________________
૧૩૬૬
धमणाणि य, दोहणाणि य, कुदंड गलबंधणाणि य, वाडगपरिवारणाणि य, पंकजलनिमज्जणाणि य, वारिप्पवेसणाणि य, ओवयणिभंग-विसम- णिवडणવા-નાન- વહબળિયો |
एवं ते दुक्खसयसंपलित्ता नरगाओ आगया इहं सावसेसकम्मा तिरिक्खपंचेंदिएसु पावंति पावकारी कम्माणि पमाय-राग-दोस - बहुसंचियाई अईवअस्सायकक्कसाई ।
भमर-मसग-मच्छिमाइएसु य जाइकुलकोडिसयसहस्सेहिं नवहिं अणूणएहिं चउरिंदियाणं तहिं तहिं चेव जम्मण-मरणाणि अणुहवंता कालं संखेज्जं भमंति नेरइयसमाण तिव्वदुक्खा फरिस रसणથાળ-ચવુ-સહિયા |
तव तेइंदिए कुंथु-पिप्पीलिया अंधिकादिकेसु य जाइकुल- कोडिसयसहस्सेहिं अट्ठहिं अणूणएहिं तेइंदियाणं तहिं तहिं चेव जम्मण मरणाणि अणुवंता कालं संखिज्जं भमंति नेरइयसमाणतिब्वदुक्खा फरिस - रसण घाण संपउत्ता ।
गंडूलय - जलूय- किमिय- चंदणगमाइएसु य जाइकुलकोडिसयसहस्सेहिं सत्तहिं अणुणएहिं
इंदियाणं तहिं तहिं चेव जम्मण मरणाणि अणुहवंता कालं संखिज्जं भमंति नेरइयसमाणतिव्वदुक्खा फरिस - रसणसंपउत्ता ।
पत्ता एगिंदियत्तणं वि य पुढवि जल-जलणमारूय-वणप्फइ-सुहुम- बायरं च पज्जत्तमपज्जत्तं पत्तेयसरीरणाम-साहारणं च पत्तेय सरीरजीविएसु य तत्थ वि कालमसंखिज्जं भमंति अनंतकालं च अनंतकाए फासिंदियभावसंपउत्ता- दुक्ख समुदयं इमं अणि पावंति पुणो-पुणो तहिं तहिं चेव परभवतरूगणगहणे ।
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
નાખીને અણીદાર સળિયા આદિ વડે વીંધવાનું, આંચળોમાંથી દૂધ દોઈ લેવાનું, ગળામાં આડા લટકાવવાનું, વાડામાં પૂરી દેવાનું, કાદવવાળા જળમાં ખૂંચી જવાનું, વરસતા-વરસાદમાં ઉભા રહેવાનું, કોઈ ખાડા આદિમાં પડી જવાથી અંગ ઉપાંગો તૂટી જવાનું, ઉંચા સ્થાનો પરથી પડી જવાનું, દાવાગ્નિમાં બળી જવાનું ઈત્યાદિ દુઃખો તિર્યંચ ગતિનાં જીવો ભોગવે છે.
આ પ્રમાણે તે પ્રાણ વધ કરનાર જીવ સેંકડો દુ:ખોથી દુઃખી થઈને નરકોમાંથી તિર્યંચ પંચેન્દ્રિયલોકમાં ઉત્પન્ન થાય છે અને પ્રમાદથી, રાગદ્વેષથી ઉપાર્જિત કરેલ. ભોગવવાનું શેષરહી ગયા એવા અશાતા વેદનીય કર્મોદયને કારણે ઉપાર્જિત દુઃખો કરતાં પણ વધારે કઠોર કર્મજન્ય દુઃખોને ભોગવે છે. ભ્રમર, મશક (માછ૨) માખી આદિ ચૌઈન્દ્રિય જીવોની નવ લાખ પ્રકારની જાતિઓમાં તે તે યોનિયોમાં વારંવાર જન્મ મરણના દુઃખો અનુભવતા નરક ગતિનાં સમાન તીવ્ર દુઃખ ભોગવતા સ્પર્શન, રસન, પ્રાણ અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયોથી યુક્ત ચૌરેન્દ્રિય જીવો સંખ્યાત હજાર વર્ષ સુધી તે યોનિમાં જન્મમરણ અનુભવ્યા કરે છે.
આ પ્રમાણે કુંથુ, કીડી, ઉધઈ આદિ ત્રેઈન્દ્રિય જીવોની આઠ લાખ પ્રકારની જાતિ યોનીમાં વારંવાર જન્મ મરણના દુઃખો અનુભવતાં સ્પર્શન, રસન અને ઘ્રાણ આ ત્રણ ઈન્દ્રિયો જ જેને હોય એવા તેઈન્દ્રિય જીવો સંખ્યાત હજાર વર્ષો સુધી નારકનાં સમાન તેજ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. ગંડોલક, જલૌક, કૃમિ, શંખ આદિ બેઈન્દ્રિય જીવોની સાત લાખ જાતિઓમાં વારંવાર જન્મ મરણના દુઃખો અનુભવતા સ્પર્શન અને રસના ઈન્દ્રિયોથી યુક્ત તે બેઈન્દ્રિય જીવો સંખ્યાત હજાર વર્ષ સુધી નારકનાં સમાન એજ યોનિમાં ભ્રમણ કરે છે. એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થઈને સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદવાળા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને પ્રત્યેક શરીર અને સાધારણ શરીરી વનસ્પતિકાયિક જીવ એકમાત્ર સ્પર્શેન્દ્રિયવાળા થઈને પ્રત્યેક શરી૨ી તો અસંખ્યાતકાળ સુધી અને અનન્તકાયિક (સાધારણ શરીરી) અનન્તકાળ સુધી અનિષ્ટ દુઃખોને ભોગવે છે અને પરભવમાં ફરી-ફરી તે વનસ્પતિકાયમાં જન્મ લે છે.
For Private Personal Use Only
www.jainelibrary.org