SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અભિધાન રાજેન્દ્ર કોષમાં રાશિનો પ્રયોગ સમૂહ, ઓઘ, પંજ, સામાન્ય વસ્તુઓનો સંગ્રહ, વર્ગ, શાલિ, ધાન્ય રાશિ, જીવાજીવ રાશિ, સંખ્યાન રાશિ વગેરે રૂપમાં બતાવવામાં આવ્યા છે. તિલોય પતિમાં પણ, દોમ્પડિ રાશિયમ, સલાય રાશિદો, ઉપારણ રાસિમ્, અસંખેજ્જ રાસિદો, તેઉકકાઈય રાશિ, ધ્રુવ રાશિ, જોદિરિયે જીવરાસિ, રિસરાસિસ આદિ વર્ણિત છે. ધ્રુવરાશિનો ગણિતીય ઉપયોગ સૂર્ય પ્રજ્ઞપ્તિ પ્રભૂતિ ગ્રંથોમાં તથા ધવલા ટીકામાં પણ થયો છે. એ શકય છે કે - યુગ પધ્ધતિનો સિધ્ધાંત જ્યોતિષમાં વિકાસ ધ્રુવરાશિના આધારે કરવામાં આવ્યો. પખંડાગમમાં પણ નિમ્નલિખિત શબ્દોથી ઉકત રાશિઓ ધ્વનિત થાય છે. મિચ્છાઈઠી, અખંત, કોડિ પુલત્ત,અભવ સિધ્ધિયા, સવલોગે, અન્તો મુહુર્ત, વગણા, કડયમ, સમયપબધ્ધ, સાગરોવમાણિ વગેરે. આ પ્રકારે ઉગમ સામગ્રીમાં વિશ્વસંરચના તથા દર્શન વિષયક રાશિઓનું ગહન અધ્યયન આવશ્યક છે. જૈન આગમમાં અસ્તિત્વવાળી રાશિઓ છે- જીવરાશિ, પુદગલ રાશિ વગેરે. એવી રાશિઓના પ્રમાણે રચના રાશિઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે – જે સંખ્યા પ્રમાણ તેમજ ઉપમા પ્રમાણ રૂપમાં થાય છે. સંખ્યા પ્રમાણ સંખેય અસંખ્યય અને અનંત રૂપ છે. ઉપમા પ્રમાણ પલ્ય, સાગર સમય-રાશિઓ રૂપ તથા સૂટ્યગુલ, પ્રતરાંગુલ, ઘનાંગુલ, જગશ્રેણી, જગપ્રતર અને ઘનલોક પ્રદેશ - રાશિઓ રૂપ છે.આ બે પ્રકારની રચના - રાશિઓની વચ્ચેનો સંબંધ આપવામાં આવ્યો છે.' (Log» પલ્ય) = (Log, અંગુલ) સર્વાધિક મહત્વપૂર્ણ વિષય રાશિઓનું જઘન્ય (નિષ્કૃષ્ટ) અને ઉત્કૃષ્ટ પ્રમાણોનું છે જે રૂપમાં સર્વ લોકની રચના ગણિત દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે. ઉદાહરણાર્થ - જઘન્ય ઉત્કૃષ્ટ દ્રવ્યપ્રમાણ એક યુગલ પરમાણું રાશિ સમસ્ત દ્રવ્યરાશિ. ક્ષેત્ર પ્રમાણ એક આકાશ પ્રદેશ રાશિ અનંતાનંત આકાશ પ્રદેશ રાશિ. કાળ પ્રમાણ એક કાળ સમય રાશિ અનંત કાળ - સમય રાશિ. ભાવ પ્રમાણ અપર્યાપ્ત સૂક્ષ્મ કેવળજ્ઞાન અવિભાગી વનસ્પતિની જ્ઞાનપર્યાયની પ્રતિશ્કેદ રાશિ. અવિભાગી પ્રતિષ્ઠદ રાશિ. આ પ્રકારે પરાવર્તન રાશિઓ, રિત રાશિ', ગુણ સ્થાન માર્ગણા સ્થાનોમાં જીવરાશિઓ, ચલ, દોલનીય વગેરે પરિમિત અપરિમિત વગેરે ગુણોના અવિભાગી પ્રતિચ્છેદ રૂપ વગેરે પ્રકારની રાશિઓ વર્ણિત છે. ઉપરોકતક્ષેત્રે અને કાળ રાશિઓના અન્તર્ગત અનેક રાશિઓ ગર્ભિત છે. આ પ્રકારે દ્રવ્ય અને ભાવ વિષયક રાશિઓ ઉપરોકતની વચ્ચે આવેલી છે. રાજુ (પ્રા. ) રજ્જનો અર્થ 'રસ્સી' (દોરી) છે જેના દ્વારા લોક-માપ ગણવામાં આવે છે. ૭ રાજુ ()ની જગ શ્રેણી થાય છે. જગશ્રેણી પ્રદેશ-રાશિ પણ હોય છે. એનો સંબંધ દ્વીપ સમુદ્રોમાં સ્થિત ચંદ્ર બિંબોના સમસ્ત પરિવાર સાથે છે જે મધ્ય લોકાન્તમાં ફેલાયેલા છે. કૈટરના અનુસાર મિશ્ર દેશના પ્રાચીન વંત્રી હરપિદોનાખી, રજુ દ્વારા પિથેગોરસના સાધ્ય (કર્ણ) = (ભૂજા) + (લંબ) ને પ્રયોગમાં લાવતા હતા. જેમાં ૫:૪:૩નો અનુપાત રહેતો હતો. જેથી સમકોણ બની શકે. જૈન તત્વ પ્રકાશમાં પૂજ્યશ્રી અમોલકઋષિજી મ. દ્વારા રાજુના ઉપમા માનનો (તરીકે) ઉલ્લેખ છે. જેમાં એ કલ્પના નામ ૧. તિ.૫. ૧. ૧૩૧ તથા રાશિ ૧. ૧૩૨ ૨. ધવલા, ૧, ૨, ૨ અને ૩ વળી પણ જુઓ. ધવલા (પૂ પ્ર. ૨૮) ભૂતકાળ (ના) સમય રાશિને મિથ્યા દષ્ટિ જીવરાશિ દ્વારા રિકત કરેલી બતાવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy