SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારે શ્રુત કાંતો અક્ષરાત્મક અથવા અનરાત્મક હોય છે. અનારાત્મક શ્રુતના અસંખ્યાત વિભાગ થાય છે. જે અસંખ્યાત લોક ( પ્રદેશ બિન્દુ રાશિ) રૂપ થાય છે.' જ્ઞાત છે કે - શ્રત કેવલી ભદ્રબાહ (લગભગ ચોથી સદી ઈ. સ. પૂ.) સુધી આગમનું જ્ઞાન શ્રત રૂપમાં પારંપરિક રૂપમાં આપવામાં આવી રહ્યું હતું અર્થાતુ સાંભળીને યાદ રાખવામાં આવી રહ્યું હતું. આ પછી બારવર્ષ સુધી લગાતાર દુષ્કાળ પડ્યા પછી જૈન સંસ્કૃતિ સાહિત્યને શ્વેતાંબર તેમજ દિગંબર આમ્નાયમાં ફરી તાજા થવાનો અવસર મળ્યો. કતિષય ગણિતીય શબ્દ : વિભૂતિભૂષણ દત્તે જૈન આમ્નાયના કેટલાક ગણિતીય શબ્દોને એકત્રિત કરી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.' એ સમયે સુધી જૈન ગ્રંથોમાં ગુંથવામાં આવેલી ગણિતની યથાસંભવ ભાવના સુધી પહોંચી શકી ન હતી. કેમકે - અનેક ગ્રંથ પ્રકાશમાં આવ્યા ન હતા. હવે આ પારિભાષિક શબ્દોને પુન: અવલોકિત કરીને એના ઉપયોગ પર એક નવી દષ્ટિ સંભવિત થઈ શકે છે. પરિકર્મ (પ્રા. પરિકમ્મ) : કહેવાય છે કે – કુન્દકુંદાચાર્ય ( ઈ. ૩ સદી ?) એ પ્રાકૃત ભાષામાં પખંડાગમના પ્રાચીન ત્રણ ભાગો પર પરિકર્મ નામની ટીકાની બાર હજાર શ્લોકોમાં કુંદકુન્દપુરમાં રચના કરી હતી. વીરસેનાચાર્ય દ્વારા પણ પરિકર્મ ગ્રંથનો ઉલ્લેખ કેટલાય પ્રસંગોમાં ધવલા ટીકામાં આવ્યો છે. પરિકમ્મનો અર્થ વિશેષ પ્રકારનું ગણિત પણ થાય છે, અથવા કોઈ પ્રકારની ગણના (સંખ્યાન) પણ થાય છે. ( પરિ ચારે તરફ, કમ્મ= કર્મ અથવા પ્રક્રિયા). મહાવીરાચાર્યએ પરિકર્મ વ્યવહાર શબ્દનો ઉપયોગ એક ગણિત અધ્યાય માટે કર્યો છે. આ સમયે પરિકમ્મનો અર્થ આઠ પ્રકારની ગણિતીય પ્રક્રિયાઓ માટે થતો હતો- પ્રત્યુત્પન્ન ( ગુણન), ભાગહાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, સંકલિત તથા વ્યુત્કલિત, આ પ્રમાણે હિન્દુ ગણિતની મૂળભૂત પ્રક્રિયાઓ વર્ગ તેમજ ઘન, પરિકર્મમાં સામેલ છે. ચૂર્ણિમાં પરિકર્મનો અર્થ ગણિતની તે મૂળભૂત ક્રિયાઓ જે વિજ્ઞાનના બાકીના અને વાસ્તવિક અધ્યાયોના અધ્યયન માટે વિદ્યાર્થીને કુશળ બનાવી શકે. એમાં પરિકર્મ દ્વારા સોળ પ્રક્રિયાઓનું મૂળભૂત રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રહ્મગુપ્ત એને વીસ પ્રક્રિયાઓમાં આપી છે. જે બધી ઉપર્યુકત આઠ મૂળભૂત પ્રક્રિયાઓના અન્તર્ગત આવી જાય છે. આ પ્રકારે પરિકર્મના અર્થનો પ્રયોગ કરણાનુંયોગ તેમજ દ્રવ્યાનુયોગમાં થતો હતો, બારમાં અંગ દષ્ટિવાદના પાંચ વિભાગોમાંથી પરિકર્મ પણ એક છે. પંડિત ટોડરમલે પરિકર્માષ્ટક ગણિતનું પૂર્ણ વિવરણ ગોમ્મસાર જીવ કાંડ ના પૂર્વ પરિચયમાં આપ્યું છે.' એમાં શૂન્ય સાથે સંબંધિત પરિકર્માષ્ટકની પ્રક્રિયાઓ પણ છે. દ્રવ્યના ગુણ વિશેષનું જે પરિણમન કરવામાં આવે છે. એને પણ પરિકર્મ કહેવામાં આવે છે. જે ગ્રંથમાં ગણિત વિષયક કરણ સૂત્ર ઉપલબ્ધ થાય છે એને પણ પરિકર્મ કહે છે. ચંદ્ર ગ્રહણ આદિના નિયત કાળથી પહેલા જ જાણી લેવાને પરિકર્મ વિષયક કાલોપક્રમ કહેવાય છે. આ પ્રમાણે પરિકર્મક્ષેત્રો૫ક્રમ આદિને પણ પરિભાષિત કરવામાં આવે છે.” રાશિ (પ્રા. રાસિ) ગણિતના ઈતિહાસમાં એ શબ્દ પર ધ્યાન નથી આપવામાં આવ્યું છે. રાશિ સિદ્ધાંતને આજનું સેટ થ્યોરી કહી શકીએ છીએ. જે વિશ્વભરમાં ગણિતનો આધારભૂત વિષય છે. રાશિ સિધ્ધાંતનું મહત્વ એટલા માટે વધી ગયું છે કે એનો ઉપયોગ આધુનિક વિજ્ઞાન તેમજ ટેકનીકલ, યાંત્રિકી તેમજ કલા વગેરેમાં થયો છે. જાર્જ કૈટરએ (૧૮૪૫-૧૯૧૮ ઈ.સ.) આધુનિક રાશિ સિધ્ધાંતના મૌલિક જન્મદાતા માનવામાં આવે છે. પખંડાગમમાં રાશિના પર્યાયવાચી શબ્દ સમૂહ, ઓઘ,પંજ, વૃન્દ, સમ્પાત, સમુદાય, પિંડ, અવશેષ, અભિન્ન તથા સામાન્ય છે. ધવલામાં આ શબ્દનો અત્યધિક ઉપયોગ થયો છે. છાંદોગ્ય ઉપનિષદમાં એક વિજ્ઞાન રાશિ વિદ્યા પણ છે. રાશિ શબ્દનો ઉપયોગ પછી નૈરાશિક તેમજ પંચરાશિક વગેરે રૂપમાં ગણિત આવ્યું. ૧. ગો. સા. ક. શ્લોક ૩૧૬, વગેરે. ૨. બુલે. કેલ મેથ.સો. (૧૯૨૯) ઉલ્લેખિત . ગ.સા. સં. પૃ. ૯, ૩૫. જૈ. સિ. કો. ભાગ ૨, પૃ. ૨૨૨ - ૨૨૪ ૫. જે. લ. ભાગ ૨, પૃ. ૬૭૪ - ૬૭૫. ૬. ૫ટૂ. ૧, ૨, ૧, ૧, ૫, ૭, પૃ. ૯ 6) Gadgets Glyi< {G } { {$ 61 B$$$$ 'S Jain Education International For Private & Personal Use Only હે જ છે " www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy