________________
વર્ગીકૃત કર્યું હતું ત્યારે ઉપાધ્યાય શ્રી કહૈયાલાલજી મહારાજે આગમોની આંતરિક વિષય વસ્તુને વિભિન્ન અનુયોગોમાં વર્ગીકૃત કરી તત્સમ્બદ્ધ અનુયોગોમાં વ્યવસ્થિત કરી દીધું. આ કાર્યમાં ઉપાધ્યાયપ્રવરને કઠોર શ્રમ કરવો પડ્યો છે. કંઈ વિષયવસ્તુ
ક્યા અનુયોગમાં જશે તેનો નિર્ણય કરવો સરળ કામ નથી. ધર્મકથાનુયોગના વિષય-વસ્તુનું ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ સાથે પણ સંબંધ થઈ શકે છે. છતાં પણ સ્વવિવેકના આધારે ઉપાધ્યાયપ્રવરે આગમોની આંતરિક વિષય-વસ્તુનું જે ચાર અનુયોગોમાં વિભાજન કર્યું છે તે જિજ્ઞાસુ પાઠકોના માટે અત્યંત ઉપયોગી છે. અનેક શોધાથિયોને અનુભવ થશે. આ વિભાજનથી પાઠકોને એક તત્ત્વ કે વિષય પર સંપૂર્ણ આગમમાં વર્ણિત વિષયોને જાણવાની સુવિધા થશે.
આર્યરક્ષિત અને ઉપાધ્યાયપ્રવરના અનુયોગ વિભાજનમાં એક સ્થળ ભેદ એ છે કે આર્યરક્ષિતે જ્યાં શ્વેતામ્બરોને માન્ય સમસ્ત આગમો (વિશેષત: અંગસૂત્ર, ઉપાંગસૂત્ર, છેદસૂત્ર અને મૂળસૂત્રોનું ચાર અનુયોગોમાં વિભાજન કર્યું છે. તો ઉપાધ્યાયશ્રી કન્વેયાલાલજી મહારાજે શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન પરંપરાને માન્ય ૩૨ આગમોની વિષય-વસ્તુનું જ ચાર અનુયોગોમાં વિભાજન અને વ્યવસ્થાપન કર્યું છે. જે ૩૨ આગમોને ઉપાધ્યાયશ્રીએ આધાર બનાવ્યા છે, તે આ પ્રમાણે છે –
અગ્યાર અંગ આગમ-(૧)આચારાંગ, (૨) સૂત્રતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતી (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અંતકૃતદશા, (૯) અનુત્તરોપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર.
બાર ઉપાંગ આગમ - (૧) ઔપપાતિક, (૨) રાજપ્રશ્નીય, (૩) જીવાજીવાભિગમ, (૪) પ્રજ્ઞાપના, (૫) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (૭) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૮) નિરયાવલિકા, (૯) કલ્પાવતંસિકા, (૧૦) પુષ્પિકા, (૧૧) પુષ્પચૂલિકા, (૧૨) વૃષ્ણિદશા.
ચાર મૂળસૂત્ર : (૧) ઉત્તરાધ્યયન, (૨) દશવૈકાલિક, (૩) નંદીસૂત્ર, (૪) અનુયોગદ્વારસૂત્ર. ચાર છેદસત્ર : (૧) દશાશ્રુતસ્કંધ, (૨) બૃહત્કલ્પસૂત્ર, (૩) વ્યવહારસૂત્ર, (૪) નિશીથસૂત્ર. બત્રીસમું - આવશ્યક સૂત્ર (૧૧ + ૧૨ + ૪ + ૪ + ૧ = ૩૨)
બત્રીસ આગમોના આધારે કરવામાં આવેલી આ અનયોગ - વ્યવસ્થાપનની એક વિશેષતા એ છે કે આના અંતર્ગત પ્રત્યેક અનુયોગમાં વિભિન્ન અધ્યયન બનાવ્યા છે અને પછી તે અધ્યયનોના અંતર્ગત સંબંધિત સામગ્રીને યોજિત કરવામાં આવી છે. દરેક અધ્યયનના અંતર્ગત પણ અનેક ઉપશીર્ષક છે. જેનું પ્રાકૃત અને હિંદી તેમજ આ સંસ્કરણમાં પ્રાકૃત અને ગુજરાતી બંને ભાષાઓમાં નામકરણ કરવામાં આવ્યું છે. બીજી વિશેષતા એ છે કે – એમણે પાઠકોના માટે અનુયોગોના મૂળ પાઠના સમક્ષ જ તેનો હિંદી અથવા ગુજરાતી અર્થ આપવામાં આવ્યો છે. જે પાઠકો માટે અત્યંત સુવિધાજનક છે.
વિશેષાવશ્યકભાષ્યમાં એક પ્રશ્ન કરવામાં આવ્યો છે કે આર્યરક્ષિતસૂરિની પરંપરામાં ગોઠામાહિલને વાદવિજયી થવાથી મિથ્યાત્વના ઉદયના કારણે સાતમા નિહુનવ માનવામાં આવ્યો. તો અનુયોગ અને નયનું નિરૂપણ કરવાવાળા આર્યરક્ષિતને નિનવ કેમ ન કહેવામાં આવ્યો ? આ પ્રશ્નનો ઉત્તર આપતા જિનભદ્રગણિએ કહ્યું કે આર્યરક્ષિતે નય અને અનુયોગોનું નિરૂપણ પ્રવચનના હિતાર્થે જ કર્યું હતું. તેમણે આ કાર્ય મિથ્યાભાવનાથી કે મિથ્યાભિનિવેશથી કર્યું નથી. જો મિથ્યાભિનિવેશથી જિનોક્ત પદની કોઈ અવહેલના કરે તો તે બહુરત આદિ સાત નિહુનવોના સમાન નિહુનવ કહેવાય છે. ઉપાધ્યાય પ્રવરે પણ અનુયોગ વ્યવસ્થાપનનું કાર્ય પ્રવચન-હિતાર્થે જ કર્યું છે. મિથ્યાત્વભાવનાથી કે મિથ્યાભિનિવેશથી કર્યું નથી. માટે તે નિહનવ નથી. પરંતુ જિનવાણીના ઉપકારક છે. અનુયોગ” શબ્દના અન્ય પ્રયોગ
અનુયોગ” શબ્દનો પ્રયોગ આગમમાં અનેક સ્થાનો પર ભિન્ન-ભિન્ન અભિપ્રાયથી થયો છે -
(૧) સમવાયાંગ અને નંદીસૂત્રમાં દષ્ટિવાદ અંગના પાંચ પ્રકારોમાં અનુયોગ શબ્દનો પ્રયોગ થયો છે. દષ્ટિવાદના પાંચ પ્રકાર છે – (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વગત, (૪) અનુયોગ અને (૫) ચૂલિકા. આમાંથી અનુયોગના બે પ્રકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે – (૧) મૂળપ્રથમાનુયોગ અને (૨) ચંડિકાનુયોગ. તે બંને અનુયોગ માત્ર દૃષ્ટિવાદના અંગ છે. માટે આમાં અન્ય અંગ, ઉપાંગ, છેદ અને મૂળસૂત્રોનો સમાવેશ થતો નથી. આ બંને અનુયોગમાં માત્ર દૃષ્ટિવાદના વિષયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org