________________
જ સમાવેશ થાય છે. મૂળપ્રથમાનુયોગમાં અરિહંતો અને સિદ્ધિપદને પ્રાપ્ત થયેલા મહાપુરુષોના વર્ણનનો સમાવેશ કરવામાં આવ્યો છે તથા ગંડિકાનુયોગમાં કુલકરગંડિકા, ગણધરગંડિકા આદિનો સમાવેશ થાય છે. સ્થૂળરૂપથી વિચાર કરીએ તો મૂળપ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગનો સમાવેશ ધર્મકથાનુયોગમાં કરી શકાય છે.
(૨) “અનુયોગ” શબ્દનો બીજો પ્રયોગ “જુગાદાર” પદમાં થયો છે. નંદીસૂત્ર અને સમવાયાંગસૂત્રમાં વિભિન્ન આગમોનો પરિચય બતાવતા વાચના, પ્રતિપત્તિ, વેઢ, શ્લોક, નિર્યુક્તિ, સંગ્રહણી આદિની સાથે અનુયોગદ્દારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાયઃ સંખ્યાત અનુયોગદ્વારોના ઉલ્લેખ મળે છે. અનુયોગદ્વારસૂત્રમાં પણ શ્રુતજ્ઞાનના ઉદેશ, સમુદેશ, અનન્ના અને અનુયોગોની પ્રવૃત્તિનો નિર્દેશ છે. અહિં અનુયોગનો અર્થ સૂત્રની સાથેનું યોજન છે. સુત્રની વાચના કર્યા બાદ આ અનુયોગની પ્રવૃત્તિ થાય છે. અનુયોગદ્વાર સૂત્ર તો પૂર્ણરૂપે અનુયોગની વિધિનું નિદર્શન કરે છે. અનુયોગદ્વાર સૂત્રમાં આવશ્યકસૂત્રના પ્રથમ સામાયિક અધ્યયનના ચાર અનુયોગદ્વાર આ પ્રમાણે કહ્યા છે – (૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ અને (૪) નય.' નામ, ક્ષેત્ર આદિના આધારે શબ્દનું કથન 'ઉપક્રમ' છે. તેનું પુન: નામ, સ્થાપના આદિમાં અર્થ શોધવો 'નિક્ષેપ” છે. અનુકૂળ અર્થનું કથન અનુગમ' છે તથા અભિષ્ટ અભિપ્રાયને પકડવું નયનું કાર્ય છે. આ પ્રમાણે અનુયોગની પૂર્ણતા ઉપક્રમ આદિથી સંપન્ન થાય છે.
(૩) આચાર્ય ભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં અનુયોગના સાત પ્રકારના નિક્ષેપ બતાવ્યા છે, જેમકે - (૧) નામાનુયોગ, (૨) સ્થાપનાનુયોગ, (૩) દ્રવ્યાનુયોગ, (૪) ક્ષેત્રાનુયોગ, (૫) કાલાનુયોગ, (૬) વચનાનુયોગ, (૭) ભાવાનુયોગ. જિનભદ્રગણિએ વિશેષાવશ્યકભાષ્યમાં આ બધાની વ્યાખ્યા કરી છે. સંક્ષેપમાં કહીએ તો ઈન્દ્ર આદિની સાથે ઈન્દ્ર આદિ નામોનો યોગ કે સંબંધ નામાનુયોગ છે. કાષ્ઠાદિમાં આચાર્ય આદિની સ્થાપનાનું અનુયોજન કે વ્યાખ્યાન સ્થાપનાનુયોગ છે. દ્રવ્યનું દ્રવ્યમાં અથવા દ્રવ્યથી જે પર્યાયાદિનો યોગ છે તે દ્રવ્યાનુયોગ છે. દ્રવ્યાનુયોગ વ્યાખ્યાન સ્વરૂપ પણ હોય છે. અનુરૂપ કે અનુકૂળયોગ અર્થાતુ સંબંધને પણ એક દ્રષ્ટિથી અનુયોગ કહેવાય છે. આ જ પ્રમાણે ક્ષેત્ર, કાળ, વચન અને ભાવમાં પણ અનુયોગનો પ્રયોગ થાય છે. જે પ્રમાણે અનુયોગને સાપ્તવિધ નિક્ષેપ કહેવામાં આવે છે તે જ પ્રમાણે અનનુયોગના પણ સાત પ્રકારના નિક્ષેપ છે, જેમકે - (૧) નામાનનુયોગ, (૨) સ્થાપનાનનુયોગ, (૩) દ્રવ્યાનુયોગ, (૪) ક્ષેત્રાનનુયોગ, (૫) કાલાનનુયોગ, (૬) વચનાનનુયોગ અને (૭) ભાવાનનુયોગ. અનુયોગના વિભિન્ન અર્થ :
અનુયોગ વ્યાખ્યા અર્થમાં વિશેષ પ્રસિદ્ધ છે. ભદ્રબાહસ્વામીની નિયુક્તિમાં અનુયોગને નિયોગ, ભાષા, વિભાષા અને વાર્તિકનો એકાર્થક કહેવામાં આવ્યો છે. તે બધાં શબ્દ અનુયોગના વ્યાખ્યા અર્થને જ સ્પષ્ટ કરે છે. જિનભદ્રગણિએ અનુયોગના” વિભિન્ન અર્થોનું પ્રણયન કરતા કહ્યું છે –
"अणुओयणमणुओगो सुयस्स नियएण जमभिधेएणं । बावारो वा जोगो जो अणुरूपोऽणुकूलो वा ॥ अहवा जमत्थओ थोव-पच्छभावेहिं सुयमणुं तस्स ।
अभिधेये वावारो जोगो तेणं व संबंधो ॥" ५ ઉપર્યુક્ત બે ગાથાઓમાં અનુયોગના જે અર્થ ગુંથાયેલા છે તેને ક્રમશઃ આ પ્રમાણે રાખી શકાય - (૧) સુત્રનો પોતાના અભિધેય અર્થની સાથે અનુયોજન કે સંબંધન અનુયોગ છે. तत्थ पढमज्झयणं सामाइयं, तस्स णं इमे चत्तारि अणुओगद्दारा भवंति, तं जहा - (१) उवक्कम, (२) णिक्खेवे, (३) अणुगमे, (૪) [U {
- અનુયોગદ્વાર સૂત્ર-૭૫ (બાવર પ્રકાશન) ૨. નામં હવા દ્રવિણ તે જે વયમ ૨ | જીલો ૩ નિવેવો દોડુ સત્તવિદ / - આવશ્યકનિયુક્તિ ૧૩૨
_द्रष्टव्य - विशेषावश्यकभाष्य भाग-१, गाथा-१३८९-१४०९ । ૪. સોની જ નિરોને માસ-વિમાસા વરિય વેવ | gg gબોનસ ૩નામ પ્રક્રિયા પંર ” – આવશ્યકનિયુક્તિ ૧૩૧ ૫. વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૧૩૮૬ - ૧૩૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org