________________
આશ્રવ અધ્યયન
૧૩૯૭
-
जहिं आउयं निबंधंति पावकम्मकारी, बंधवजण-सयणमित्तपरिवज्जिया अणिट्ठा भवंति,
अणादेज्ज-दुबिणीया-कुठाणासण कुसेज्ज कुभोयणा असुइणो कुसंघयण-कुप्पमाण कुसंठिया कुरूवा।
વદુવાદ-માન-માયા-સ્ત્રોમ-દુમોદા,
धम्मसन्न-सम्मत्त-परिभट्ठा,
दारिदोवद्दवाभिभूया, निच्चं परकम्मकारिणो, जीवणत्थरहिया किविणापरपिंडतक्कगा दुक्खलद्धाहारा, अरस-विरस-तुच्छकय-कुच्छिपूरा,
આ સંસારમાં પાપકર્મકારી પ્રાણી જયાં જે ગામ, કુળ વગેરેનું આયુષ્ય બાંધે છે ત્યાં જ તે બંધુ-બાન્ધવો-સ્વજનો અને મિત્રજનોથી પરિવર્જિત અર્થાત્ રહિત હોય છે, તે બધાં જ માટે અનિષ્ટકારી હોય છે. તેમના વચનોને કોઈ ગ્રાહ્ય નથી માનતા અને તે દુર્વિનીત-દુરાચારી હોય છે. તેમને રહેવા માટે ખરાબ સ્થાન, બેસવા માટે ખરાબ આસન, સૂવા માટે ખરાબ શચ્યા અને ખાવા માટે ખરાબ ભોજન મળે છે. તે અશુચિ, અપવિત્ર અથવા ગંદા રહે છે અથવા અશ્રુતિ-શાસ્ત્રજ્ઞાનથી વિહીન હોય છે. તેમનું શરીરનો કોઈક ભાગ આવશ્યકતા કરતાં વધારે નાનો અથવા મોટો હોય છે. તેમના શરીરની આકૃતિ બેડોલ હોય છે, તેમનું રુપ પણ સુંદર હોતું નથી. તેમાં ક્રોધ, માન, માયા, લોભ તીવ્ર હોય છે અને મોહઆસક્તિની તીવ્રતા હોય છે. તેમાં ધર્મસંજ્ઞા - ધાર્મિક સૂઝબૂઝ નથી હોતી. તે સમ્યગદર્શનથી રહિત હોય છે. તેમને દરિદ્રતાનું કષ્ટ સદા હેરાન કરે છે. તેઓ સદા પારકાની નોકરી કરનાર હોય છે. સાધારણ જીવન વિતાવવાને યોગ્ય સાધનોથી પણ રહિત હોય છે. કુપણ રહે છે. બીજા દ્વારા દેવામાં આવતા પિંડ આહારની ખોજમાં રહે છે. કઠિનાઈથી દુઃખ પૂર્વક આહાર મેળવે છે. કોઈપણ રીતે લૂખા-સૂખા નીરસ તથા નિસ્સાર ભોજનથી પેટ ભરે છે. બીજાનો વૈભવ. સત્કાર. સમ્માન. ભોજન. વસ્ત્ર વગેરે તેમજ તેમના સદ્દભાગ્ય પ્રત્યે ઈર્ષાભાવથી જોઈને તેઓ પોતાની નિંદા કરે છે, પોતાના દુર્ભાગ્યને દોષ આપતા રહે છે. પોતાના નસીબ પર રોયા કરે છે. આ ભવમાં કે પૂર્વભવમાં કરેલા પાપ કર્મોની નિંદા કરે છે. ઉદાસ રહી શોકની અગ્નિમાં બળતા લજ્જિતતિરસ્કૃત થાય છે. સાથે-સાથે તેઓ સત્વહીન, ક્ષોભગ્રસ્ત તથા ચિત્રકળા વગેરે શિલ્પના જ્ઞાનથી રહિત, વિદ્યાઓથી શૂન્ય અને સિદ્ધાંત-શાસ્ત્રોના જ્ઞાનથી શુન્ય હોય છે. યથાજાત અજ્ઞાની પશુની જેમ જડબુદ્ધિવાળા અવિશ્વસનીય અથવા અપ્રતીતિ ઉત્પન્ન કરવાવાળા હોય છે.
परस्स पेच्छंता रिद्धि-सक्कार-भोयण-विसेससमुदय विधिं निंदंता अप्पकं कयंतं च परिवयंता ।
इह य पुरेकडाई कम्माइं पावगाइं विमणसो सोएण डज्झमाणा परिभूया होति ।
सत्तपरिवज्जिया य छोभा सिप्पकला-समयसत्थ परिवज्जिया,
जहा जायपसुभूया अवियत्ता,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org