________________
છે કે - તે એવું અંતર છે કે જેમકે - એક લોંખડ નો ગોળો કે જે ૩૮, ૧૨, ૭૯, ૭૦,00 મણનો હોય અને દમાસ, ૬ દિવસ, ૬ પ્રહર અને ૬ ઘડીમાં તય કરે છે. પરંતુ ગુરૂત્વાકર્ષણનો કયો નિયમ એમાં ઉપયોગ થયો છે તે સ્પષ્ટ નથી. પ્રો. જી. આર.જૈને રન્જનું માન આઇંસ્ટાઈન દ્વારા આપેલ દત્ત ન્યાસથી ૧.૪૫ (૧૦) માઈલ કાઢવામાં આવ્યું હતું. આ દૂરી આટલી છે જેમાં કોઈ દેવ ૬ માસમાં ૨૦૫૭૧૫૨ યોજન પ્રતિક્ષણ ચાલતા તય કરે છે. (ડેરી જૈનિસ્મસ - લે.વામ ગ્લાસ નેપ્ટિન) આ લગભગ ૧૩૦૮ (૧૦)* માઈલ પ્રાપ્ત થાય છે.
તિલોય પત્તિમાં રાજુનું પ્રમાણ સિધ્ધાન્તતઃ પ્રદેશ અને સમય રાશિઓના આધારે સૂત્ર રૂપ આપવામાં આવ્યો છે. -
(પલ્યોપમનો અર્ધચ્છદ) જગશ્રેણી = ૭ રાજ = ધિનાંગલો [ (પલ્યોયમનમો અધ્ધરછેદ)1
(અસંખ્યય). અહીં ઘનાંગુલ નો અર્થ ઘનાંગુલમાં સમાવિષ્ટ પ્રદેશ (પરમાણુ) સંખ્યા છે. આ પ્રકારે પલ્યોપમનો અર્થ પલ્યોપમ કાળ સમય રાશિ છે.'
વિયાણ પરણ્યત્તિ (પૃ. ૧૮૨, ૩.૧૨, પૃ. ૨૧, ૪.૧૬)માં યોજનોના પદોમાં લોકનો આયામ આપવામાં આવ્યો છે. પરંતુ સંખ્યા ફરી અસંખ્યયના કારણે ગૂચવાઈ જાય છે. આ પ્રકારે જૈન સાહિત્યમાં રજુનો ઉપયોગનો અભિપ્રાય શુદ્ધ ગ્રંથોથી બિલકુલ ભિન્ન છે. ૨જૂનું માન જૈન સાહિત્યમાં મૂળભૂત રૂપથી પ્રદેશ રાશિ પરક છે. | સર્વ જ્યોતિષ જીવ રાશિનુંમાન તિલોય પણત્તિ(ભાગ-૨ પૃ. ૭૬૪- ૭૬૭) માં કાઢવામાં આવ્યું છે.એ ગણના દ્વારા પ્રાપ્ત કરેલ માન છે કે -
(જગશ્રેણી)* * (૬૫૫૩૬ પ્રતરાંગુલ) સૂત્ર રૂપમાં તિલોય પત્તિ (ભાગ ૨, શ્લોક ૧૦.૧૧) માં આપવામાં આવ્યું છે. એમાં રજુનો અર્ધચ્છેદોનો ઉપયોગ કરીને દ્વીપસમુદ્રોના સમસ્ત જ્યોતિષ દેવરાશિ પ્રાપ્ત કરવામાં આવી છે. એના દ્વારા પણ રજૂનું માન સમજાવી શકાય છે.
કલાસર્વણ (પ્રા. વોરા સવાઇr)
મહાવીરાચાર્યના ગણિતસાર સંગ્રહ અનુસાર એનો અર્થ ભિન્ન (Fraction) થાય છે. એમાં ભિન્નોની સાથે સંબંધિત ગુણન, ભાગ, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ભિન્નોની શ્રેઢિનું સંકલન તેમજ પ્રહાસન તથા છ પ્રકારના ભિન્ન અને એનું વિસ્તૃત વિવરણ સમાવિષ્ઠ છે. ભિન્નો પર વિભિન્ન પ્રશ્ન પણ હલ કરવામાં આવ્યા છે.
તે માટે સંપેય, અસંખ્યય અને અનંત ભાગ વૃધ્ધિ, હાનિનું વર્ણન મળે છે.' તિલોય પારૂત્તિમાં ભિન્નોનું લેખન દષ્ટિગત છે. અહીં અંશને હરની ઉપર લખવામાં આવે છે. એને અવહાર રૂપમાં નિરૂપિત કરે છે.'
ઉદાહરણાર્થ – એક ભાગ ત્રણ કે ને લખે છે તથા " #ા સિવિતા' કહેવામાં આવ્યું છે. સૂર્ય પ્રજ્ઞપ્તિમાં ચૂર્ણિઆ ભાગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાતુ ભાગનો ભાગ કરવામાં આવ્યા છે. સાથે કલા શબ્દનો પણ ઉપયોગ છે. કલાનો અર્થ ભાગ થાય છે અને સત નો અર્થ સમાન રંગવાળું થાય છે.
ધવલા ટીકાઓમાં ભિન્નોની રાશિ સૈદ્ધાંતિક રૂપથી અભિપ્રેત કરવામાં આવી છે. કોઈ રાશિનું અન્ય રાશિ દ્વારા વિભાજન સ્પષ્ટ કરવામાં ભાજિત, ખંડિત, વિરલિત તેમજ અપહૃત વિધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અવધેશ નારાયણસિંહએ એ ગ્રંથોમાં ૧૦ કેટલાક એવા સૂત્ર ભિન્ન અંગે પ્રાપ્ત કર્યા જે અન્યત્ર ઉપલબ્ધ નથી. તે એને સંભવતઃ પ્રાપ્ત કોઈ પૂર્વના (પહેલાના) જૈન પ્રાકૃત ગણિત ગ્રંથોમાંથી ઉદ્ધત કર્યા હશે. એ પ્રકારે સૂર્ય પ્રજ્ઞપ્તિ (જેવા) મુખ્ય ગ્રંથોની ટીકાઓમાં પ્રાકૃતમાં જે અનેક ગણિત સૂત્ર ઉલ્લેખિત કરવામાં આવ્યા છે એના પર શોધ, ખોજ થવી
૧. ગણિતાનુયોગ પૃ.૬ વગેરે ૩. તિ.૨. ગ્લો. ૧.૧૩૧. ૫. પ. પૃ. ૫૫, ૩૧,૬૫૫, ૭૭૩ વગેરે.
એજ. શ્લોક ૨, ૧૧૨. ૯. ધવલા, પૃ. ૩. ૫.૩૯ વગેરે
૨. Cosmology. Od and New p. 105
ગ.સા. સ. પૃ.૩૬ -૮૦ ૬. તિ.૫. શ્લોક ૧, ૧૧૮ ૮. ગણિતાનુંયોગ પૃ. ૨૯૩, ૨૯૪, અન્યત્ર પણ ૧૦. એજ. પૃ. ૩. પુ. ૨૭-૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org