SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) યોગનો એક અર્થ વ્યાપાર છે. માટે અનુકૂળ કે અનુરૂપ યોગ અર્થાત્ સૂત્રનું પોતાના અભિધેય અર્થમાં વ્યાપાર અનુયોગ છે. જેમકે - ઘટ શબ્દથી ઘટ’ અર્થનું કથન અનુયોગ છે. (૩) અનુયોગનો પ્રાકૃત શબ્દ “ગgો” છે. અણુનો અર્થ છે- સૂત્ર. અર્થના આનન્યની અપેક્ષાએ સૂત્ર અણુ” કહેવાય છે અથવા તીર્થકરોના દ્વારા “ઉપ્પન્નઈ વા” ઈત્યાદિ ત્રિપદીનો અર્થ કહેવામાં આવે છે. ત્યારબાદ ગણધર સૂત્રની રચના કરે છે. માટે તે અણુ અર્થાત સૂત્રના અભિધેય અર્થમાં વ્યાપાર કે યોગ “અણુયોગ” છે. (૪) અનુયોગના ઉપર્યુક્ત અર્થોના સિવાય વ્યાખ્યાન” અર્થનો પણ પ્રયોગ થયો છે. વિશેષાવશ્યકભાષ્યના વૃત્તિકાર મલ્લધારી હેમચંદ્રએ “મનુયોકાતુ થાળાન' "अनुयोगो व्याख्यानं विधि-प्रतिषेधाभ्यामर्थप्ररूपणम्"२. ઈત્યાદિ વાક્યોમાં અનુયોગનું વ્યાખ્યાન” કે વ્યાખ્યા અર્થ પ્રતિપાદિત કર્યું છે. સૂત્રના અભિધેય અર્થની સાથે યોજના પણ એક પ્રકારે સૂત્રનું વ્યાખ્યાન” જ છે. અનુયોગ” શબ્દ 'અનુ' ઉપસર્ગપૂર્વક "યુજ" ધાતુને ધઝુ” પ્રત્યય લગાવી નિષ્પન્ન થયો છે. જેનો પૂર્વ નિર્દિષ્ટ અર્થોમાંથી એક અર્થ છે- અનુરૂપ યોગ.' વિખરાયેલી વિષયવસ્તુનું તદરૂપેણ એકત્ર સંયોજન પણ એક દષ્ટિએ 'અનુયોગ” છે. ચાર પ્રસિદ્ધ અનુયોગોના નામોનો આશ્રય લઈ ઉપાધ્યાયપ્રવર શ્રી કલૈયાલાલજી મહારાજે ૩૨ આગમોનું ચાર અનુયોગોમાં અનુરૂપ સંયોજન કર્યું છે. જેથી સૂત્રની વ્યાખ્યા અને સંબંધ વિષયવસ્તુને એક સાથે સમજવામાં સુવિધા થાય. દ્રવ્યાનુયોગનું મહત્વ અને સ્વરૂપ : ચાર અનુયોગોમાં દ્રવ્યાનુયોગનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે તે અન્ય ત્રણ અનુયોગોમાં પણ ન્યૂનાધિક રૂપમાં અનુગત છે. મોક્ષપ્રાપ્તિની દષ્ટિથી દ્રવ્યાનુયોગનું જ્ઞાન અપરિહાર્ય છે. પદ્રવ્ય અને નવતત્વ સંબંધિત સમસ્ત વિવેચનનો દ્રવ્યાનુયોગમાં સમાવેશ થાય છે. નવતત્વોના સ્વરૂપને સમજી તેના પર યથાર્થ શ્રધ્ધા કરવાથી દર્શન સમ્યફ બને છે તથા દર્શનના સમ્યફ થવાથી જ્ઞાન અને આચરણ સમ્યફ થાય છે. માટે દ્રવ્યાનુયોગ મોક્ષમાર્ગને જાણવાની દૃષ્ટિથી સર્વાધિક મહત્વપૂર્ણ છે. ભોજસાગર (૧૬મી સદી) વિરચિત દ્રવ્યાનુયોગતર્કણામાં દ્રવ્યાનુયોગને ચરણાનુયોગ અને કરણાનુયોગનો સાર બતાવતા તેને પંડિતજનોને પ્રિય લાગે એવું પ્રતિપાદિત કર્યું છે. ભોજસાગરે પડ્રદ્રવ્યવિચાર સૂત્રકૃતાંગ આદિ સૂત્રો તથા સમ્મતિપ્રકરણ અને તત્વાર્થ સુત્ર આદિને દ્રવ્યાનુયોગ કહ્યો છે. સમ્મતિગ્રન્થ (સિદ્ધસેન રચિત)થી ભોજસાગરે એક ગાથા ઉદ્ધત કરતા દ્રવ્યાનુયોગના મહત્ત્વને સ્થાપિત કર્યું છે. ગાથા છે - "चरणकरणप्पहाणा ससमय-परसमयमुक्कवावारा । चरणकरणस्स सारं णिच्चयसुद्धं न जाणंति ॥ અર્થાત્ ચરણકરણાનુયોગના જ્ઞાનથી સંપન્નજન પણ સ્વસમય અને પરસમયના વ્યાપારથી મુક્ત રહે છે. કારણ કે તે ચરણ કરણાનુયોગના સારભૂત નિશ્ચય શુદ્ધ દ્રવ્યાનુયોગને જાણતા નથી. પંડિત ટોડરમલે પણ ચાર અનુયોગોમાં દ્રવ્યાનુયોગની મુખ્યતા સ્વીકાર કરી છે. દ્રવ્યાનુયોગમાં શું છે ? તેનું સ્વરૂપ બતાવતા જિનભદ્રગણિ કહે છે - "दब्बस्स जोऽणुजोगो दब्बे दब्वेण दब्बहेऊ वा । दब्बस्स पज्जवेण व जोग्गो दब्वेण वा जोगो ॥ ૧. વિશેષાવશ્યકભાષ્ય ભાગ-૧, ગાથા-૧, પૃ.-૧ ૨. તેજ પૃ. ૨ विना द्रव्यानुयोगोऽहं चरणकरणाख्ययोः सारं नेति कृतिप्रेष्ठं निर्दिष्टं सम्मतौ स्फूटम् ।। ૪. સન્મતિ પ્રકરણ - ૩/૬૭ ૫. વિશેષાવશ્યકભાષ્ય - ૧૩૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy