________________
આ પ્રકારે અન્તગડદસાઓ, કલ્પસત્ર સમવાયાંગ સૂત્રાદિ ગ્રંથોમાં ગણતરી, રૂપ અને ગણનાનો ઉલ્લેખો મળે છે.
જે કાંઈપણ હોય, ગણિતને જૈન સાહિત્યમાં વિશેષ સ્થાન મળવાનું કારણ એનું અલૌકિક ગણિતથી ગૂંથાયેલ કર્મ સંબંધી સાહિત્ય છે. જેમાં ગણિત વગર કાંઈ પણ ગતિ અશક્ય છે. એ ગ્રંથોમાં મુખ્યતઃ પખંડાગમ,ગૌમ્મદસાર, લબ્ધિસાર, ક્ષપણાસારાદિ ગ્રંથ તથા એની ધવલા, જીવત–પ્રદીપિકા તેમજ સમ્યકજ્ઞાન ચંદ્રિકાની ટીકાઓ છે. કર્મની ગણતરી એટલી સરળ નથી જેટલી જયોતિષ્કોની ગણતરી. જયોતિષ્કોની ગતિની ગણતરીમાં સૂર્ય પ્રશપ્સિ વગેરે ગ્રંથોમાં અને એની ટીકાઓમાં ગણિતનું મહત્વ દષ્ટવ્ય છે. ૪. જૈન સંસ્કૃતિમાં લૌકિક તેમજ લોકોત્તર ગણિતના વિભિન્ન આમ્નાયોનો વિકાસ.
લૌકિક ગણિતને બે રૂપોમાં વિભાજિત કરી શકાય છે. એક તો જે શુદ્ધ સૂત્રોને આવિકૃત કરીને ચાલે છે બીજુ એ કે જે શુદ્ધ સૂત્રોનો પ્રયોગ વિભિન્ન પ્રકારની વિદ્યાઓ કે કલાઓમાં કરે છે અને એમાંથી પ્રાપ્ત પરિણામો સાથે પ્રયોગાત્મક અવલોકનની તુલના કરે છે. આ અંગે આચાર્ય અકલંકની તત્ત્વાર્થસૂત્રની ટીકા દષ્ટવ્ય છે.
લોકોત્તર ગણિતને પ્રયુક્ત ગણિતના રૂપમાં માનવામાં આવી શકે છે. જે સમયે લોકોત્તર પ્રકરણોને જૈન સાહિત્યમાં ગણિત દ્વારા નિરૂપિત કરવામાં આવ્યા. એ સમયે એ આવશ્યક ન હતું કે લૌકિક ગણિતકે જે તે સમય સુધી (ભગવાન વર્ધમાન મહાવીરના કાળ સુધી) એટલુ વિકસિત થઈ ગયુ હતુ કે એનો પ્રયોગ લોકોત્તર સમસ્ત પ્રકરણોમાં થઈ શકે. તથ્ય એ હતું કે કર્મ સિદ્ધાંતના નિરૂપણ માટે જે લોકની સંરચના ગણિતીય રૂપમાં જૈન તીર્થમાં વિકસિત થઈ હતી તેમાં સ્વયં એક ગણિતીય આધાર હતો. જયાં શ્વેતાંબર આમ્નાયમાં ગણિત જયોતિષ સિદ્ધાંત ને નિરૂપિત કરવા અંગેની વિશેષ ટીકાઓ ઉપલબ્ધ થાય છે. ત્યાં દિગંબર આમ્નાયમાં ગણિત કર્મ સિદ્ધાંતને નિરૂપિત કરવા અંગેની વિશેષ ટીકાઓ ઉપલબ્ધ થાય છે. જયાં શ્વેતાંબર આમ્નાયમાં ગણિત-જયોતિષ અંગેની ટીકાઓમાં ધ્રુવરાશિના ઉપયોગ દ્વારા વિષયને સુલભ બનાવવામાં આવ્યાં છે. ત્યારે દિગંબર આમ્નાયમાં ગણિત કર્મસંબંધી ટીકાઓમાં અનેક પ્રકારની રાશિઓને સંદષ્ટિઓ દ્વારા વિષયને સુલભ બનાવવામાં આવ્યો છે. આ તથ્ય પ્રમુખતાને લક્ષ્યમાં રાખી દર્શાવવામાં આવ્યા છે. વાસ્તવમાં માધવચંદ –વિદ્યની ત્રિલોકસાર ટીકામાં પણ ગણિત-જયોતિષને સુલભ બનાવવામાં આવ્યા છે. આ પ્રકારે એની અન્ય ટીકામાં ગણિત-કર્મને પણ સુલભ બનાવવામાં આવ્યું છે.
દિગંબર આમ્નાયમાં જગત્મસિદ્ધ મહાવીરાચાર્યની લૌકિક ગણિત ગ્રંથ ગણિતસાર સંગ્રહ ઈસ્વીસનની નવમી સદીની ઉન્નત ગણિતનો પરિચાયક છે. જેમાં નિમ્નલિખિત વિષય પ્રતિપાદિત છે. સંજ્ઞા અધિકાર (ક્ષેત્ર પરિભાષા, કાળ પરિભાષા, ધાન્ય પરિભાષા, સ્વર્ણ પરિભાષા, રજત પરિભાષા, લોખંડ પરિભાષા, પરિકર્મ નામાવલિ, શૂન્ય તથા ધનાત્મક તેમજ ઋણાત્મક રાશિ અંગેના નિયમ, સંખ્યા સંજ્ઞા, સ્થાન નામાવલિ ગુણક ગુણનિરૂપણ); પરિકર્મ વ્યવહાર (પ્રત્યુત્પન્ન, ભાગહાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, સંકલિત, વ્યુત્કાલિત) કલાસવર્ણ વ્યવહાર (ભિન્ન પ્રત્યુત્પન્ન, ભિન્ન ભાગહાર, ભિન્ન સંબંધીવર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ ભિન્ન સંકલિત, ભિન્ન વ્યુત્કલિત, કલાસવર્ણ, પજાતિ, ભાગજાતિ, પ્રભાગ અને ભાગાભાગ જાતિ, ભાગાનુબન્ધ જાતિ, ભાગાપવાહ જાતિ, ભાગ-માતૃ જાતિ); પ્રકીર્ષક વ્યવહાર (ભાગ અને શેષ જાતિ, મૂળજાતિ, શેષમૂળ જાતિ, દ્વિરઝ શેષમૂળ જાતિ, અંશમૂળજાતિ, ભાગ સંવર્ગ જાતિ, ઊનાધિક અંશવર્ગ જાતિ, મૂળ મિશ્રજાતિ, ભિન્ન દશ્યજાતિ) રાશિક વ્યવહાર (અનુક્રમ ઐરાશિક, વ્યસ્ત ઐરાશિક, વ્યસ્તપંચરાશિક, સપ્ત રાશિક, નવરાશિક ભાંડ પ્રતિભાંડ, કય - વિક્રય) મિશ્રક વ્યવહાર (સંક્રમણ અને વિષમ સંક્રમણ પંચરાશિક વિધિ, વૃદ્ધિ વિધાન, પ્રક્ષેપક, કુટ્ટીકાર, વલ્લિકા કુટ્ટીકાર, વિષમ કુટ્ટીકાર, સકળ કુટ્ટીકાર, સુવર્ણ કુટ્ટીકાર, વિચિત્ર કુટ્ટીકાર, શ્રેઢીબદ્ધ સંકલિત), ક્ષેત્રગણિત વ્યવહાર, (વ્યવહારિક ગણિત, સૂક્ષ્મ ગણિત, જન્ય વ્યવહાર, પૈશાચિક વ્યવહાર); ખાત વ્યવહાર (સૂક્ષ્મ ગણિત, ચિત્તિ ગણિત, ઋકચિકા વ્યવહાર); અને છાયા વ્યવહાર.
આ ગ્રંથ સંપૂર્ણ ગણિત ગ્રંથ છે જેનો પ્રચાર સંભવતઃ દક્ષિણ ભારતમાં રહ્યો હતો. મહાવીરચાર્ય દ્વારા સંભવતઃ નિમ્નલિખિત ચાર કૃતિઓ, રચનામાં આવી હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ વિષય વિવાદાસ્પદ છે.
(૧) પત્રિશિકા (સંભવતઃ બીજગણિત ગ્રંથ, કે ટીકા માધવચંદ –વિદ્યદ્વારા) (૨) જયોતિષ પટલ (સંભવત: ગ્રહ નક્ષત્રાદિ ગણિત સંબંધી). (૩) ક્ષેત્રગણિત (૪) છત્તીસ પૂર્વ ઉત્તર પ્રતિસહ.
અનુપમ જૈનને ગણિતસાર સંગ્રહ સાથે સંબંધિત ૩૪ પાંડુલિપિઓ (હસ્તપ્રતોનું) વિવરણ આપ્યું છે.' ૧. જુઓ, મહાવીરાચાર્ય, દ્વારા અનુપમ જૈન તેમજ સુરેશચન્દ્ર અગ્રવાલ હસ્તિનાપુર, ૧૯૮૫, પૃ.૨ ૨. જુઓ, એજ, સરિણી પૃ.૮ની સામે. Big webs ite : ww{$ $ $ $$ $ $$$
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only