________________
૧૩૯૬
દ્રવ્યાનુયોગ ભાગ-૩
इड्ढि-रस-साय-गारवोहार-गहिय-कम्मपडिबद्धसत्त-कढिज्जमाण-निरयतल-हुत्तसन्न-विसन्नबहुलं,
ગર-ર-ભય-વિસાચ-સી-મિછત્ત-સેત્રસંવવું,
अणाइ-संताण-कम्मबंधण-किलेस-चिक्खिल्ल-सुदुत्तारं,
अमर-नर-तिरिय-निरयगइगमण-कुडिल-परियत्तविपुल
વેર્સ્ટ,
हिंसालिय-अदत्तादाण-मेहुण-परिग्गहारंभ-करणकारावणाणुमोदण-अट्ठविह-अणिट्ठ-कम्म पिंडितगुरूभारक्वंत-दुग्गजलोघदूर-निब्बोलिज्जमाण-उम्मग्गनिमग्ग-दुल्लभतलं,
સંસાર સાગરમાં રિદ્ધિગૌરવ, રસગૌરવ અને સાતગૌરવ રૂપી અપહાર-જળચર જંતુ વિશેષ દ્વારા પકડાયેલા અને કર્મબંધથી જકડાયેલા પ્રાણી જયારે નરકરૂપ પાતાળની સન્મુખ પહોંચે છે તો અતિશય ખેદ, શોક યુક્ત અને વિષાદયુક્ત હોય છે એવા પ્રાણીઓ બહુલતાવાળા હોય છે. તે અરતિ, રતિ, ભય, ખેદ, શોક તથા મિથ્યાત્વ રૂપી પર્વતોથી વ્યાપ્ત છે. અનાદિ સંતાન પરંપરાવાળા કર્મબંધન અને રાગ-દ્વેષ આદિ કલેશરૂપી કીચડના કારણે તે સંસાર સાગરને પાર કરવો અત્યંત કઠિન છે. જેમ સમુદ્રમાં ભરતી આવે છે તેવી રીતે સંસાર સમુદ્રમાં દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિમાં ગમનાગમનરૂપી કુટિલ પરિવર્તનોથી યુક્ત વિસ્તિર્ણ વેલારૂપી ભરતી આવતી રહે છે તેમાં ચક્રની જેમ જીવો પરિભ્રમણ કરે છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહરૂપ આરંભને કરવા, કરાવવા અને અનુમોદના કરવાથી સંચિત જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના ગુરુતર ભારથી દબાયેલા તથા વ્યસનરૂપી જળપ્રવાહ દ્વારા દૂર ફેંકાઈ ગયેલા પ્રાણીયો માટે આ સંસાર સાગરનો પાર પામવો અત્યંત કઠિન છે, આમાં પ્રાણી શારીરિક અને માનસિક દુઃખોનો અનુભવ કરતાં રહે છે. સંસાર સંબંધી સુખ-દુ:ખથી ઉત્પન્ન થવાવાળા પરિતાપને કારણે તે ક્યારેક ઉપર ચઢવાનો તથા નીચે ઉતરવાનો પ્રયત્ન કરતાં રહે છે. સમુદ્રની ચારો દિશાઓમાં વિસ્તૃત થવા જેવો આ સંસાર સાગર ચાર દિશારૂપ ચાર ગતિયોના કારણે વિશાળ છે. આ અંતરહિત અને વિસ્તૃત છે. જે જીવ અસંયમી છે, તેમના માટે અહિં કોઈ આલંબન નથી. કોઈ આધાર નથી, આ અપ્રમેય છે અર્થાત છબસ્થ જીવોના જ્ઞાનથી અગોચર છે, તેને માપી નથી શકાતો તે ચોરાસી લાખ જીવાયોનીથી વ્યાપ્ત છે. અહિં અજ્ઞાનાંધકાર છવાયેલો રહે છે અને તે અનંતકાળ સુધી સ્થાયી છે. આ સંસાર સાગર ત્રસ્ત, અજ્ઞાની અને ભયગ્રસ્ત, ઉદ્વેગપ્રાપ્ત- ગભરાયેલા દુઃખી પ્રાણીઓનું નિવાસસ્થાન છે.
सारीर-मणोमयाणि दुक्खाणि उप्पियंता सायस्स य परितावणमयं, उब्बुड निब्बुडं करेंता, चउरंत महंतमणवयग्गं, रूद्द संसार सागरं,
अट्ठियं अणालंबणम-पइट्ठाणमप्पमेयचुलसीइ जोणिसयसहस्स गुविलं, अणालोकमंधकारं अणंतकालं निच्चं,उत्तत्थ-सुण्ण भय-सण्णसंपउत्ता संसारसागरं वसंति उब्विग्गवासवसहिं,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org