________________
૧૩૬૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
तत्थ यमोग्गरपहारचुण्णियमुसंढिसंभग्गमहियदेहा जंतोव-पीलण फुरंतकप्पिया के इत्थ सचम्मका विग्गत्ता णिम्मूलुलूण कण्णोठ्ठणासिका छिण्णहत्थ પાયા
असि करवय-तिक्ख-कोंत-परसुष्पहार-फालियवासी-संतच्छि-तंगमंगा, कलकलमाणखार परिसित्तगाढ-डझंत-गत्त-कुंतग्गभिण्ण जज्जरियसव्वदेहा विलोलंति महीतले विसणियंगमंगा।
तत्थ य विग सुणग सियाल-काक-मज्जार-सरभदीविय-वियग्घ-सदुलसीह - दप्पिय - खुहाभिभूएहिं णिच्च-कालमणसिएहिं घोरा सद्दायमाणा भीमरूवे हिं अक्कमित्ता दढदाढागाढडक्ककड्ढिय-सुतिक्ख-नह-फालियउद्धदेहा विच्छिप्पंते समंतओ विमुक्क संधिबंधणा वियंगमंगा।
તે નરકોમાં મુગરના પ્રહારોથી ચૂર્ણિત, મુસુંઢી નામના શસ્ત્રથી જર્જરિત કરેલ, કુંભીમાં દહીંની જેમ શરીર વલોવાય છે, તેવા નારકીઓને નરકોમાં, યંત્રોમાં પીલવાની બીકે કંપતા હોય તેવી હાલતમાં કાપી નાખવામાં આવે છે. તેમના શરીર ઉપરની ચામડી ઉતારી લેવામાં આવે છે. હોઠ, નાક અને કાન મૂળમાંથી કાપી લેવામાં આવે છે. હાથ અને પગ છિન્ન-ભિન્ન કરવામાં આવે છે. તે નરકોમાં તલવાર, કરવત અણીવાળા ભાલા અને ફરશીના પ્રહારોથી શરીર ચીરવામાં આવે છે અને અંગ ઉપાંગોને છોલીને પાતળા કરવામાં આવે છે. અત્યંત ઉકાળેલ ખારવાળા પાણીનું સિંચન કરવાથી શરીર જળી રહ્યા છે. ભાલાની અણીથી વીંધવાના કારણે જેમના શરીર જર્જરિત થઈ ગયા છે. તથા વિવિધ પ્રકારના પ્રહારોથી જેનાં શરીર સૂઝી ગયા છે તેવા જીવો યાતનાઓ પામીને નરકની કઠોર ભૂમિ પર પડી જાય છે. તે નરકોમાં દર્પિત તથા ભૂખ પ્યાસથી - અત્યંત વ્યાકુળતાનાં કારણે ઘોર-જૂર કર્મ કરવાને માટે આતુર થયેલ છે, ચિત્કાર કરવાથી જેમને દેખાવ અતિ ભયંકર બની ગયો છે. એવા વરુ (બેડિયા) કૂતરા, શિયાળ, કાગડા, માર્ગાર (બિલાડા) સરભઅષ્ટાપદ, ચિત્તા, વાઘ, વિશિષ્ટ પ્રકારનાં વાઘ અને સિંહ વગેરે પ્રાણીઓ આક્રમણ કરીને પહેલાં મજબૂત ડાઢો વડે તેમને બટકાં ભરે છે, ઘસેડે છે, નખ ભરાવીને તેમના શરીરના બે ટુકડા કરી નાંખે છે, તે કારણે તેમના સાંધાઓનાં બંધન તદ્દન ઢીલા થઈ જાય છે. જેમ કાકબલિને ચારે દિશામાં ફેંકવામાં આવે છે. તેમ તે બિચારા નારકીઓને પણ આકાશમાં આમ તેમ ફેંકવામાં આવે છે. તેના અંગોપાંગ આદિનું ખંડન કરવામાં આવે છે. ત્યારબાદ કંક, કુરર, ગીધ અને અસહ્ય યાતનાઓ દેનારા કાગડાઓનો સમૂહ કે જેમના તીણ નખ કઠણ વસ્તુઓને ચીર્યા પછી પણ તૂટતા નથી તથા જેમની ચાંચ લોઢાના જેવી કઠણ છે એવા તે પક્ષીઓ નારકોને વચ્ચે જ પકડીને પોતાની પાંખો વડે મારે છે, તીક્ષ્ણ નખોની મદદથી તેમની જીભને તેમના મુખમાંથી બહાર કાઢી નાંખે છે. બંને આંખોને બહાર કાઢી નાંખે છે. નિર્દયતાની સાથે તેમના મુખને વિકૃત કરી નાંખે છે, એવા તે પાપકારી નારકી જીવો રુદન કરે છે. હાય ! હાય ! કરતાં કૂદાકૂદ કરે છે, અત્યન્ત વેદનાથી વ્યાકુળ થઈને આકાશમાં ઉપરની બાજુ ઉછળે છે અને વળી પાછા નીચે પડે છે. વળી આમ તેમ નાસભાગ કરતાં તેઓ દુઃખો અનુભવે છે.
कंक-कुरर-गिद्ध-घोरकट्ठवायसगणेहि य पुणो खरथिर-दढ-णक्ख-लोहतुंडेहिं ओवइत्ता पक्खाहयतिक्ख-णक्ख-विकिन्न-जिब्भंछिय-नयण-निद्द
ओलुग्ग-विगयवयणा उक्कोसंता य उप्पयंता निपतंता भमंता।
- પ. . , મુ. ર૬-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org