________________
ગણિતસાર સંગ્રહમાં વિકસિત ગણિત સ્ત્રોતના વિષયમાં સ્વયં મહાવીરાચાર્યનું કથન પુનઃ ઉલ્લેખનીય છે. હું તીર્થને ઉત્પન્ન કરનાર કૃતાર્થ અને જગદીશ્વરોથી પૂજિત (તીર્થકરો)ની શિખ્ય પ્રશિષ્યાત્મક પ્રસિદ્ધ ગુરૂપરંપરાથી પ્રાપ્ત સંખ્યા શાન મહાસાગરમાંથી એનો કેટલોક સાર એકત્રિત કરી, એવી રીતે જેવી રીતે સમુદ્રમાંથી રત્ન, પાષાણમયશીલાથી સ્વર્ણ અને શુકતમાંથી મુક્તાફળ પ્રાપ્ત કરવામાં આવે છે અલ્પ હોવા છતાં, પણ અનલ્પ અર્થને ધારણ કરનાર સારસંગ્રહ નામના ગણિત ગ્રંથને પોતાની શક્તિ અનુસાર પ્રકાશિત કર્યું છે. સ્પષ્ટ છે કે એમાં લોકોત્તર ગણિતનો કંઈક સાર એકત્રિત કરવામાં આવ્યો છે. એ પણ સ્પષ્ટ છે કે એમાં પરિકમ વ્યવહાર, ક્લાસવર્ણ વ્યવહાર,ઐરાશિક વ્યવહાર, ક્ષેત્રગણિત વ્યવહાર, અને છાયા વ્યવહાર, લોકોત્તર વિકસિત ગણિતમાંથી સારરૂપ (સામગી) લેવામાં આવી છે.
આ પ્રકારે આ ગ્રંથમાં જૈન આચાર્યો દ્વારા પ્રાયઃ ૧000 વર્ષોમાં વિકસિત કરવામાં આવેલ લોકોત્તર ગણિતનું કંઈક સ્વરૂપ પ્રાપ્ત થાય છે. નવમી સદીમાં દિગમ્બર આમ્નાયમાં વીરસેનાચાર્ય દ્વારા કોઈ ગણિત ગ્રંથ 'સિદ્ધ-ભૂ-પદ્ધતિ' ની ટીકા લખી હોય તેવું પ્રમાણિત થાય છે. એ સ્પષ્ટ થાય છે કે ધવલા ટીકાકારે લોકોત્તર ગણિત ગ્રંથ “સિદ્ધ-ભૂ-પદ્ધતિ” ને સુલભ બનાવવા માટે ટીકાની રચના કરી હશે. આ ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી, ન તો એની ટીકા. જૈન સાહિત્યના બૃહદ ઈતિહાસ ભાગ ૫ માં નિમ્નલિખિત અન્ય જૈન આચાર્યો દ્વારા નિર્મિત ગણિત ગ્રંથોનો પરિચય આપ્યો છે.' | વિક્રમ સંવત ૧૩૭૨-૧૩૮૦માં રચિત ગણિતસાર કૌમુદી (પ્રાકૃત)માં રચયિતા ઠાકર લે છે. એમાં ભાસ્કરાચાર્યની 'લીલાવતી' તેમજ મહાવીરાચાર્યના ગણિતસારસંગ્રહનો ઉપયોગ થયો છે. તથાપિ નવીન લોકભાષા શબ્દ તેમજ કંઈક નવીન મૂલ્યવાન પ્રકરણ પણ છે. એમાં વર્ણિત યંત્રો પર શોધ થવી જરૂરી છે.
લગભગ વિક્રમ સંવત ૧૨૬૧માં પલ્લીવાલ અનન્તપાલ દ્વારા પાટી ગણિતની રચના કરવામાં આવી. યુલ્લાચાર્યો દ્વારા ગણિત સંગ્રહ ગ્રન્થ રચવાનો ઉલ્લેખ છે. નેમિચંદ્ર દ્વારા ક્ષેત્ર ગણિત ગ્રંથ રચનાનો ઉલ્લેખ જિનરત્નકોશ (પૃ. ૯૮)માં મળે છે. લોકાગચ્છીય મુનિ તેજસિંહ દ્વારા 'ઈષ્ટાંક પંચવિંશતિકા” ૨૬ પદ્યવાળું રચાયેલ છે. ગણિત સૂત્ર ગ્રંથની રચના કોઈ દિગમ્બર આચાર્ય દ્વારા થઈ છે. ઉપકેશ ગચ્છીય સિદ્ધ સૂરીએ શ્રીધરકૃત 'ગણિતસાર' ગ્રંથ પર ટિકા રચી છે.
વિક્રમ સંવત્ ૧૩૩૦માં શ્રીપતિકૃત 'ગણિત તિલક' પર સિંહતિલકસૂરિ શ્વેતાંબર આચાર્યની ગણિત તિલક-વૃત્તિ ઉપલબ્ધ છે.
લૌકિક ગણિત જ્યોતિષ પર જૈનાચાર્યોના અનેક ગ્રંથોનો ઉલ્લેખ છે જે હજી સુધી હિન્દી અનુવાદ સહિત પ્રકાશિત થઈ શક્યા નથી. આ પ્રકારે એના દ્વારા થયેલ વિકસિત ગણિત જયોતિષનો ઇતિહાસ અંધકારમાં છે. લોકોત્તર ગણિત-જયોતિષનો વિકાસ સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જયોતિષ કરંડક પ્રભૂતિ ગ્રંથોની ટીકાઓ આદિથી જ્ઞાત થાય છે. એમાં ધ્રુવ રાશિ તથા પંચવર્ષીય યુગ પદ્ધતિનો ઉપયોગ ઉત્તરકાલીન યુગપદ્ધતિને વિકસિત કરવામાં ક્યાં સુધી થયો હતો તે ગહન શોધનો વિષય છે.
તિલોયપાસણતિ તેમજ ત્રિલોકસાર આદિ ગ્રંથોમાં પણ જયોતિષના લોકોત્તર ગણિતના રૂપમાં વિકાસ એ પ્રમાણે થયેલો દષ્ટિગોચર થાય છે. ગણના વિકાસના સંબંધમાં નેમિચંદ્ર શાસ્ત્રીને વિભિન્ન ગ્રંથો તેમજ લેખોમાં
૧. મહાવીરાચાર્ય, ગણિતસાર સંગ્રહ, શોલાપુર, ૧૯૬૩, પૃ.૩ ૨. લેખક ૫. અંબાલાલ કે. શાહ, વારાણસી, ૧૯૬૯, પૃ. ૧૬૦-૧૬૬ ૩. શ્રીધરાચાર્ય અંગે નેમિચંદ્ર શાસ્ત્રી (ભારતીય જ્યોતિષ, દિલ્હી, ૧૯૭૦, પૃ. ૧૩૨) ને ઉલ્લેખ કર્યો છે કે -
તે પ્રારંભમાં શૈવ હતા. પરંતુ બાદમાં જૈનધર્માનુયાયી થઈ ગયા હતા. એમના ગ્રંથોમાં પાટીગણિત, બીજગણિત, ગણિતગ્રંથ પ્રસિદ્ધ છે. એ લગભગ ઈસ્વીસનની આઠમી સદીમાં થયા હતા. એના વિશદ કાર્યના મૂલ્યાંકન માટે દત્ત તેમજ સિંહનો ગ્રંથ હિંદુ ગણિતનો ઈતિહાસ વાંચવો જોઈએ. (૧) ભારતીય જયોતિષ, ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હી, ૧૯૭૦ (૨) કેવળજ્ઞાન પ્રશ્ન ચૂડામણિ, ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હી, ૧૯૬૯ (૩) શોધ લેખ : ભારતીય જયોતિષનો પોષક જૈન જયોતિષ, વણ અભિનંદન ગ્રંથ, સાગર, વીર નિ.સં. ૨૪૭૬,
પૃ. ૪૬૯-૪૮૪ (૪) શોધ લેખ : જૈન જ્યોતિષ સાહિત્ય - આચાર્ય ભિક્ષુ સ્મૃતિગ્રંથ, કલકત્તા, ૧૯૬૧, પૃ. ૨૧૦-૨૨૧ (૫) શોધ લેખ : ગ્રીક પૂર્વ જૈન જયોતિષ વિચારધારા, બ્ર. ચંદાબાઈ અભિનંદન ગ્રંથ, આરા, ૧૯૫૪, પૃ. ૪૬૨-૪૬૬ છે Ö} { É É} $$$$$$ $$ 52 {G} {6} } } {6} {6} $G G $6) SS GET
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org