________________
ગમ્મા-અધ્યયન
सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एसा चेव पढम गमग वत्तव्वया,
णवरं - कालादेसेणं जहण्णेणं दसवाससहस्साई मासपुहत्तमब्भहियाई, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चत्तालीसाए वाससहस्सेहिं अब्भहियाओ, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (૨ વિઓ નમો)
सो चेव उक्कोसकालट्ठिईएस उबवण्णो, एसा चैव पढम गमग वत्तव्वया,
णवरं-कालादेसेणं जहण्णेणं सागरोवमं मासपुहत्तमब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाई चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (३ तइओ गमओ) सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ। एसा चैव पढम गमग वत्तव्वया भवादेस पज्जवसाणा भाणियव्वा ।
वरं - इमाई पंच नाणत्ताइं
१. सरीरोगाहणा-जहण्णेणं अंगुलपुहत्तं, उक्कोसेण वि अंगुलपुत्तं ।
૨. તિળિ નાળા,
तिण्णि अण्णाणाई भयणाए,
३. पंच समुग्धाया आदिल्ला,
४-५. ठिई अणुबन्धो य जहणेणं मासपुहत्तं, उक्कोसेण वि मासपुहत्तं,
कालादेसेणं जहणेणं दसवाससहस्साई मासपुहत्तमब्भहियाई, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं मासपुहत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (४ चउत्थो गमओ) सो व जहणकालट्ठिईएसु उववण्णो, इच्चेवं वत्तव्वया चउत्थ गमग सरिसा ।
णवरं - कालादेसेणं जहणणेणं दसवाससहस्साई मासपुहत्तमब्भहियाई, उक्कोसेणं चत्तालीसं वाससहस्साई चउहिं मासपुहत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (પ્ પંચમો ગમો)
Jain Education International
૨૨૨૩
એ જ મનુષ્ય જઘન્યકાળની સ્થિતિયુક્ત રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે ઈત્યાદિ સમરત કથન પ્રથમગમકના અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ – કાલાદેશથી જઘન્ય માસપૃથક્ત્વ અધિક દસહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાલીસ હજાર વર્ષ અધિક ચાર પૂર્વકોટિ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલો જ કાળ ગમનાગમન કરે છે. (આ દ્વિતીય ગમક છે)
એ જ મનુષ્ય ઉત્કૃષ્ટકાળની સ્થિતિયુક્ત રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય થાય ઈત્યાદિ કથન પણ પ્રથમગમકના અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ – કાલાદેશથી જઘન્ય માસપૃથક્ત્વ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ચાર સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલો જ કાળ ગમનાગમન કરે છે. (આ તૃતીય ગમક છે.) એ જ મનુષ્ય સ્વયં જઘન્યકાળની સ્થિતિયુક્ત થાય અને રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય થાય ઈત્યાદિ કથન પણ પ્રથમગમકના અનુરૂપ ભવાદેશ પર્યંત સમજવું જોઈએ. વિશેષ - આ પાંચ વાતોમાં ભિન્નતા છે
-
૧. એના શરીરની અવગાહના જઘન્ય અંગુળ પૃથક્ત્વ અને ઉત્કૃષ્ટ પણ અંગુળ પૃથ
છે.
૨. એને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પે હોય છે.
૩. એને પ્રારંભના પાંચ સમુઘાત હોય છે. ૪-૫. એની સ્થિતિ અને અનુબંધ જઘન્ય માસપૃથ અને ઉત્કૃષ્ટ પણ માસપૃથ
છે. કાલાદેશથી જઘન્ય માસ પૃથ અધિક દસહજાર વર્ષ અનેઉત્કૃષ્ટ ચાર માસ પૃથઅધિક ચારસાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળસુધી ગમનાગમન કરે છે. (આ ચોથું ગમક છે.)
એ જ મનુષ્ય જ્યારે સ્વયં જધન્યકાળની સ્થિતિયુક્ત રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની જઘન્ય સ્થિતિમાં ઉત્પન્ન થવા યોગ્ય થાય ઈત્યાદિ કથન પણ ચતુર્થંગમકના અનુરૂપ છે. વિશેષ - કાલાદેશથી જઘન્ય માસપૃથ દસહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર માસ પૃથ અધિક ચાલીસહજાર વર્ષ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પાંચમું ગમક છે)
અધિક
For Private & Personal Use Only
www.jainelibrary.org