________________
૧૮૮૬
દ્રવ્યાનુયોગ ભાગ-૩
वरमहिस वराहसीह सदूल उसभणागवर पडिपुन्न विउल उन्नत खंधा,
चउरंगुल सुप्पमाणा कंबुवर सरिसगीवा,
अवट्ठित सुविभत्तसुजात चित्तमंसुमंसल संठिय पसत्थ सदूलविपुल हणुया,
ओतबिय सिलप्पवाल बिंबफल सन्निभाहरोठा.
पंडुर-ससि सगल विमल निम्मल संखगोखीर फेण दगरय मुणालिया धवल दंतेसेढी, अखंडदंता अफुडियदंता, अविरलदंता, सुजातदंता, एगदंतसेढिब्व अणेगदंता,
हुतवह निद्धतधोततत्ततवणिज्जरत्ततलतालुजीहा,
સ્કંધ : શ્રેષ્ઠભેંસા, ડુક્કર, સિંહ, વાઘ, બળદ અને ઉત્તમ હાથીનાં સ્કંધની જેમ પ્રતિપૂર્ણ, વિપુલ અને ઉન્નત છે. ગ્રીવા : ચાર આંગળ પ્રમાણ ઉંચી શ્રેષ્ઠ શંખનાં સમાન છે. ચિબુક : (હોંઠનો નીચેનો ભાગ) અવસ્થિત, સુવિભક્ત, સુંદરપથી ઉત્પન્ન, દાઢીનાં વાળોથી યુક્ત, સુંદર સંસ્થાન યુક્ત, પ્રશસ્ત અને વાઘની વિપુલ ચિબુક સમાન છે. હોઠ : પરિકર્મિત શિલાપ્રવાલ અને બિંબફળનાં સમાન લાલ છે. દાંત સફેદ ચંદ્રમાનાં ટુકડા જેવા નિર્મલ છે અને શંખ, ગાયનું દૂધ, ફેન, જલકણ અને મૃણાલિકાનાં તંતુઓના સમાન સફેદ છે, તેના દાંત અખંડિત હોય છે. તુટેલા હોતા નથી, અલગ-અલગ પણ હોતા નથી, તે સુંદર દાંતવાળા છે, તેના દાંત અનેક હોવા છતાં પણ એક દંત પંક્તિ જેવા દેખાય છે. જીભ અને તાલ : અગ્નિમાં તપાવીને ધોયેલ અને ફરીથી તપાવેલ સ્વર્ણનાં સમાન લાલ છે. નાક: ગરુડની નાસિકા જેવી લાંબી, તીખી અને ઉંચી હોય છે. આંખ :સૂર્યકિરણોથી વિકસિત નીલ કમળ જેવી હોય છે તેમજ તે ખીલેલ કમળ જેવી ખૂણામાં લાલ, વચમાં કાળી અને સફેદ તથા પમપુટવાળી હોય છે. ભમરો : ઈષતુ આરોપિત ધનુષના સમાન વક્ર, રમણીય, કૃષ્ણ, મેઘરાજીની જેમ કાળી, સંગત દીર્ઘ, સુજાત, પાતળી, કાળી અને સ્નિગ્ધ હોય છે. કાન : મસ્તકનાં ભાગ સુધી કંઈક-કંઈક લાગેલ અને પ્રમાણોપેત છે અને સુંદર છે અર્થાત્ સારી રીતે શ્રવણ કરનાર છે. ગાલ : પીન અને માંસલ હોય છે. લલાટ : ઉદય બાળચંદ્ર જેવા પ્રશસ્ત, વિસ્તીર્ણ અને સમતલ હોય છે. મુખ : પૂર્ણિમાનાં ચંદ્રમા જેવું સૌમ્ય હોય છે. મસ્તક છત્રાકાર અને ઉત્તમ લક્ષણોવાળું, પર્વત શિખરની જેમ ઉન્નત અને પાષાણની પિંડની જેમ ગોળ અને મજબૂત હોય છે.
गरुलायय उज्जुतुंग णासा,
अवदालिय पोंडरीयनयणा कोकासितधवलપત્તા ,
आणामिय चावरुइर किण्हब्भराइ य संठिय संगय आयत सुजात तणुकसिणनिद्ध भमुया,
अल्लीणप्पमाणजुत्त सवणा सुस्सवणा,
पीणमंसल कवोलदेसभागा, अचिरुग्गय बालचंदसंठिय पसत्थ विच्छिन्नसमणिडाला, उडुवइपडिपुण्णसोमवदणा, छत्तागारुत्तमंगदेसा, घणनिचियसुबद्ध लक्खपुण्णय कूडागारणिभपिंडियसीसे,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org