ્રવ્યની નથી.
"આકાશ”ને દ્રવ્ય રૂપમાં પ્રાયઃ બધા દર્શનોએ સ્વીકાર કર્યો છે. પરંતુ આકાશને લોકાકાશ અને અલોકાકાશના રૂપમાં બે ભેદ જૈનેત્તર દર્શનોમાં જોવા મળતા નથી. જૈનદર્શનમાં આકાશ બે ભાગોમાં વિભક્ત છે- લોકાકાશ અને અલોકાકાશ. આ વિભાજન કલ્પિત વિભાજન છે. આકાશના કોઈ વાસ્તવિક ટુકડા કરવામાં આવતા નથી. પરંતુ જે આકાશ ચૌદ રાજુલોક સુધી સીમિત છે તેને લોકાકાશ કહેવાય છે તથા આ પરિધિથી બહારનો આકાશ અલોકાકાશ કહેવાય છે. લોકાકાશમાં વસ્તુઓ જોઈ શકાય છે. અલોકમાં આકાશના સિવાય બીજા કોઈ દ્રવ્યનું હોવો પણ સ્વીકારવામાં આવ્યું નથી. ધર્મ, અધર્મ, કાળ, જીવ અને પુદ્દગલ દ્રવ્ય લોકાકાશ સુધી જ સીમિત છે. મુક્ત કે સિદ્ધ જીવ પણ લોકની પરિધિમાં જ હોય છે. તે લોકના ઊર્ધ્વભાગમાં સ્થિત રહે છે તથા ત્યાં રહીને જ સમસ્ત લોકાલોકને જાણે છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, વેદાન્ત આદિ દર્શનોમાં “શબ્દ”ને આકાશ દ્રવ્યનો ગુણ માન્યો છે. જ્યારે જૈનદર્શનમાં આકાશનો ગુણ અવગાહન કરવાનો છે. શબ્દ તો એક પ્રકારનું પુદ્દગલ છે તેનો સમાવેશ પુદ્દગલ દ્રવ્યના અંતર્ગત થાય છે.
"કાળ” દ્રવ્યની ચર્ચા પણ ભારતીય દર્શનમાં થઈ છે. વૈશેષિક દર્શનમાં કાળનું વિસ્તૃત વર્ણન થયું છે. પ્રશસ્ત પાદભાષ્યમાં કાળનું સ્વરૂપ આ પ્રમાણે વર્ણિત છે
“कालः परापरव्यतिकरयौगपद्यायौगपद्यचिरक्षिप्रप्रत्ययलिङ्ग": "
અર્થાત્ કાળ દ્રવ્યના કારણે જ પરત્વ અને અપરત્વે અથવા જ્યેષ્ઠ અને કનિષ્ઠનો વ્યવહાર થાય છે. કાળના કારણે જ યુગપદ્ અને અયુગપણ્ તથા ચિર અને ક્ષિપ્રનો વ્યવહાર થાય છે. કાળનું વર્ણન વ્યાકરણ દર્શનમાં પણ થયું છે. ક્રિયાની
૧.
પ્રશસ્તપાદભાષ્ય કિરણાવલી સહિત, ગાયકવાડ ઓરિયન્ટલ સીરિજ, સન-૧૯૭૧, પૃ.૭૬.
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org